SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ જોઈએ તેટલા પ્રમાણમાં ઝળકતી નથી. આ દૃષ્ટિએ તે આ પ્રતિ મધ્યમ જ ગણાય પ્રતિના અંતમાં નીચેની પ્રશસ્તિ છે– कल्पाध्ययनमष्टमं श्रीभद्रबाहुस्वामिभिः प्रत्याख्यानपूर्वान्निर्मूढं दशाश्रुतस्कन्धमध्यगतम् ॥ ग्रंथाग्रं १२१६ ॥ संवत् १५१४ वर्षे । माघ सुदि २ सोमे । मंत्रि देवालिखितं । Iો પ્રાપાટાઘણ[5]=ાર મત્રીશ્વરઃ રા: તwત્ની બિનધર્મમત્તિचतुरा संशोभते देमतिः। तत्पुत्रो गुणराजमन्त्री निपुणः पासादिपुत्रान्वितो। भार्यारूपिणिराजितो विजयते लक्ष्मीयुतो धर्मवान् ॥१॥ तेन मातृप्रमोदायाऽलेखि श्रीकल्पपुस्तकम् । वृद्धशाखातपोगच्छे श्रीज्ञानकलशाद् गुरोः ॥२॥ विद्यागुरोरुपाध्यायऽचरणकीर्तिपदो जुषां। विजयात् सिन्धुमिश्राणांप्रदत्तं भक्तिभाजिनः ॥३॥ श्रीपूज्य भ० श्रीविजयरत्नसूरीन्द्रगच्छाधिपे । पं० विजयसमुद्रगणीन्द्राणां दत्तं श्रीकल्पपुस्तकम् ॥ નં. ૩૪૧૨ માં અધ્યાત્મરસિક શ્રીદેવચંદ્રજી કૃત ગામીતા તથા શાતત્રાનનતવનની ૧૨ પાનાની પ્રતિ પણ સ્વર્ણાક્ષરી છે. આ પ્રતિની લિપિ તેમજ તેની ઝળક તદ્દન સાધારણ છે. પ્રતિના અંતમાં “પુના ડોસા ઘટના મિતા શુદ્ર ૧૨ ” એમ લખેલું છે. આ ડોસા વહોરા તે શેઠ ડોસા દેવચંદ જ સમજવી. ચિત્ર–ચિત્રના વિવિધ નમુના જેવા ઈચ્છનારે નં. રૂરલ કંપન્નરવ, નં. ૨૭ લપસૂત્ર , . રૂ૪૨૨ વાપસૂત્ર વળfક્ષા વત્ર આ ત્રણ પ્રતા તથા નં. રૂટરઃ वर्तमान-अनागत-अतीत चोवीस जिन, वीस विहरमानजिन मते सोळ सतीनां चित्र નં. ૨૮૨૦ નારનાં ચિત્રો જેવાં. નં. ૯૭ અને ૩૯૫ પ્રતમાં જે ચિત્રો છે તે સુંદર ભાવવાહી અને સ્વાભાવિક છે. જેમ કેટલાંક પ્રાચીન કલ્પસૂત્રાદિ પુસ્તકોમાંનાં ચિત્રો બેઢબાં અને અસ્વાભાવિક હોય છે. જેમ કે-પડખાભર ઉભેલા માણસ આદિના એક કાન એક આંખ આદિ શરીરનાં અર્ધા અવયવો જોઈ શકાય છતાં ચિત્રમાં બે આંખ બે કાન આદિને દેખાવ કરેલ હોય છે, તથા તેમણે પહેરેલ વસ્ત્રોનો દેખાવ એવો વિકૃત ચિતરેલું હોય છે કે-માન માણસોને કપડાની કોથળીમાં ગળા સુધી પૂર્યા હોય ઈત્યાદિ. આ પ્રતોમાં તેમ નથી. સ્વર્ણાક્ષરી પ્રતિનાં ચિત્રો સુંદર હોવા છતાં સ્વાભાવિક નથી. આ સિવાય તીર્થકરોનાં સતીઓનાં અને નારકીનાં જે ચિત્રો છે તે સાધારણ છે અને સંભવતઃ ઓગણીસમી સદીમાં ચિતરાયેલાં છે. અહીં ચિત્રો જે સુંદર અસુંદર વિભાગ પાડવામાં આવ્યો છે તે માત્ર મારી સ્કૂલ દષ્ટિએ જ. શાસ્ત્રીય ચિત્રકળાની દૃષ્ટિએ જોનાર આથી વિપરીત પણ કહે. ચહાય તેમ છે તથાપિ ચિત્રોની અપચેલ આ સૂચી તેમને પણ ઉપયોગી થઈ પડશે. ઉપર જણાવ્યાથી અતિરિકત સૂત્રકૃતાંગસટીક આદિ કેટલીયે પ્રતોના આદિ–અંતમાં તીર્થકરાદિની સુંદર મૂર્તિઓ ચિતરેલી જોવામાં આવે છે. પરંતુ તે સૌની નોંધ ન લેતાં ફક્ત જુદી જુદી જાતના ચિત્રોના નમુના એકી સાથે જોવા મળે તેવાની જ અહીં સુચી આપી છે. સાંધેલ પુસ્તકે–વાચક! તમે કદાચ દુનીઆમાં ધણુંય ફર્યા હશો અને ઘણાય સ્થળોનાં કિમતી પુસ્તકાલયો તથા તેમાંનો દર્શનીય ગ્રંથવિભાગ આદિ જોયેલ હશે તથાપિ લીબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન સાંધેલ પુસ્તક જેવાં સાંધેલ પુસ્તક જેવાની નસીબદારી તમને કયાંય નહીંજ સાંપડી હોય, અને એટલે જ આગ્રહ કરૂં છું કે-તમે કયારે પણ લીબડીના પાધરમાં થઈને પસાર થાઓ ત્યારે આ ભંડારના દર્શનીય વિભાગને અને ખાસ કરીને તેમાંનાં સાંધેલ પુસ્તકને જોવાનું ન વિસરતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.018052
Book TitleLimbdi Jain Gyanbhandarni Hastlikhit Prationu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherAgamoday Samiti
Publication Year1928
Total Pages268
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy