SearchBrowseAboutContactDonate
Page Preview
Page 993
Loading...
Download File
Download File
Page Text
________________ એક ધર્મનો આશ્રય કરીને વિવક્ષિત અવિવક્ષિતના વિધિ નિષેધ | વડે પ્રગટ થતી સપ્તભંગી સતત સમ્યક્ રીતે ઉચ્ચારવામાં આવતાં સ્વાત્કારરૂપી અમાઘ મંત્રપદ વડે, “ જ 'કારમાં રહેલા સઘળાય વિરોધ વિષયનો મોહને દૂર કરે છે. (૬) (૧) સ્યાત્ અસ્તિ, (૨) સ્થાત્ નાસિત, (૩) ચાત્ અસ્તિનાસ્તિ, (૪) ચાત્ અવકતવ્ય, (૫) સ્થાત્ અતિ-અવક્તવ્ય, (૬) સ્યાત નાસ્તિ અવક્તત્વ, (૭) ચાત્ અસ્તિ-નાસ્તિ યુગપ-અવકતવ્ય. નય : (૧) નૈગમનય, (૨) સંગ્રહનય, (૩) વ્યવહારનય, (૪) ઋજુસૂત્રનય, ૫) શબ્દનય, (૬)સમભિરૂઢનય, (૭) એવંભૂત નય. સપ્તમ દ્રવ્ય લોક છે દ્રવ્ય સ્વરૂપ છે; જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ આ છ દ્રવ્ય સ્વરૂપ જ લોક છે. પણ તે શેય હોવાથી વ્યક્ત છે એ તેને જાણનાર જીવ તેનાથી ભિન્ન છે તેથી તે અપેક્ષાએ તેને સપ્તમ્ દ્રવ્ય કહ્યું છે. સંકર :ભેળસેળિયું; મિશ્રિત, બગડેલું; ભ્રષ્ટ; જુદી જુદી જ્ઞાતિના પુરુષ-સ્ત્રીથી ઉત્પન્ન થયેલું, વર્ણસંકર (૨). સર્વેયામ યુગપત પ્રાતિ સ સંકર. બધા જડ, ચેતન દ્રવ્યો મળીને એક થઇ જાય એ સંકર દોષ છે. (૨) મિલન, મેળાપ, (અન્યોન્ય -અવગાદરૂ૫) મિશ્રિતપણું સંકર દોષ :સર્વોપાષ યુગપત પ્રાપ્તિ સ સંકર. બધા જડ, ચેતન દ્રવ્યો મળીને એક થઇ જાય એ સંકર દોષ છે. (૨) બધા જડ, ચેતન દ્રવ્યો મળીને એક થઈ જાય છે એ સંકર દોષ. સંહણે છે :બદલાય છે. (૨) બદલે છે. ૯૯૩ સંકખણ કોઇ પણ કર્મના સજાતીય એક ભેદને બીજા ભેદરૂપ થઇ જવાને સંક્રમણ કહે છે. (૨) ઓળંગી જવું; વટાવી જેવું; ઓળંગી કે વટાવી એક સ્થળેથી બીજે સ્થળે જવું (૩) પાપકર્મને પુણ્યમાં અને પુણ્યને પાપમાં બદલી દેવું તે. (૪) ઓળંગી કે વટાવી એક સ્થળેથી બીજે સ્થળે જવું એ; એક બીજાને વટાવતા પદાર્થોનું એક જ લીટીમાં આવી જવું તે, સંક્રાતિ (૫) કર્મો સમૂહમાં ખરી જવું (૬) પરિવર્તન (૭) ઓળંગી જવુવટાવી જવું, સંક્રાન્તિ (૮) એક જગ્યા કે સ્થિતિમાંથી બીજી જગ્યા કે સ્થિતિમાં જવું તે; સંસાર; ઓળંગવું તે. સંક્રમણ પામવું :બદલાઈને અન્યમાં ભળી જવું. સંકયું પલટો ખાધો; અસ્થિર થયું. સંકળવું બદલવું. (૨) સંક્રમણ કરવું; ઓળંગવું; વટાવવું; ઓળંગી કે વટાવી એક સ્થળેથી બીજે સ્થળે જવું. (૩) એક કાર્ય ઉપરથી બીજા કાર્ય ઉપર જ્ઞાન જાય છે ત્યારે જ્ઞાન બદલે છે, હલે છે અને સંક્રમવું કહે છે. તે જ વિકાર છે. (૪) એક સ્થાનથી ખસીને બીજે સ્થાને જવું, એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવું. ઓળંગવું. (૫) પલટો ખાધો, અસ્થિર થયું; બદલ્યું. સંક્રમવું બદલવું સંક્રાન્તિઃસ્પૃતતા; ભ્રષ્ટતા. સંકલના ગૂંથણી; એકઠું કરવું; ગોઠવણી રચના. સંકલ્પ દ્રવ્યકર્મ, ભાવ કર્મ, નોકર્મ આદિ પુદગલદ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે, દ્રવ્યકર્મ-જડ, ભાવકર્મ-વિકાર, નોકર્મ-શરીરાદિ પુદગલ દ્રવ્યોમાં મારાપણાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે. એ મિથ્યાત્વ છે. (૨) સ્ત્રી, પુરૂષ આદિ ચેતન, અચેતન બાહ્ય પદાર્થોમાં આ મારાં છે. એમ વિચારવું તે સંકલ્પ છે. (૩) બાહ્ય દ્રવ્ય એવા પુત્ર, સ્ત્રી આદિ ચેતન અચેતન પદાર્થોમાં આ મારાં છે એવો જે ભાવ છે તે સંકલ્પ કહેવાય છે. (૪) અહીં સંકલ્પ એટલે સામાન્યમાં ભૂલ અર્થાત્ ત્રિકાળી, આખા સ્વભાવની શ્રદ્ધામાં ભૂલ, તે દર્શન મોહ, તે અનંત સંસ્કારમાં રખડવાનું મૂળિયું છે. (૫) ચેતન,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy