SearchBrowseAboutContactDonate
Page Preview
Page 968
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ પાનું (સુવર્ણપત્ર) તપાવવાથી સુવર્ણમાંની કાલિમા જાય છે, સુવર્ણ શુદ્ધ થાય છે, તેમ જીવ દ્રવ્યને અનાદિથી અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરણિમન હતું તે જાય છે, શુદ્ધ સ્વરૂપમાત્ર શુદ્ધ ચેતનારૂપે જીવ દ્રવ્ય પરિણમે છે. તેનું નામ સ્વરૂપાચરણ ચારિત્ર તે આત્મ દ્રવ્યનું નિજ સ્વરૂપ છે, શુભાશુભ ક્રિયાની માફક ઉપાધિરૂપ નથી, તેથી એક જીવદ્રવ્ય સ્વરૂપ છે... આવું શુદ્ધપણું મોક્ષ કારણ છે, એના વિના જે કાંઈ ક્રિયારૂપ છે તે બધું બંધનું કારણ છે. શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છે. શુદ્ધ સ્વરૂપનું આચરણ તેને ચારિત્ર કહ્યું છે. (૨) રાગ-દ્વેષના અભાવરૂપ સચ્ચારિત્ર હોવું પણ જરૂરી છે. (૩) આત્મ શુદ્ધતામાં સ્થિરતા તે સખ્યારિત્ર છે. (૪) ચિદાનંદાન એવું જે સ્વસ્વરૂપ તેમાં ચરવું, રમવું એનું નામ, સમ્યકચારિત્ર છે. અંદર આનંદનો નાથ, પૂરણ જ્ઞાનાનંદ સ્વરૂપે વિરાજે છે, તેને અનુસરીને ચરવું તેમાં રમવું એને તેમાં જ કરવું અને આત્મચરણ, અનુચરણ નામ, સમ્યકચારિત્ર કહે છે. મહાવ્રતાદિ પાળવાં, એ ચારિત્ર એમ નહિ, કેમકે એ તો રાગ છે (૫) આત્મામાં રમણતા-લીનતા-આચરણરૂપ અનુષ્ઠાન એ સમ્મચારિત્ર. સમૃથ્યારિત્રનું લક્ષણ :સમ્યગ્યારિત્રનું લક્ષણ વીતરાગતા સમૃથ્યારિત્રપર્યાય :ન્નેય અને જ્ઞાતાની જે ક્રિયાંતરથી નિવૃતિ તેના વડે રચાતી દટજ્ઞાતૃતત્વમાં પરિણતિ જેનું લક્ષણ છે તે સમ્યચ્ચારિત્રપર્યાય છે. સમશાન પર્યાય :ણેયતા અને જ્ઞાતૃતત્ત્વનીસ તથા પ્રકારે અનુભૂતિ જેનું લક્ષણ છે તે જ્ઞાનપર્યાય છે. સમશાન જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વ પદ્રવ્યોથી જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચયી, પતાના ગુણોમાં એક રૂપ, પર નિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસ્ત્રનું અનુભવ છે. શુધ્ધ નથી આમાં કોઇ ભેદ નથી. (૨) સંશય, વિપર્યય, અને અનધ્યવસાયરહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. (૩) જેવી રીતે નાવમાં બેઠેલા કોઇ મનુષ્યને નાવની ગતિના સંસ્કારવશ, પર્દાર્થો વિપરીત સ્વરૂપે સમજાય છે (અર્થાત પોતે ગતિમાં હોવા છતાં સ્થિર હોય એમ સમજાય છે અને વૃક્ષ, પર્વત વગેરે સ્થિર હોવા છતાં ગતિમાં હોય એમ સમજાય છે, તેવી રીતે જીવને મિથ્યાદર્શનનો ઉદયવશ નવ પર્દાર્થો વિપરીત સ્વરૂપે સમજાય છે. એવા તે નવ પદાથોનો જ મિથ્યાદર્શનના ઉદયની નિવૃત્તિ હોતાં જે સત્ય સમજણ, યથાર્થ અવભાસ, સાચો અવબોધ થયો તે સમ્યજ્ઞાન છે કે જે સમ્યજ્ઞાન કાંઇક અંશે જ્ઞાનચેતનાપ્રધાન આત્મતત્ત્વની ઉપલબ્ધિનું (અનુભૂતિનું) બીજ છે. (૫) સમ્યજ્ઞાનું પુનઃ સ્વાર્થ વ્યવસાયાત્મક વદુઃ. તત્વાર્થસાર ગાથા ૧૮ પૂર્વાર્ધ પાનું ૧૪ અર્થ:સ્વ=પોતાનું સ્વરૂપ અર્થ વિષય, વ્યવસાય કયર્થાથ નિશ્ચય. જે જ્ઞાનમાં એ ત્રણે શરતો પૂરી પડતી હોય તે સમ્યજ્ઞાન છેઃ અર્થાત જો જ્ઞાનમાં વિષયનાં જ્ઞાન સાથે સાથે પોતાનું સ્વરૂપ જણાય અને તે પણ યથાર્થ નિશ્ચયની સાથે હોય તો તે જ્ઞાન સમ્યજ્ઞાન છે. મોક્ષશાસ્ત્ર પાનું ૩૮ (૬) પર દ્રવ્ય અને પરભાવથી હું ભિન્ન છું એમ પરથી પોતાને ભિન્ન ગ્રહણ કરી પરમાં એકાકાર ન થવા દે તે સમ્યજ્ઞાન (૭) રાગ દ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડ્યા મટે છે. એમ સ્વયંચિત માનવું તે સમ્યજ્ઞાન છે. (૮) જેને નિરાકુળતાલક્ષણ સ્વાત્માનંદરૂપે પરિણત સ્વાત્માનુભૂતિ થઈ હોય તેને જ સત્યાર્થ સમજ્ઞાન હોઈ શકે; તે સિવાયનું બીજું કેવળ પરલક્ષી વિકલ્પવાળું શાસ્ત્રજ્ઞાન તે સમ્યજ્ઞાન નથી. (૯) ભગવાન કેવળીને પૂર્ણ સુખ છે, મિથ્યાષ્ટિને પૂર્ણ દુઃખ છે ને સાધકને કાંઈક સુખ ને કાંઈક દુઃખ છે જેટલી સ્વરૂપના આશ્રયે શુદ્ધતા-નિર્મળતાના પ્રગટી તેટલું તેને આનંદનું વેદન છે અને જેટલો પર્યાયમાં રાગ છે તેટલું દુઃખનું વેદન છે, આમ યથાર્થ માનવું તે સમ્યજ્ઞાન છે. જુઓ, જ્યારે દષ્ટિ સાથેના જ્ઞાનની વાત ચલાતી હોય ત્યારે રાગ અને દુઃખ સ્વામી આત્મા નથી. એતો એનો જાણનાર દેખનાર છે એમ કહેવાય.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy