SearchBrowseAboutContactDonate
Page Preview
Page 958
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક અવમૌદર્યે સમ્મદ્રષ્ટિ જીવને રાગભાવ દૂર કરવા માટે ભૂખ હોય તે કરતાં ઓછું ભોજન કરવાનો ભાવ થતાં, અંતરંગ પરિણામોની જે શુધ્ધતા થા છે. સાક્ષાત કરનાર, કેવળી ભગવાન સર્વજ્ઞથી પ્રણીત છે. (૧૭) સર્વજ્ઞ ભગવાને સાક્ષાત્ જ્ઞાનથી દરેક જડ-ચેતન વસ્તુનું સ્વતંત્રપણું જોયું છે. કર્મના નિમિત્તે વિકારી અવસ્થા આત્મામાં થાય છે, તે ક્ષણિક વિકારનો નાશક ત્રિકાળી સ્વભાવ દરેક આત્મામાં છે. તેની પ્રાપ્તિ કેમ કરવી તે બતાવનારી વાણી સર્વજ્ઞના મુખકમળમાંથી નીકળી, તે સંતપુરૂષોએ ઝીલી. આત્મઅનુભવથી તે પરમ સત્યને પચાવી. જગતના પરમ ઉપકાર માટે પરમ આગમ શાની રચના સંતપુરૂષોએ કરી, તેમાં આ સમયસાર સર્વોત્કૃષ્ટ છે. એકેક ગાથામાં ત્રણે કાળના સર્વજ્ઞના હૃદયનાં રહસ્ય રેડ્યાં છે જે સમજે તે ન્યાલ થઈ જાય છે. (૧૮) શુદ્ધ આત્મા (૧૯) સર્વજ્ઞ ભગવાન કાર્ય સમયસાર છે, તો આત્મા પોતે કારણ સમયસાર છે. ઈત્યાદિ હજારો નામો કહી શકાય છે. (૨૦) ભગવાન આત્મા જિનરાજ છે. જિનરાજ પર્યાય જે થાય છે, તે જિનરાજ સ્વરૂપમાંથી થાય છે. અહીં તો કહે છે કે, આત્માનું સ્વરૂપ જ જિનરાજ છે. (૨૧) સર્વજ્ઞ ભગવાન કાર્ય સમયસાર છે તો આત્મા પોતે કારણ સમયસાર છે. ઈત્યાદિ હજારો નામો કહી શકાય છે. (૨૨) શુદ્ધ આત્માની કથની, શુદ્ધ આત્મા. સમયસાર વાંચો છે અને બીજ શાશા કેમ નહિ? પણ ભાઇ ! તત્ત્વજ્ઞાન વિષયની મુખ્યતા દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં હોય છે. સમ્યગ્દર્શનના વિષયનું દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં નિરૂપણ હોય છે. સમ્યક :યોગ્ય રીતે બરાબર (૨) સાચું (૩) બરાબર (૪) બરાબર જોઇ શકાય તેવો. (૫) યથાર્થ; વિપરીત આદિ દોષોનો અભાવ (૬) યોગ્ય રીતે; બરાબર. (૭) યથાતથપણે; જેમ છે તે પણે. (૮) નિશ્ચય. (૯) યથાર્થ. (૧૦) યથાર્થ; સાચું. સમ્યક અથવસાય : સત્ય સમજણ; યથાર્થ અવભાસ, સાચો અવબોધ સાયકુ અનશન :સમયદ્રષ્ટિ જીવને આહાર ત્યાગનો ભાવ થતાં વિષય-કષાયનો ભાવ ટળી, અંતરંગ પરિણામોની જે શુધ્ધતા થાય છે તે. સમ્યક અભિપ્રાય રાગની રુચિ રહિત જ્ઞાન અને તે જ્ઞાનની સ્થિરતા. સમ્યક એકાન્ત વસ્તુ અખંડ એક ધ્રુવ ચૈતન્યબિંબ છે. એમાં ઢળ્યા વિના સસ્કએકાન્ત થતું નથી. જયાં સમ્યક એકાન્ત થયું કે જ્ઞાનમાં ધ્રુવ જણાયો અને પર્યાયમાં જે અલ્પજ્ઞતા અને રાગની મંદતા છે તે પણ જણાયાં. આનું નામ સમ્યક અનેકાન્ત છે. રાગની મંદતા અને અલ્પજ્ઞતાની પર્યાયનું જ્ઞાન રહે છે, પણ તે હું છું એવી માન્યતા છૂટી જાય છે. સમ્યક કાય કલેશ સમ્મદ્રષ્ટિ જીવને શરીર ઉપરની આસકિત ઘટાડવા આતપન વગેરે યોગ ધારણ કરતી વખતે અંતરંગ પરિણામોની જે શુધ્ધતા થાય છે તે. સમ્યક શબ્દ એમ સૂચવે છે કે સમ્મદ્રષ્ટિ જ આ તપ હોય છે. મિથ્યાદ્રષ્ટિને તપ હોતું નથી. સમ્યક તત્ત્વ:(આત્માનું સાચું સ્વરૂપ સમ્યક તત્ત્વને સાચા સ્વરૂપને સમ્યક ધ્યાન ચિત્તની ચંચળતાને રોકીને તત્ત્વના ચિંતવનમાં લાગવું, તેમાં વીતરાગ સ્વરૂપના લક્ષ વડે, અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે. આ છએ પ્રકારનાં તપ સમ્યગ્દષ્ટિને જ હોય છે. આ છએ પ્રકારમાં સમ્યગ્દષ્ટિને, પોતાના સ્વરૂપને લક્ષ જેટલી અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય, તેટલું જ તપ છે. શુભ વિકલ્પ છે, તેને ઉપચારથી તપ કહેવાય છે, પણ ખરેખર તો તે રાગ છે, તપ નથી. સમનિયતવાદ જે પદાર્થમાં જે સમયે જે ક્ષેત્રે જે નિમિત્તે જેમ થવાનું હોય તેમ થવાનું જ છે, તેમાં કિંચિત્ ફેરફાર કરવા કોઈ સમર્થ નથી - એવો જ્ઞાનમાં નિર્ણય કરવો તે સમ્યક નિયતવાદ છે, અને તે નિર્ણયમાં સ્વભાવ તરફનો અનંત પુરૂષાર્થ આવી જાય છે. સમ્યક પ્રતીતિ સાચી શ્રદ્ધા. સય પુરૂષાર્થ:વસ્તુનું પરિણમન ક્રમબદ્ધ માનવાથી તો એમ લાગે છે કે પુરૂષાર્થનું તો કંઈ કામ જ નથી, પુરૂષાર્થ નિરર્થક છે; કારણ કે જ્યારે બધુ જ નિશ્ચિત
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy