SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ (f) આઠ મંગળ દ્રવ્યના નામ : (૧) છત્ર, (૨) ધજા, (૩) દર્પણ, (૪) કળશ, (૫) ચામર, (૬). ઝારી, (૭) પંખો, (૮) ઠવણાં. (g) આઠ પ્રતિહાર્ય હોય છે તેનાં નામ :- (વિશેષ મહિમા બોધક ચિહ્ન.) (૧) અશોક વૃક્ષ, (૨) પુષ્પ વૃષ્ટિ, (૩) દિવ્ય ધ્વનિ, ૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ, (૮) સત્ર. (૧) શ્રી સિદ્ધનું સ્વરૂપ : (૧) સમ્યકૃત્વ, (૨) દર્શન, (૩) જ્ઞાન, (૪) વીર્ય, (૫) અગુરુલઘુત્વ, (૬) અવગાહન, (૭) સૂક્ષ્મત, (૮) અવ્યાબાધ. એ આઠ ગુણની શુદ્ધ પર્યાયો જેને પ્રગટ થઈ છે તે સિદ્ધ ભગવાન છે. આ આઠ ગુણો વ્યવહારનયનથી છે. નિશ્ચયથી અનંત ગુણો છે. (૨) શ્રી આચાર્યનું સ્વરૂપ : જે વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગ તો એ શુદ્ધોપયોગ વડે પોત પોતાને અનુભવે છે, પર દ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી. પોતાના જ્ઞાનાદિ સ્વભાવને જ પોતાના માને છે, પરભાવોમાં મમતા કરતા નથી, કોઈને ઈષ્ટ-અનિષ્ટ માની તેમાં રાગ-દ્વેષ કરતા નથી. હિંસાદિરૂપ અશુભેત્યયોગનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી, એવી અંતરંગ દશા થતાં બાહ્ય દિગંબર સૌમ્યમુદ્રા ધારી થયા છે. ૨૮ મૂલ ગુણોને જેઓ અખંડિત પાળે છે. આવા આચાર્યના ૩૬ ગુણ : ૧૦ ઉત્તમ શ્રમાદિ ધર્મ, ૧૨ પ્રકારનાં તપ, ૫ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીયૉચાર એ પાંચ આચાર. ૬ આવશ્યક (૧. સામયિક, ૨. ચોવીસ તીર્થંકર અથવા પંચ પરમેષ્ઠીની સ્તુતિ, ૩. વંદના, ૪. પ્રતિક્રમણ, ૫. પ્રત્યાખ્યાન અને ૬. કાયોત્સર્ગ.) ૩ ગુપ્તિ (મન-વચનકાય ગુપ્તિ) એ પ્રમાણે ૩૬ ગુણ પોતે પાળે છે તથા બીજા ભવ્ય જીવોને પળાવે છે આવા આચાર્ય મુનિઓના સંઘના અધિપતિ છે. (૩) શ્રી ઉપાધ્યાયનું સ્વરૂપ : તેઓ પણ મુનિના ૨૮ મૂળ ગુણ તથા નિશ્ચય સમ્યદર્શનાદિ સહિત છે. એવી અંતરંગ દશા થતાં બાહ્ય દિગમ્બર સૌમ્ય મુદ્રાધારી થયા છે, આવા ઉપાધ્યાયના ૨૫ ગુણ - ૧૧ અંગ ૧૪ પૂર્વને પોતે ભણે તથા પાસે રહેનાર ભવ્ય જીવોને ભણાવે છે. (તે મુનિઓમાં શિક્ષક-અળ્યાપક હોય છે.) (૪) સર્વ સાધુ પરમેષ્ઠીનું સ્વરૂપ : જે નિશ્ચય સમ્યગ્દર્શનાદિ સહિત છે. વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી, શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, પરદ્રવ્યમાં અહંબુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિ સ્વભાવોને જ પોતાના માને છે, પરભાવોમાં મમત્વ કરતા નથી, હિંસાદિરૂપ અશુભયોગનું તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એવી અંતરંગ દશા થતાં બાહ્ય દિગંબર સૌમ્ય મુદ્રાચારી થાય છે. ૨૮ મૂળગુણોને અખંડિત પાળે છે. સર્વ મુનિ (સાધુ-શ્રમણના ૨૮ મૂળ ગણનાં નામ) :(૫) મહાવ્રત-હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની વિરતિરૂપ પાંચ પ્રકાર. (૬) સમિતિ-ઈર્ષા, ભાષા, એષણા, આદાન નિક્ષેપન, પ્રતિષ્ઠાપન. (૭) ઈન્દ્રિયરોધ - પાંચ ઈન્સિયો (સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શ્રવણ) ના વિષયોમાં ઈષ્ટ-અનિટ ન થવું- ન પરણિમવું. (૬) આવશ્યક-સામાયિક, વંદના, ૨૪ તીર્થકરની અથવા પંચ પરમેષ્ઠીની સ્તુતિ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ. (૨૨) કેશ લોચ, (૧૩) અચલપણું - એટલે વસ્ત્રરહિત-દિંગબરપણું, (૨૪) અસ્નાનતા, (૨૫) ભૂમિ શયન, (૨૬) દાતણ ન કરવું, (૨૭) ઊભા ઊભા ભોજન. (૨૮) એક વખત આહાર. (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે નિશ્ચયરત્નત્રય અર્થાત્ શુદ્ધોપયોગરૂપ-મુનિધર્મરૂપ. જે આત્મસ્વરૂપનું સાધન તે વડે પોતાના આત્મામાં સદા તત્પર (સાવધાન-જાગ્રતો રહે છે. બાહ્યમાં ૨૮ મૂળ ગુણોના ધારક હોય છે. જેમની પાસે દયાનું ઉપકરણ પીછી, શૌચનું ઉપકરણ કમંડળ અને જ્ઞાનનું ઉપકરણ સુશાસ્ત્ર હોય છે. જેઓ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy