________________ મૂલ્યવાન સંદર્ભ ગુજરાતી સાહિત્ય પરિષદે ‘ગુજરાતી સાહિત્યકોશ'નું પ્રકાશન કર્યું એમાં સાહિત્યના ઇતિહાસોનો અને ઇતિહાસલક્ષી વિવેચન-સંશોધન-સામગ્રીનો ભરપૂર ઉપયોગ કર્યો પણ, એ સાથે જ, તુલનાત્મક ચકાસણીની કોશની શાસ્ત્રીય પદ્ધતિને કારણે પુષ્કળ વિગતોની શુદ્ધિ થઈ જેણે નવા ઇતિહાસ-આલેખો માટે તેમજ જૂના ઇતિહાસોની સંશુદ્ધિ માટે ઉપકારક શ્રદ્ધેય સામગ્રી સંપડાવી. પરિષદે જ એની પહેલ કરી છે - પરિષદ પ્રકાશિત “સાહિત્યનો ઇતિહાસ’ના ખંડોની શોધિત બીજી આવૃત્તિઓ પ્રકાશિત થઈ રહી છે. એની સાથે જ, પરિષદ આ બીજું મહત્ત્વનું પ્રકાશન કરે છે. ગુજરાતી સાહિત્યકોશ : 1' (૧૯૮૯)માંની સર્વ કૃતિઓની, અકારાદિક્રમે થયેલી આ વિગતપૂર્ણ અને શાસ્ત્રીય સૂચિ છે. કોશ તો કતઓના અકારાદિક્રમે થયેલો છે. 'એથી એક જ વિષય/શીર્ષક પરની કૃતિઓ એમાંથી, પાને પાને જોયા વિના, તારવી ન શકાય. આ. કૃતિચિ એક જ વિષય/શીર્ષક ધરાવતી વિવિધ લેખકોની કૃતિઓને એક સાથે હાથવગી કરી આપે છે, અને એથી તુલનાત્મક અભ્યાસની સુવિધા અનેકગણી વધી જાય છે : જેમ કે ઓખાહરણ, ગજસકમાલ, ચંદનમલયાગિરિ, નળાખ્યાન, નંદબત્રીસી, નેમિનાથ, સ્થૂલિભદ્ર વગેરે વગેરે. અનેક જાણીતા વિષયો પરની કૃતિઓ - અનેક લેખકોએ રચેલી, ક્યારેક તો એક જ કૃતિ 40 ઉપરાંત લેખકોની - મળે અને એમાં પણ એક જ વિષયની કૃતિઓ આખ્યાન, ચોપાઈ, રાસ, પ્રબંધ, ફાગુ, સઝાય એવાં અનેક સ્વરૂપોમાં આલેખાયેલી હોય ત્યારે અધ્યયનની શક્યતા-સીમા ઓર વધી જાય છે. કેવળ અભ્યાસીઓને જ નહીં, કેવા કેવા વિષયોની કેટકેટલી કૃતિઓ. મધ્યકાળમાં રચાઈ છે એ જોવા માગતા જિજ્ઞાસમાત્રને આ સૂચિ તૃપ્તિભર્યો આનંદ આપી શકશે - સૂચિ એ કેવળ શુષ્ક માહિતીભંડાર છે. એવા ખોટા ખ્યાલનું નિરસન પણ આવી સૂચિઓ. કરતી જશે એવી આશા છે. આ કૃતિસૂચિનાં સંપાદક ડૉ. કીર્તિદા ‘ગુજરાતી સાહિત્યકોશ'માં વર્ષો સુધી સહાયક સંશોધક રહ્યાં છે ને એ પછી સાહિત્યના અધ્યાપક તરીકે એમણે અખાની ‘ચિત્તવિચારસંવાદ' કૃતિ પર નમૂનેદાર સંશોધનગ્રંથ કર્યો છે તેમજ ‘આરામશોભાવિષયક મધ્યકાલીન કૃતિઓનું તુલનાત્મક સંશોધિત સંપાદન (જયંત કોઠારી સાથે) કર્યું છે - એ બાબતો જ, આવી ચિનાં સંપાદક તરીકેનો એમનો અધિકાર સિદ્ધ કરે છે. એમના ચોકસાઈવાળા પરિશ્રમને લીધે ને એમની પદ્ધતિની શાસ્ત્રીયતાથી આ સૂચિ ઘણી સ્પષ્ટરેખ, ઉપયોગી અને મૂલ્યવાન બની છે. હજુ કાલાનુક્રમી કતસૂચિ, સ્વરૂપાનુસાર કૃતિસૂચિ જેવાં અગત્યનાં કામ બાકી છે ને ડૉ. કીર્તિદા જેવાં અભ્યાસી એમાં સક્રિય બનશે તો વિદ્યાજગતને એનો ચોખ્ખો લાભ થશે. રમણ સોની,