________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫૬મ
: ૫૭ : સંસાર-સમુદ્રમાં ભટકતાં મહામુશ્કેલીઓ પ્રાપ્ત થઈ શકે તેવું, વહાણ જેવું, તીર્થંકરભાષિત ધર્મજહાજ પ્રાપ્ત કર્યા પછી જે પ્રાણું મનપિશાચને તાબે થઈ તે જહાજને તજી દે છે અને સંસાર–સમુદ્રમાં પડે છે તે મૂર્ખ માણસ લાંબી નજર પહોંચાડનાર નથી.” ૮ ઉપજાતિ,
પરવશ બનવાળાને ત્રણ શત્રુથી ભય. सुदुर्जयं ही रिपवत्यदो भनो, रिपूकरोत्येव च वाक्तनू अपि । त्रिभिर्हतस्तद्रिपुभिः करोतु किं, पदीभवन् दुर्विपदां पदे पदे ॥९॥
મહામુસીબતે જીતાય એ મન, કાર્ય વૈરીનું કરે, વચન અને કાયાને પણ, દુશ્મન બનાવે આખરે, ત્રણ શત્રુથી હણાયો તું, વિપત્તિનું ભાજન થશે, શું આત્મહિત સાધી શકે, જે મનને આધીન હશે? ૯
મહા મુશ્કેલીથી જીતી શકાય એવું એ મન શત્રુના જેવું આચરણ કરે છે, કારણ કે તે વચન અને કાયાને પણ દુશ્મન બનાવે છે. આવા ત્રણ શત્રુઓથી હણાયેલે તું સ્થાને સ્થાને વિપત્તિઓનું ભાજન થઈને શું કરી શકીશ?” ૯
વંશસ્થા મન તરફ ઉક્તિ. रे चित्त ! वैरि ! तव किं नु मयापराद्धं,
___ यद्दर्गतौ क्षिपसि मां कुविकल्पजालैः । जानासि मामयमपास्य शिवेऽस्ति गंता,
तत्किं न संति तव वासपदं हसंख्याः ॥१०॥ હે ચિત્તરી ! અપરાધ, શું કરેલ છે તારે ? કુવિકલ્પ જાળ બાંધી કરે, વાસ દુર્ગતિ માહરે; તે ધાર્યું હશે મૂકી મને, એ મેક્ષમાં ચાલ્યો જશે, અસંખ્ય સ્થાનકે છે. બીજા, તારું નહિ વિણસી જશે. ૧૦
For Private and Personal Use Only