SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ ઉપર નિવેદન કરવામાં આવ્યું તેમ આજસુધીમ† સેંકડા જ્ઞાનભંડારા ઉભા થયા અને કાળની કુટીલતાને બળે, રાજ્યની ઉથલપાથલને લીધે, જૈન યતિવર્ગની પતિતતાને કારણે, તેમ જ જૈન સમાજની અજ્ઞાનતાને લીધે પણ તે બધા ચ શાણું-વિશીર્ણ થઇ ગયા. ગુજરાત ભારવાડ મેવાડ દક્ષિણ ગાળ આદિ દેશેામાં વસતા પતિત યતિવર્ષે સેંકડો ભંડારા નષ્ટ કર્યાની વાત સૌ કાઈ જાણતું હશે. પરંતુ તે જ દેશમાં વસતા અજ્ઞાન આગેવાન ગણાતા જૈન ગૃહસ્થવર્ગે સ્વયં તેમજ કેટલીએક વાર અણુસમજુ હાવા છતાં ચિરપ્રત્રજિત હાઇ માટા તરીકે પકાએલ અણુસમજુ ૧૩મુનિવર્ગની પ્રેરણા કે સમ્મતિથી પુરાતન કીમતી પુસ્તકાને ઉધાથી ખવાઇ જવાને કારણે, ઋણ થવાને લીધે, પાણીથી ભીંજાઇને ચોંટી જવાને અથવા બગડી જવાને કારણે, ઉંદર આદિએ કરડી ખાધેલ હાવાને લીધે, ઉથલ પાથલના સમયમાં એક બીજા પુસ્તકાનાં પાનાએ ખીચડારૂપ થઇ અવ્યવસ્થિત થવાને કારણે અગર તેવા અન્ય કાઇ પણ કારણે વહેતી નદીઓમાં, દરીઆમાં અથવા જૂના કૂવામાં પધરાવીને નાશ કર્યાની ઘણા ઘેાડાએને ખખર હશે. આ પ્રમાણે ફેંકી દેવાયેલ સંગ્રહમાં સેંકડા અલભ્ય દુર્લભ્ય મહત્ત્વના ગ્રંથા કાળના મુખમાં જઇ પડયા છે. આવા જ ફેંકી દેવાને તૈયાર કરાયેલ અનેક સ્થળના કચરારૂપ મનાતા પાનાના સંગ્રહમાંથી વિજ્ઞ મુનિવર્ગે કેટલાયે અશ્રુતપૂર્વ તેમજ લભ્ય પણ મહત્ત્વના સંકડા ગ્રંથા શોધી કાઢયા છે અને હજી પણ શોધી કાઢે છે. આ આ ઠેકાણે આ વાત લખવાના હેતુ એટલા જ છે કે—જેએ વાત વાંચે તેએની નજરે ક્યારેય પણ તેવા અવ્યવસ્થિત પ્રાચીન પાનાના સંગ્રહ જોવામાં આવે તેા તે તેને કાઇ પણ વિઘ્ન મુનિ અગર ગૃહસ્થ પાસે લઇ જાય અને તેમ કરી નષ્ટ થતા કીમતી ગ્રંથાને જીવિત રાખવાનું પુણ્ય અથવા યશના ભાગી થાય. અત્યારે આપણા જમાનામાં જૈન મુનિવર્ગ તથા જૈન સંધના સ્વત્વ નીચે વર્તમાન જે મહાન જ્ઞાનભડારા છે તે બધાય ઉપરોક્ત જ્ઞાનભંડારાના અવરોષોથી જ બનેલા છે. અને એ જ્ઞાનભડારાની પુરાતત્ત્વજ્ઞાની ષ્ટિમાં જે દર્શનીયતા કે બહુમૂલ્યતા છે તે પણ એ અવશેષોને જ આભારી છે એમ કહેવામાં જરા પણ અતિશયેાક્તિ નથી. આ અવશેષોને આપણે અનેક વિભાગમાં વહેંચી શકીએ. જેમ કે—સમર્થ જ્ઞાત કે અજ્ઞાત આચાર્યકૃત અલભ્ય દુર્લભ્ય ગ્રંથા તથા તેમના જ સુધારેલ સૂત્ર ભાષ્ય ચૂણી ટીકા આદિ ગ્રંથા. માન્ય ટીકા ચરિત્ર પ્રકરણ આદિ ગ્રંથાની તેના કર્તાને હાથે લખાયેલ પ્રતા અથવા તેના પ્રથમાદર્શો અર્થાત્ ગ્રંથ રચાયા પછી વિશ્વસ્ત વિદ્વાન વ્યક્તિએ લખેલ પહેલી નકલ. માન્ય આચાર્યાદિ મહાપુરુષના હસ્તાક્ષરા. પ્રાચીન માન્ય ગ્રંથાના પુરાતન આદર્શો-નકલા. માન્ય રાા મંત્રી ગૃહસ્થ આદિએ લખાવેલ પ્રતિએ. સચિત્ર પુસ્તકા. કેવળ ચિત્રા. સ્વર્ણાક્ષરી રૂપ્યાક્ષરી પુસ્તકા ઇત્યાદિ. સાધારણ ખ્યાલમાં આવવા માટે જ આ વિભાગોની કલ્પના છે. જ્ઞાનભડારોનું રક્ષણ. આ સ્થાને રક્ષણના બે વિભાગ પાડીશું—એક તારાજદ્વારી આદિ કારણાને અંગે થતી ઉથલપાથલના જમાનામાં આવેશમાં આવી વિપક્ષી કે વિધર્મી પ્રજાારા નાશ કરાતા જ્ઞાનભંડારાનું રક્ષણ અને ખીન્ને શરદી આદિથી નાશ થતા જ્ઞાનભંડારાનું રક્ષણ. ૧૩ અહીં કરાયેલ મુનિવર્ગના ઉલ્લેખ ઘણાને કલ્પિત લાગશે, પરંતુ તે રીતે વહેતી નદીઓમાં અને કૂવામાં પધરાવી આવનાર ગૃહસ્થાના મોઢેથી સાંભળેલી આ વાત છે. આ સિવાય પાલીતાણામાં ભીંતા ઉપરના વસ્તુપાલ આદિના શિલાલેખા ણ અવસ્થામાં આવી જવાને કારણે ભીતાની શેભામાં ઘટાડા થતા હોવાથી તેને સીમેન્ટ તેમજ રંગથી પૂરી દેવાની સલાહ પણ આવાં મહાત્માએ તરફથી મેળવી તેને પૂરી દીધાની વાત ત્યાંના ધરડા કારભારીએ સંભળાવે છે. અસ્તુ. જ્યાં વહીવટ કરનારા નિષ્પ્રાણુ હાય ત્યાં આથી બીજી શી આશા રાખી શકાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.018052
Book TitleLimbdi Jain Gyanbhandarni Hastlikhit Prationu Suchipatra
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherAgamoday Samiti
Publication Year1928
Total Pages268
LanguageGujarati
ClassificationCatalogue
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy