SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra *** www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +++++++++ ૧૧૩ 3 પાસ જિણંદા, મુખ પુનમ ચંદા, પદ યુગ અરવિંદા, સેવે ચોસઠ ઇંદા; લંછન નાગિંદા, જાસ પાયે સોહંદા, સેવે ગુણી વૃંદા, જેહથી સુખકંદા. ૧ જન્મથી વર ચાર, કર્મ નાસે અગ્યાર, ઓગણીશ નિરધાર, દેવે કીધા ઉદાર; સવિ ચૌત્રીશ ધાર, પુણ્યના એ પ્રકાર, નમીએ નર નાર, જેમ સંસાર પાર. ૨ એકાદશ અંગા, તેમ બારે ઉવંગા, ષટ્ છેદ સુયંગા, મૂલ ચારે સુરંગા; દશ પઇન્ના સુસંગા, સાંભળો થઈ એકંગા, અનુયોગ બહુ ભંગા, નંદી સૂત્ર પ્રસંગા. ૩ પાસે યક્ષ પાસો,નિત્ય કરતો નિવાસો, અડતાલીસ જાસો, સહસ પરિવાર ખાસો; સહુએ પ્રભુ દાસો, માગતા મોક્ષ વાસો, કહે પદ્મ નિકાસો, વિઘ્નનાં વૃન્દ પાસો. ૪ ૪ પાસ જિણંદા વામાનંદા, જબ ગરભે ફળી, સુપનાં દેખે અર્થ વિશેષે, કહે મઘવા મલી; જિનવર જાયા, સુર હુલરાયા, હુવા રમણી પ્રિયે, નેમિરાજી ચિત્ત વિરાજી, વિલોકિત વ્રત લીયે. ૧. વીર એકાકી ચાર હજારે, દીક્ષા ધૂરે જિનપતિ, પાર્શ્વ ને મલ્લિ ત્રયશત સાથે, બીજા સહસે વ્રતી; ષટ્કત સાથે સંચમ ધરતા, વાસુપૂજ્ય જગધણી, અનુપમ લીલા, જ્ઞાન રસીલા, દેજો મુજને ઘણી. ૨ જિનમુખ દીઠી, વાણી મીઠી, સુરતરુ વેલડી, દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે, પીલે રસ સેલડી સાકર સેંતી તરણા લેતી, મુખે પશુ ચાવતી, અમૃત મીઠું સ્વર્ગે દીઠું, સુરવધૂ ગાવતી. ૩ ગજમુખ દક્ષો વામન યક્ષો, મસ્તકે ફણાવલી, ચાર તે બાંહી કચ્છપવાહી, કાયા જસ શામલી; ચઉકર પ્રૌઢા, નાગારૂઢા, દેવી પદ્માવતી, સોવન કાન્તિ, પ્રભુ ગુણ ગાતી, વીર ઘરે આવતી. ૪ +++++++++++++++ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy