SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સીમંધર જિનની સેવા રે, તે તો શાસન ભાસન મેવા રે; ચંદા હો જો સંઘના ત્રાતા રે, ગજ લંછન ચંદ્ર વિખ્યાતા રે. ૪ (રાગ - વ્યાશીલાખ પૂરવ ઘરવાસે) શ્રી સીમંધર મુજને વાલા, આજ સફળ સુવિહાણું જી, બિગડે તેજે તપતા જિનવર, મુજ તુઠા હું જાણું છે; કેવલ કમલા કેલી કરતાં, કુલમંડણ કુલ દીવો જી, લાખ ચોરાસી પૂરવ આયુ, રુકમણી વર ઘણું જીવો જી. ૧ સંપ્રતિકાલે વીશ તીર્થકર, ઉદયા અભિનય ચંદા જી, કઈ કેવલી કઈ બાલપણે કઈ મહિપતી સુખકંદા જી; શ્રી સીમંધર આદિ અનોપમ, મહાવિદેહ ખેત્રે દિગંદા જી, સુર નર કોડાકોડી મળી વળી, જોવે મુખ અરવિંદાજી. ૨ સીમંધર પુખ ત્રિગડું જોવા, અલજ સુણવા વાણી જી, વાટ વિષમને આડા ડુંગર, આવી ન શકે કોઈ પ્રાણીજી, રંગ ભરી રાગ ધરી પાયે લાગું, સૂત્ર અર્થ મન આણી જી, અમૃતરસથી અધિકી વખાણી, જીવદયા પટરાણી જી. ૩ પંચામુલી પ્રત્યક્ષ દીઠી, હું જાણું જગમાતા જી, પહેરણ ચરણા ચોલી પટોલી, 'અધર બિરાજે રાતા જી; સ્વર્ગભુવન સિંહાસણ બેઠી, તુંહી જ દેવી વિખ્યાતા જી, સીમંધર શાસન રખવાલી, શાન્તિકુશલ સુખદાતા જી. ૪ ૧. હોઠ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy