________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંતપ્રાર્થના આ સાંભળી કુમારપાળે કહ્યું, f rશો મેઘ૪ ૩ur ીિતે? શું રાજાને મેઘની ઉપમા અપાય છે ? આ સાંભળી પંડિતએ કાંઈ ઉત્તર ન આયે, પ્રસન્નતા ન દેખાડી. રાજાએ કારણ પૂછયું, એટલે પંડિતોએ ઉત્તર આપે કે સંસ્કૃત ભાષામાં ઉપનામ, ઉપેય, ઉપપમા, ઉપમિતિ વગેરે શબ્દ છે પણ ઉપમ્યા શબ્દ નથી. એ સાંભળી રાજાને પિતાની મૂર્ખતા માટે ખેદ થયો, સંસ્કૃત ભાષા શિખવાની તત્ર વૃત્તિ જાગી. પૂજ્યશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજને વિજ્ઞપ્તિ કરી. લઘુવૃત્તિ વ્યાકરણ શીખ્યા ને આવી સુંદર સ્તુતિની રચના કરી શકાય એટલા પ્રવીણ થયા.
એ બત્રીશી મૂળ તે સંસ્કૃતમાં છે પણ સંસ્કૃતના અજાણુ પણ તેને આસ્વાદ લઈ શકે તે ભાવવાહી અનુવાદ અને ભાવાર્થ આ સાથે છપાવ્યા છે. છેલ્લે કલ્યાણકારી વિચારણાઓ છે, જે આત્મજીવનના વિકાસક્રમને સુન્દર સમજાવે છે.
આમાં આપેલ સર્વ કંઠસ્થ કરવા ગ્ય છે. ભાષારચના એટલી સુંદર ને સહેલી છે કે જે થોડી યાદદાસ્તવાળાને પણ થેડી મહેનત મોઢે રહી જાય. સારી યાદશક્તિવાલા તે બેચાર વખત મનનપૂર્વક વાંચી જાય તો પણ યાદ રાખી શકે એમ છે.
ખરેખર, આ અતંત પ્રાર્થના છે, અહંત એ સર્વગુણસંપન્ન છે. તેમને આ સ્તુતિદ્વારા કરેલી પ્રાર્થના સફળ થાય એ રીતે ભાવ કેળવવા ને તેમનાથી સગુણે મેળળવા એ જ અભિલાષા. બીજી આવૃત્તિ પ્રસંગે.
આ અહસ્ત્રાર્થના કે જે આજથી ૩૪ વર્ષ અગાઉ પ્રકાશિત થઈ છે તેની ઘણી માંગ હોવાથી આ તેની બીજી આવૃત્તિ યથાવત બહાર પાડવામાં આવે છે. એમાં કાંઈ સુધારે વધારે કરવામાં આવ્યા નથી.
For Private And Personal Use Only