SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૮) અમૃતસાગર, (તરંગ - - - - .. ... - ચણના છોડવા ઉપર ફેરવવું. એમ ૧૫ દિવસ સુધી કરે છે તે લુગડું ટાટના જેવું થઈ જાય છે પછી તે કપડાને લેઢાની કઢાઈમાં પાણીની અંદર ભીંજવી છે તે પાણીને ગાળી નીતારી કાચના વાસણમાં ભરી લેવું તેને ચણાને ખાર કહે છે. અથવા ઉપર પ્રમાણે ચણાના ખેતરમાં જઈ પાછલી રાતે પડેલા ચણાના છોડ ઉપરના ઝાકળને ઝીણા કપડા તે ચુસાવી નીચોવી લે તો પણ તે જ પ્રમાણે ચણાને ખાર બને છે. તે ખાર અજીર્ણ, પેટના દરદે, અને મંદાગ્નિ માટે ઉપયોગી છે. માત્રા રોગ અને રોગીના અગ્નિ બળ પ્રમાણે સ્નેહવિધિ. સ્નેહના ચાર પ્રકાર છે એટલે ઘી, તેલ, ચરબી અને હાડમાંની મીંજી એમ ચાર સ્નેહના ભેદ છે. રને પાન પીનારના કોમળ કે કઠોર કોઠા ઉપર ધ્યાન રાખી યોગ્ય માત્રા તથા કયા રહનું પાન યોગ્ય છે? તેને વિચાર કરી દેશ કાળ વય અગ્નિબળ અને રોગનું બળાબળ તપાસી ઉપયોગ કરો. સ્નેહની ઉત્તમ માત્રા ૪ તલા, મધ્યમ ૩ તલા અને હલકી બે તોલાની માત્રા આપવી. પૂર્વ પર વિચાર કર્યા વિના ઓછી કે વધારે માત્રા આપે તે રોગને મટાવાના બદલામાં રોગને જન્મ મળે છે માટે જે રેગ ઉપર જે નેહ જેટલી માત્રાએ આપ યોગ્ય લાગે તે પ્રમાણે, આપે. વિશેષ માહિતી મેળવવા ભાવપ્રકાશ, ચક્રદત્ત અને ચરક સુકૃતાદિમાં તેઓના અધિકાર જુ. સ્વેદવિધિ. વેદના ૪ ભેદ છે, તાપ, ઉષ્ણ, ઉપનાહ અને દ્રવ એમ ૪ પ્રકાર છે તે વાયુ રોગની પીડાને નાશ કરનાર છે. તાપ અને ઉમ્મદ કફનો નાશ કરે છે. વેળુ-રે. તીની પોટલી બાંધી અંગારા ઉપર ઉની કરી કે હાંલ્લીમાં અંગારા ભરી અથવા મીઠું, પાણી, લુઘડું કે, હાથ વગેરે કોઈ પણ પદાર્થનો શેક કરે તે તાપદ કહેવાય છે. લોઢાને ગળો, પથરે, કે ઈંટને ખૂબ તપાવી છાશ છાંટી પડામાં કે કાંબળામાં લપેટી શેક કરે તે ઉષ્ણ કે ઉમ્મદ કહેવાય છે. તાપ અને ઉષ્મ બેના મેળાપથી ઉપનાહ સ્વેદ કહેવાય છે અને શરીરને લુધડાંથી ઢાંકી શરીર ઉપર ખાટા રસયુક્ત ગરમ પાણી સિંચે વા, વાયુનાશક ઓષડાથી ઉનું પાણી કરી તેથી શરીરને ઝારે અને પરસે લાવે તેને દ્રવદ કહે છે. સ્વેદ આપવાનું મુખ્ય કારણ તે એજ છે કે, પરસેવો લાવવાથી જે રગે શાંત પડે તે ઉપર વેદ-શેક કરી પરસેવે લાવ. જ્યાં વા આવ્યો હોય ત્યાં કળથી, અડદ, ઘઉં, અને લસી, તેલ, સરસવ, વરીઆળી–સવા, દેવદાર, નગેડ, જીરું, એરંડીના ગોળી, એરંડાની જડ, રાસ્ના અને સરગવાની જડ એ સઘળાને મીઠા સહિત કચ્છથી કે કોઈપણ ખાટા રસથી બારીક વાટી તેને ગરમ કરી દરદના ઠેકાણે તેથી શેક કરે, જેથી વાયુના રોગો મટે છે. આને મહાસાલવણર્વેદ કહે છે. વાળદ, ઘટીદ, ફળદ, જળદ વગેરે વેદના ઘણા ભેદ છે. તેને વિશેષ ખુલાશ મેળવવા શાકેધર, આયુર્વેદ સુધાકર અને વૃદ્ધત્રથી વાંચે. કેટલાક રોગોમાં પ્રથમ વેદ અને કેટલાક રોગોમાં પછી સ્વેદ આપવાનો વિધિ છે. બળવાન મનુષ્યને બળવાન વેદ અને મધ્યમને મધ્યમ વેદ આપ. જ્યાં પવન ન આવતો હોય તે જગ્યાએજ સ્વેદ આપવા બેસાડો. સ્વેદવિધિ કર્યા પછી તુરત પવન સેવે નહીં. વમનવિધેિ. શરઋતુમાં, વસંતઋતુમાં અને વર્ષાઋતુમાં અવશ્ય ઉલટી મીટ અને જુલાબની For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy