SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ વિકલ્પમાં રોકાણો તેને અભેદ અનંતગુણનો પિંડ એવા નિર્વિકલ્પ આત્માનું લક્ષ થાય નહિ, અને એવું લક્ષ થયા વિના નિર્મળ શ્રદ્ધા થઈ શકે નહિ. અહીં ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરવાની વાત કરીએ છીએ. અભેદ સ્વરૂપનું લઇ :ધ્રુવ ચૈતન્યતત્ત્વમાં એકમપણાની શ્રદ્ધા. અભેદ શાન અખંડ જ્ઞાન. અભેદતા :એકરૂપતા; અભિન્નતા; (૨) એકતા. અભેદપણું દરેક આત્મા પોતાના વસ્તુસ્વભાવથી અભેદ છે. આત્મા અને ગુણમાં પ્રદેશ ભેદ નથી. (૨) બધા ગુણ એક વસ્તુરૂપ છે, તેથી અભેદપણું (a) અંતરંગ પરિગ્રહ ૧૪ પ્રકારનો છે. ૧. મિથ્યાત્વ, ૨. પુરુષ વેદ, ૩. સ્ત્રીવેદ, ૪. નપુંસક વેદ તથા ૫. હાસ્ય, ૬. રતિ, ૭. અરતિ, ૮. શોક, ૯. ભય, ૧૦. જુગુપ્સા, ૧૧. ક્રોધ, ૧૨. માન, ૧૩. માયા, ૧૪. લોભ. આ ચૌદ અત્યંતર પરિગ્રહ છે. (b) શ્રી અહંતનું વિશેષ સ્વરૂપ = અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય - એ ચાર તથા બાહ્ય ૩૪ અતિશય, ૮ પ્રાતિહાર્ય એમ બાહ્ય-અત્યંતર સર્વ મળીને ૪૬ ગુણ ક્ષી અહંત ભગવાનને હોય અભેધ : (૨) ભગવાન સર્વજ્ઞ પર્યાયમાં ‘અભેદ્ય' છે, એટલે કોઈથી ભૂદાતા નથી. એમ ભગવાન આત્મા પણ ‘અભેદ્ય' છે. જે પર્યાયથી ભેદતો નથી એવો આત્મા અભેદ્ય છે. છરીથી ટુકડા થાય તેને છેદાવું કહે છે, અને સાકરનો ગાંગડો હોય તેનો ભૂકો થાય તેને ભેદવું કહે છે. અભિપ્રાય :ચિ. અભુત્થાન :માનાર્થે ઊભા થઈ જવું, તે અને સામા જવું છે. અત્યંતર અંદરનું. અત્યંતર શાન :ભાવશ્રુત જ્ઞાન. અત્યંતર પરિગ્રહ :૧૪ પ્રકારના છે. (૧) મિથ્યાત્વ, (૪) કષાય - ક્રોધ, માન, માયા અને લોભ, (૯) નોકષાય-સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, હાસ્ય, રવિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા. અત્યંતર પરિગ્રહ ૧૪ પ્રકારનો છે:- (૧) મિથ્યાત્વ, (૨) ક્રોધ, (૩) માન, (૪) માયા, (૫) લોભ, (૬) સ્ત્રીવેદ, (૭) પુરુષવેદ, (૮) નપુંસકવેદ, (૯) હાસ્ય, (૧૦) રતિ, (૧૧) અરતિ, (૧૨) શોક, (૧૩) ભય, (૧૪) જુગુપ્સા. અત્યંતર કોહિની વાસના, રાગ-દ્વેષ અભ્યતરપરિગ્રહ : (૧) (c) દશ અતિશય જન્મથી હોય છે : (૧) મલ-મૂત્રનો અભાવ, (૨) પરસેવાનો અભાવ, (૩) ધોળું લોહી, (૪) સમચતુસ્ત્ર સંસ્થાન, (૫) વ્રજ વૃષભનારાય સંહનન, (૬) સુંદર રૂપ, (૭) સુંગધીશરીર, (૮) ઉત્તમ-ભલા લક્ષણ, (૯) અનંત બળ, (૧૦) મધુરનયન. (d) દશ અતિશય કેવલજ્ઞાન ઉપજતાં હોય છે : (૧) ઉપસર્ગનો અભાવ, (૨) અદયાનો અભાવ, (૩) શરીરની છાયા પડે નહિ, (૪) ચાર મુખ દેખાય, (૫) સર્વ વિદ્યાનું સ્વામીપણું, (૬) આંખનું મટકું કરે નહિ, (૭) સો યોજન સુધી સુભિક્ષવા (દુષ્કાળ પડે નહિ), (૮) આકાશ ગમન (પૃથ્વીથી વીસ હજાર હાથ ઊંચે ગમન) (૯) કલાહાર નહીં, (૧૦) નખ કેશ વધે નહીં. (e) ચૌદ અતિશય દેવકૃત હોય છે : (૧) સકલ અર્ધમાગધી ભાષા, (૨) સર્વ જીવોમાં મૈત્રીભાવ, (૩) સર્વ તુમાં ફળ ફૂલ ફળે, (૪) દર્પણ સમાન ભૂમિ, (૫) કંટક રહિત ભૂમિ, (૬) મંદ સુગંધી પવન, (૭) સર્વને આનંદ, (૮) ગંધોદક વૃષ્ટિ, (૯) પગ તળે કમળ રચે, (૧૦) સર્વ ધાન્ય નિપજે, (૧૧) દસે દિશા નિર્મળ, (૧૨) આકાશમાં દેવોના આહવાન શબ્દ તથા જય-જય ધ્વનિ, (૧૩) ધર્મચક્ર આગળ ચાલે, (૧૪) આઠ મંગળ દ્રવ્ય આગળ ચાલે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy