SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પહેલ. ) ( ૫ ) વે ચણકબાલા તથા જાવંત્રી. કપૂરની અવેજીમાં સુખડ કવા રતાંળી. કાળની અવેજીમાં એળચી તથા જાવંત્રી. ખેરાલની અવેજીમાં ખડાપણુની છાલ. ગજપીપરની અવેજીમાં પીપ રીમૂળ, ચપકની અવેજીમાં ગજપીપર. ચંદનની અવેજીમાં વાળે તથા કપૂર. જાનાપુલની અવેજીમાં લવિંગ, નવત્રીની અવેજીમાં લવિગ. તગરની અવેજીમાં ઉપલેટ. કેસરની જીમાં કસૂંબે. દારૂ હળદરની અવેજીમાં હળદર. ધાવડીના ફુલની અવેજીમાં મહુડાનાં લ. કાળીપહાડની અવેજીમાં ધોળીમુશળી. પીપરની અવેજીમાં કાળાંભરી. પુષ્કરમૂળની અવેજીમાં ઉપલેટ. બાવચીની અવેજીમાં પુવાડીઆનું મૂળ. ભારગમૂળની અવેજીમાં રિંગણીનું મૂળ. ભોંયકોળાની અવેજીમાં આસગંધ. મેાતીની અવેજીમાં મોતીની છીપ, માર્વેલની અવેજીમાં તજ, રતાંજળીની અવેજીમાં વાળા. સાંજનની અવેજીમાં દારૂહળદર. રિંગ ણીની અવેજીમાં બકાલિબડેલાહકાંતની અવેજીમાં પાલાદ ફિવા ગજવેલ. વાળાની અવેજમાં નાગરમાથ. વજની અવેજીમાં મારવેલ તથા પાનની જડ. શિલાજીતની અવેજીમાં સુરોખાર. બકરીના દૂધની અવેજીમાં ધેટી કે ગાયનું દુધ. સાકરની અવેજીમાં ખડીસાકર તથા જીનું મધ. સાવનમાખીની અવેજીમાં સોનાગેરૂ, સાનાની અવેજીમાં સાવનમાખી કિવા લાહભર્સ. હર્ડની અવેજીમાં આમળાં. નખલાની અવેજીમાં લવિંગ, ચિત્રાની અવેજીમાં નેપાળાનું મૂળ, કિવા અવાડાના ખાર. મારવેલની અવેજીમાં માની છાલ. સ્વેત રિંગણીની અવેજીમાં મેરશિખા. ખેલસરીની અવેજીમાં કલ્હાર કિવા ઉપલ-કમળ. આકડાનાં પાનડાં વગેરેના દુધની અવેજીમાં તેના રસ, મેરીઆકલ્હારની અવેજીમાંઉપલેટ. સારડીમાટીની અવેજીમાં ફટકડી. સંચળની અવેજીમાં દરીઆઇ મીઠું. ધ્રાખતી અવેજીમાં શીવ ણુનાં કુળ. તથા એ બન્નેની અવેજીમાં બપોરીઆનાં ફૂલ. મેદા, જીવક, કાકાલી, ઋદ્ધિ, વૃદ્ધિની અવેજીમાં અનુક્રમે ાતાવરી, વિદારીકંદ-ભોંયકોળુ, આસગંધ, અને વારાહીકંદ શેલડીની અવેજીમાં બરૂ. મધની અવેજીમાં જુના ગાળ. !કરતી અવેજીમાં ખાંડ. દુધની અવેજીમાં મગ તથા મસૂર રસ. અને બિલામાની અવેજીમાં ચિત્ર:મૂળ લેવું. વિશેષ વિસ્તાર “ નિધ, ” અથવા “ ભાવપ્રકાશ” પૂર્વખંડમાં જોઇ લેવા, ઔષધાદિનાં પ્રમાણ. સૂચના પ્રકરણ, Acharya Shri Kailassagarsuri Gyanmandir જે કવાથ-આદિ આધામાં પદાથોનું પ્રમાણ-તેલ કહેલું ન હાય તે ઠેકાણે સર્વ ઔષધો સમાન લેવાં. ‘સમાન લેવાં પણ્ કેટલાં કેટલાં લેવાં ' એવી શકા રહે તે તે શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે, જ્યાં સ્વરસ એટલે એકલા તે પદાર્થેાના અગરસ લેવા કહ્યું હાય તે સ્વરસની માત્રા નિત્ય એ તેાલા લેવી. સ્વરસમાં સાકર મધ અને ગાળ-આદિ નાંખ વાં હોય તો તે પદાથા છ માસા લેવા. પુટપાકની માત્રા નિત્ય ચાર તાલા લેવી. તેમાં મધ નાખવું હોય તો એક તેટલો લેવુ અને કલ્ક ચૂર્ણાદિ નાખવુ હાય તે તે સ્વરસ પ્રમાણે છ માસા લેવુ. તાલની પરીભાષા. તાલ વિના કદી પણ પદાર્થેાની યોગ્ય ગોઠવણ થતી નથી; માટે આષધ પ્રયોગના કાર્યમાં પ્રાચીન વૈદ્યાએ ચરકના મતને સ્વીકારેલ છે, તે માટે સર્વ તેલને ડી. ચરકના મત પ્રમાણે મગધ દેશના તાલને અંગિકાર કર્યું છે તે એ કે-ત્રીશ પરમાણુને એક ત્રસરેણું થાય છે તેને વશી પણ કહે છે. જાળીખારામાંથી પડતા સૂર્યના કિરણમાં જે ઝીણી ઝીણી For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy