SearchBrowseAboutContactDonate
Page Preview
Page 997
Loading...
Download File
Download File
Page Text
________________ સંચેતવું :ચેતવું એટલે અનુભવવું, વેદવું, ભોગવવું, સં. ઉપસર્ગ લાગવાથી સંચેતવું | એટલે એકાગ્રપણે અનુભવવું. (૨) અનુભવવું સંચેતું છું = અનુભવું છું. સંશય :સંયોગ (૨) સંગ્રહ; જમાવ. સંશવું જાણી લેવું. સંજવલન કિંચિત અલ્પરાગ (૨) જે યથા ખ્યાત ચારિત્રને ન થવા દે તેને સંજવલન કહે છે. (૩) સમ્યક પ્રકારે જવલન એટલે કાંઈક શાંતિ બળે છે. સંજવલન કષાય જે કષાયના ઉદયથી સકળ ચારિત્રમાં દોષ ઊપજયાં કરે, જેથી યથાખ્યાત ચારિત્ર ન થઇ શકે તે સંજવલન કષાય છે. (૨) જે કષાયથી સંયમી જીવનો સંયમ તો ટકી રહે, પરંતુ શુધ્ધ સ્વભાવમાં-શુધ્ધોપયોગમાં પૂર્ણપણે લીન થઇ શકે નહિ તેને સંજવલન કષાય કહેવાય છે. (૩) જે આત્માના યથાખ્યાત ચારિત્રનો ઘાત કરે તેને સંજવલન અને નોકષાય કહે છે. (૪) સમ્યગ્દષ્ટિ અથાખ્યાત ચારિત્રવાળા મુનિને જ, સંજવલન કષાયનો અભાવ થાય છે. (૫) ક્રોધ, માન, માયા લોભને મંદતર કરે, પણ જે યથાખ્યાત ચારિત્રને સંપૂર્ણપણે ન થવા દે તેને સંજવલન કષાય કહે છે. સંત :સંતો તો તિર્થંકર પરમેશ્વરના, કેફયતો છે. અંતતિ પરંપરા, સમૂહ (૨) પરિપાટી (અધ્યવસાનોની જે સંતતિ=રાગરૂપ રસથી ભરેલા વિભાવ પરિણામોની પરિપાટી) (૩) પ્રવાહ; પરંપરા. સંતતિરૂપ :પ્રવાહરૂપ સંત દુઃખી; વ્યથિત (૨) તૃપ્ત કરવું, પ્રસન્ન કરવું. (૩) સખત તાપી ઊઠેલું; ખૂબ દુઃખ પામેલુ; સંતાપ પામેલુ; સખત ગુસ્સે થયેલું સંતપ્તા દુઃખી; પીડિત. સંતવાણી દેશનાપ ક્યારે કળે ? મૂળ વાત એ સવાણીના અંતઃતળને સ્પર્શી શકે, એના રહસ્યરૂપ મર્મને પકડી શકે એવી સહજ આત્મસ્વરૂપની સાચી સમજ અને એની જ સ્પૃહા, એની જ લગન, એની જ ધગશ અને ગરજરૂપ ત્રેવડ અને તૈયારી વિના એટલે કે નૈમિત્તિકરૂ૫ નિજ ઉપાદાનની જીવંત જાગૃતિ વિના એ સવાણી-જિનવાણી અમૃતવાણી એને દેશનાનો લાભ આપી શકતી નથી. એટલે કે દેશનાનું મૂળ સ્ત્રોત નિજ આત્મહિતની - કલ્યાણમયી, કેળવાયેલી નિજ ભાવના જે છે. અને ત્યારે જ એને નિમિત્તરૂ૫ સતવાણી-સંતવાણી દેશના રૂપ ફળે છે અને બોધી બીજ રોપાય છે. જેમાંથી કેવળજ્ઞાન આપતું કલ્યાણ વૃક્ષ લહલતી રહે છે. સંતાન :પ્રવાહ સંતાન વાહિની સંતત; સતત; નિરંતર; ધારાવાહિની; અતૂટક (જયાં સુધી અપ્રયત ચર્યા છે ત્યાં સુધી હિંસા સતતપણે ચાલુ છે.) સંતાપ માનસિક દુઃખ; મનનો કલેશ; પરિતાપ; કોચવણી; પજવણી. (૨) ચિત્તની અશાંતિ (૩) માનસિક દુઃખ; મનનો કલેશ; પરિતાપ; કોચવણી; પજવણી. (૪) કલેષ; દુઃખ; ઉદ્વેગ; પશ્ચાત્તાપ. (૫) માનસિક દુઃખ; મનનો કલેશ; પરિતાપ; કોચવણી. સંતો તીર્થંકર પરમેશ્વરનો કેડાયતો છે. (૨) કેવષાના કેડાયતી મુનિભગવંતો સંતોષ :વિષયોમાં લાલસાનો અભાવ. સંથારો મરણ પયંત ઉપવાસ કરતા પથારીમાં પડયા રહેવું એ. (ખાસ કરીને જૈન સાધુ સાધ્વીઓનું માયા મમતા છોડી દઈને.) સંદેશ :સદા એકરૂપ, સદા એક જેવું, સમાન, સરખું સદિહ :આશંકા; સંદેહ રહિત=નિઃસંદેહ (૨) શંકા (૩) સંશય; શંકા; શક; વહેમ; અંદેશો સંહાણ સંસ્થાન; દેહાદિ આકાર. સંબંધ :વાચક વાચનો અર્થ નિમિત-નૈમિત્તિક સંબંધ છે. અહીં કહે છે કે વાચક વાચ્ચેનો સંબંધ છે એ વ્યવહારથી છે; એટલે કે ગ્રંથના શબ્દો અને શુધ્ધાત્માને વાચક-વાચ્ય સંબંધ કહ્યો તે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે અને તે વ્યવહાર છે, નિશ્ચયથી કોઇ સંબંધ નથી. (૨) ત્રણ પ્રકારના સંબંધ કહ્યા છે. (૧) જ્ઞાન અને આત્માનો તાદાત્મય સિધ્ધ સંબંધ છે. (૨) રાગ અને આત્માનો સંયોગસિધ્ધ સંબંધ (૩) કર્મ અને આત્માનો પરસ્પર અવગાહસિધ્ધ સંબંધ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy