SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલે.) ચિકિત્સા પ્રકરણ, ( ૧૨ ) રહેલું ઘી. મધ ધી સમાન તથા રાંધેલા અન્ન કે ક્ષાને ફરીવાર ઉન્હા કરેલા હોય તે તેને ખાવા નહીં; કારણુંકે એ પરસ્પર વિરોધકારી છે, જેમ મધ અને ઘી, તેલ અને ચરબી, પાણી અને દુધ વિરોધી છે તેમ ઉત પદાર્થો પણ વિરોધી હોવાથી ઉપયોગમાં લેવા તહીં. ચિકિત્સાનું લક્ષણ તથા તેની રીત. જે ક્રિયા નું હરણ કરે અર્થત દેવ ધાતુ અને મળને બરાબર કરે તે ક્રિયા-ચિકિત્સા કહેવાય છે. જ્યારે રોગ ઉત્પન્ન થાય કે તે જ સમયે તેની ચિકિત્સા કરવી; પણ રે - ગને અલ્પ જાણી તેને ઉપાય કરવા માટે આળસુ અને બેપરવાહી ન રહેવું, કેમકે રેગ, અગ્નિ શત્રુ અને ઝેર જેવું છે. તે જે થોડા હોય; તદપિ વિશેષ હાનિ કરે છે તે જ કારણ માટે વૈધે પ્રથમ રોગના પૂર્વાપરનો વિચાર તથા ઔષધનો નિશ્ચય કરી પૂર્ણ કાળજી વડે ઔષધાદિ કરવું. તથા શીતથી રોગ થયો હોય તે શીતનું અને ગરમીથી રોગ થયો હોય તે ગર મીનું નિવારણ કરવું; તેમજ જે સમય ઉપર જે ચિકિત્સા કરવી કહી હોય તે વખતે તેજ ચિકિત્સા કરવી, તથા જેવી રેગની સ્થિતિ તેવી ચિકિત્સા કરવી તે અવશ્ય રોગ દૂર થાય છે. સમજુ વૈધે એકલા શાસ્ત્ર ઉપરજ આધાર રાખી-દુરાગ્રહી ન થતાં ચિકિત્સા કરતી વખતે પોતાની બુદ્ધિના તકો પણ ચલાવવાનું કારણ કે દેવું અને કાળના બળને લીધે રોગીની એવી સ્થિતિ પણ થાય છે કે જેમાં શાસ્ત્ર રીતે કરવાનું હોય તે ન કરતાં વિપરીત ઉપાય ઉપયોગમાં લેવા પડે છે, વળી તેનાં રોગી, દૂત, વૈધ, લાંબુ આયુષ્ય, દ્રવ્ય, પરિચારક અને સારું ઔષધ એ સાત ચિકિત્સાનાં અંગ છે; માટે સાધ્યાસાધ્ય વિચારી ઉત્તમ પ્રકારે ચિકિત્સા કરવી; અથત રોગને બરાબર ઓળખ અને રોગીની વેદના ભટાડવી એજ વૈઘનું મુખ્ય કર્તવ્ય કર્મ છે; કેમકે વૈધ કાંઈ આયુષ્યની બુટેલી દેરીને સાંધવા સમર્થ નથી; પરંતુ આગંતુક મૃત્યુને દૂર કરવા સમર્થ છે માટે પ્રથમ વૈદ્ય રોગીના આયુષુની પ્રયત્ન પૂર્વક પરીક્ષા કરવી જોઈએ, કારણ કે આયુવું લાંબુ હોય તે જ ચિકિત્સા સફળ થાય છે. અથચિકિત્સાપ્રકરણ. પ્રથમ રોગ એટલે કે ઈપણ પ્રકારની મન તનને પીડા ઉત્પન્ન થાય તેનું નામ રોગ કહેવાય છે. તે રોગ બે પ્રકાર છે, એક તે કાયક અને બીજો માનસ. કાયામાં રહે તે કાય, તેનું નામ વ્યાધિ છે અને મનમાં રહે તે માનસ તેનું નામ આધિ છે. એ બન્ને વાત, પિત્ત અને કફ રૂપ થઈને શરીરમાં કોઈ પ્રકારના કુપથ્થ–હાનિ ક વસ્તુ વડે તથા પ્રતીકુળ આહાર વિહારના વશ્ય થઈ કોપને પ્રાપ્ત થાય છે તેથી વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે એટલે તે ત્રિદોષ મિયા આહાર વિહારથી કેપે તે દેહનો નાશ કરે છે અને પથના સેવનથી તેઓ શુદ્ધ-પતપિતાને માર્ગમાં રહેલા શરીરને પુષ્ટ–નિરેગી કરે છે, માટે પ્રથમ કુપિત થયેલા દોષને કિંવા રોગને ઓળખવા માટે આઠ પ્રકારની મુખ્ય પરીક્ષા કહીએ છીએ. - રેગીની પરિક્ષા કેટલા પ્રકારે કરવી? દર્શનથી, સ્પર્શથી અને પૂછવાથી રોગીની પરીક્ષા થાય છે. દર્શન એટલે રોગીનાં ને ત્ર, જીભ તથા મૂત્રાદિ જેવાથી આયુની અને સાધ્યા સાધ્ય પણાની પ્રતીતિ થાય છે. સ્પર્શ એટલે રોગીના શરીરને સ્પર્શ કરવાથી વા, નાડી પરીક્ષાથી અને પૂછવાથી એટલે રોગીને પૂછીને તેના પેટના હલકા ભારે પણાની. તરણ કે તરણના અભાવની, ભૂખ અથવા For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy