SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૦ www. kobatirth.org +++++++++++++++++++ Acharya Shri Kailassagarsuri Gyanmandir છપ્પનકુમરી લડાવીયા એ, ચોસઠ ઇન્દ્ર બહુ કોડ તો, મેરૂશિખર પાંડુકશિલા એ, નમણ કરે હોડાહોડ તો. ૨ શાન્તિનાથ સોહામણું એ, નામ સુણી સહુ હરખંત તો, ચક્રીપદ સુખ ભોગવી એ, સંવચ્છરીદાન વરસંત તો; જેષ્ઠવદિ ચઉદસને દિને એ, દીક્ષા લહણ અધિકાર તો, પોષશુદ નવમી કેવલ લહ્યો એ, ભવિજનને હિતકાર તો. ૩ વૈશાખ વદિ તેરસે લહ્યો એ, સમેતશિખર સિદ્ધશીશ તો, કલ્યાણક પંચ પેખજો એ, નિરંજન વિસવાવીસ તો; ગરુડયક્ષ કંદર્પાસુરી એ,જિનશાસન રખવાલ તો, સુખપાટે રત્નગુરુ રાજવી એ, વિનિતવિજય ભણે બાલ તો. ૪ ه) (રાગ : વીરજિનેસર અતિ અલવેસર) શાન્તિકરણ શ્રીશાન્તિજિનેસર, સોલમા જિનવર રાયા જી, વિશ્વસેન અચિરાસુત સુંદર, સુરકુમરી ગુણ ગાયા જી; મૃગલંછન પ્રણમે સુરરાયા, કંચનવરણી કાયા જી, વિવિધ પ્રકારે પુજા રચંતા, મનવંછિત ફલ પાયા જી. ૧ ૠષભ અજિત સંભવ અભિનંદન, સુમતિ પદ્મપ્રભ દેવોજી, સુપાસ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ, શ્રેયાંસ વાસુપૂજ્ય સેવો જી; વિમલ અનંત ધર્મ શાન્તીસર, કુન્થુ અર મન આણું જી, મલ્લિ મુનિસુવ્રત નમિ નેમી, પાસ વીર વખાણું જી. ૨ સમોવસરણ સિંહાસન બેઠા, છત્રત્રય શિર સોહે જી, યોજનવાણી વખાણ કરંતા, રૂપે, ત્રિભુવન મોહે જી; સરસ સુધારસથી અતિ મીઠી, શ્રીજિનવરની વાણી જી, શ્રવણે સુણતાં ભાવે ભણતાં, લહીએ શિવપદ રાણી જી. ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy