SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિભાગમાં મહારાજા અજ્યપાળની મહારાજા કુમારપાળદેવ પ્રત્યેની દૈષવૃત્તિ તથા મોગલોની તેમના હુમલા સમયની સ્વધર્મબંતા જેવા પ્રસંગો સમાય છે. આવા પ્રસંગમાં વિપક્ષીઓ કે વિધર્મીઓ સામા થાય ત્યારે તેમના સામે થઈ જ્ઞાનભંડારોને સ્થાનાંતર કરવા માટે અથવા બચાવવા માટે દૂરદર્શિતા તેમજ પરાક્રમ જ કામ આવે છે. અજયપાળે કુમારપાળ પ્રત્યેના વૈરને કારણે તેમનાં કરેલ કાર્યોને નાશ કરવા માંડે ત્યારે મંત્રી વાગભટે અપાળ સામે થઈ જૈન સંઘને ત્યાં વિદ્યમાન પુસ્તકભંડાર આદિ ખસેડવા માટે ત્વરા કરાવી. જેન સંધે પણ સમયસૂચકતા વાપરી ત્યાં વિદ્યમાન જ્ઞાનભંડાર આદિને ગુમસ્થાનમાં રવાના કરી દીધા. અને મહામાત્ય વાગભટ તથા તેના નિમષ્ઠલાલ સુભટો પોતાના દેહનું બળિદાન આપી યમરાજના અતિથિ બન્યા. જૈન સંઘે આ ભંડાર : કયાં સંતાયા ? પાછળથી તેની કાઈ એ સંભાળ લીધી કે નહિ ? આદિ કશું જ કઈ જાણતું નથી, તેમજ તે હકીકતનો ઉલ્લેખ પણ કયાંય થયો નથી. સંભવ છે કે તેને જ્યાં રાખવામાં આવ્યા ત્યાં ને ત્યાં જ રહ્યા હોય. કેટલાકનું કહેવું છે કે તે બધું તે સમયે જેસલમેર મોકલાયું હતું, પરંતુ ત્યાંના કિલ્લામાં અત્યારે જે પુસ્તકસંગ્રહ વિદ્યમાન છે તે જોતાં તેમ માનવાને કશું જ કારણ નથી મળતું. ત્યાંની દંતકથા પ્રમાણે કિલ્લાના અન્ય ગુપ્ત ભાગમાં તે સંગ્રહ હોય તે કાંઈ કહેવાય નહિં. પણ તેવો સંભવ જ નથી, તેમ ઘણી વાર આવી કિંવદન્તીઓ વજુદ વિનાની જ હોય છે. જેમ જેન સંઘે મોગલોની ચડાઈના જમાનામાં પ્રતિમાઓના રક્ષણ માટે જામનગર પ્રભાસપાટણ ઉના અજાહરા ગેઘા રાંતેજ ઈડર પાટણ આદિ નગરોમાં મંદિરની અંદર ગુપ્ત અગમ્ય માર્ગ વાળાં તેમજ અકથ્ય ઉંડાઈવાળાં ભૂમિગૃહો-ભોંયરાં બનાવ્યાં છે તેમ જ્ઞાનભંડારોની રક્ષા માટે બનાવ્યાનું કયાંય જાણવામાં કે સાંભળવામાં નથી. આનું કારણ એક જ જણાય છે કે જેન મંદિર એ જાહેર તેમજ લક્ષણયુક્ત મકાન હોઈ તેને શોધતાં વાર ન લાગે અને જ્ઞાનભંડારોની જેમ પાષાણમયી મૂર્તિઓને સ્થાનાંતર કરવામાં મુશ્કેલીનો પ્રશ્ન હોઈ તેનું ગોપન નજીકમાં નજીક સ્થાનમાં થાય એ જ ઈષ્ટ હોવાથી તેને માટે ગુપ્ત સ્થાને જવાની ફરજ પડી. જ્યારે જ્ઞાનભંડાર રાખવાના સ્થાનની ખાસ ઓળખ ન હોવાથી તેમજ પ્રસંગવશાત તેને સ્થાનાંતર કરવામાં કશેય મુશ્કેલી ભર્યો પ્રશ્ન ન હોવાથી તેને માટે તેવાં ગુપ્ત સ્થાનો રચવાની આશ્યકતા સ્વીકારાઈ નથી. આમ છતાં એમ માનવાનું નથી કે ભંડારોને સુરક્ષિત રાખવા માટે તેવી લેજના કરવામાં નહોતી જ આવતી. આના ઉદાહરણરૂપે આપણી સમક્ષ જેસલમેરનો કિલ્લો વિદ્યમાન છે. જેમાંના મકાનમાં ત્યાંના ભંડારને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. આચાર્ય સિદ્ધસેન માટે એમ સાંભળવામાં આવે છે કે–તેમણે ગુપ્ત સ્તંભને ઔષધીવડે ઉઘાડી તેમાંથી મંત્રાસ્નાયનાં કેટલાંક ઉપયોગી પુસ્તકો બહાર કાઢયાં અને સ્તંભ અચાનક જમીનમાં ઉતરી ગયો. આવા,-બહુરૂપીબજાર અને મૃગલીના નવલકથામાં વર્ણવાએલ તલેસ્માત મકાન જેવા,–ગુપ્ત સ્તંભો કે મકાનો, એ સદાને માટે ઈરાદાપૂર્વક અદશ્ય કરવાનાં મંત્રસંગ્રહ જેવાં પુસ્તક માટે ભલે ઉપયોગી ગણાય. અન્ય પુસ્તકસંગ્રહના રક્ષણ માટે-જેનો અધિકારી આખો સમાજ છે–આવા સ્તંભ કે મકાન ઉપયોગી ન જ હોઈ શકે. બીજા વિભાગમાં વરસાદની જલમિશ્રિત શરદી ઉધઈ ઉદર આદિનો સમાવેશ થાય છે. ઉધેઈથી જ્ઞાનભંડારનું રક્ષણ કરવા માટે પુસ્તક મૂકવાની પેટી મજૂસ કે કબાટ આદિની આસપાસ ધૂળ-કચરો ન વળવા દેવો તેમજ જમીનથી અધર રહે તેમ પેટી આદિ રાખવાં અને ઉંદરથી બચાવવા માટે જેમાં પુસ્તકે રાખવામાં આવતાં હોય તેમાં ઉંદર પેસી જાય તેવી પિલાણ કે રસ્તો ન હોવો જોઈએ એ સૌ કોઈ જાણતું હોય છે. પરંતુ પુસ્તકને શરદીથી કેમ બચાવવું ? ચોંટી જવાને સંભવ હોય તેવા પુસ્તકને કેમ રાખવું ? એંટી ગયેલ પુસ્તકને કેમ ઉખાડવું? ઈત્યાદિ બાબતોથી તે આજ કાલનો જેન મુનિવર્ગ પણ લગભગ અજાણ છે એટલે તેને લગતી બાબતની નોંધ કરવી વધારે આવશ્યક છે. પુસ્તકનું શરદીથી રક્ષણ—હસ્તલિખિત પુસ્તકોની શાહીમાં ગુંદર પડતો હોવાથી વરસાદની જલમિશ્રિત શરદી લાગતાં તે ચોંટી જાય છે. માટે શરદીથી અથવા ચૂંટવાથી બચાવવા માટે તેને મજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.018052
Book TitleLimbdi Jain Gyanbhandarni Hastlikhit Prationu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherAgamoday Samiti
Publication Year1928
Total Pages268
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy