SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રણત સુરેસર, અસુર નવેસર, શાંતિ જિનેશ્વર રાજાજી, અચિરાનંદન ભુવન આણંદન, ચંદન ચરચિત કાયાજી; તરણ શરણ તનુ વરણ કંચનસમ, હરણ લંછન પ્રભુ પાયાજી, શ્રી લક્ષ્મીસાગર સૂરિશ પૂરંદર, પ્રણમે શિવસુખ દાયાજી. ૧ સિદ્ધાચલ શ્રી આદિજિનેસર, ઉજ્જત નેમિકુમારજી, તારંગે શ્રી અજિતજિનાધિપ, સુરત પાસ ઉદારજી; ભરૂ-અચ્છ મુનિસુવ્રતસ્વામી, પ્રબલ પ્રતાપ અપારજી, શ્રી લક્ષ્મીસાગરસૂરિશ પુરંદર, વંદે વારંવારજી. ૨ અંગ અને ઉપાંગ અનુપમ, મૂલસૂત્ર સુવિચાર જી, છેદ ગ્રંથને દશ પન્ના, નંદી અનુયોગ દ્વારજી; ઇત્યાદિક અરથે, જિન વિરચ્યા, સૂત્રથકી ગણધારજી, શ્રી લક્ષ્મીસાગર સૂરિશ પુરંદર, ઉપદેશે ભવિ તારેજી. ૩ ચરણે નુપૂર રમઝમ કરતી, શીલાલંકૃતધારીજી, કટિ તટી મેખલ નાકે મોતી, શ્રુતદેવી મનોહારીજી; શ્રી લક્ષ્મીસાગરસૂરિશ પુરંદર, દિનદિન સા જયકારીજી, પ્રમોદસાગર હરખે ઇમ ભાખે, સંઘ સકલ સુખકારીજી. ૪ (રાગ : શ્રાવણશુદિ દિન પંચમીએ) સોલમાં શાન્તિજિનેસરૂ એ, શાન્તિકરણ દુઃખ વાર તો, સર્વારથી અવતર્યા એ, અચિરા ગરબે સુખકાર તો; ભાદરવા સુદ સાતમે એ, મરકી માર નિવાર તો, ગજપુર વિશ્વસેન રાજીયો એ, તીર્થકર અવતાર તો. ૧ ચઉદ સુપન માતા લહે એ, ચૌદલોક અધીશ તો, જેઠસુદ તેરસને દિને એ, જનમ્યા શ્રી જગદીશ તો; For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy