SearchBrowseAboutContactDonate
Page Preview
Page 957
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૭ સમય વ્યાખ્યા સમયની વ્યાખ્યા, પંચાસ્તિકાયની વ્યાખ્યા, દ્રવ્યની વ્યાખ્યા, | પદાર્થની વ્યાખ્યા, (વ્યાખ્યા= વ્યાખ્યાન, સ્પષ્ટ કથન, વિવરણ, સ્પષ્ટીકરણ) સમયની વ્યાખ્યા :અર્થ સમયનું વ્યાખ્યાન; પંચાસ્તિકાય સંગ્રહ શાસ્ત્રની ટીકા. સમયવિશિષ્ટ સમયથી વિશિષ્ટ; સમય નિમિત્તભૂત હોવાથી વ્યવહારે જેમાં સમયની અપેક્ષા આવે છે એવી. સમય વિષ્ટિ વૃત્તિ સમયથી વિશિષ્ટ એવી પરિણતિ (૨) કાળ સિવાયના દ્રવ્યોની પરિણતિ એક સમયમાં આ પરિણતિ થઈ છે એમ સમયથી વિશિષ્ટ છે અર્થાત તેમાં વ્યવહારે તેમાં સમયની અપેક્ષા આવે છે માટે તેમાં કોઈ દ્રવ્ય કાળદ્રવ્ય-નિમિત્ત હોવું જોઈએ. સમય સારનો સાર ત્રિકાળ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ, એને જ્ઞાનીજનો પર્યાયમાં ગ્રહે છે, તેને ગ્રહવો એજ, આખા સમયસારનો સાર છે. સમયમબધ્ધ એક સમયમાં જેટલા કર્મપરમાણું અને નોકર્મ પરમાણું બંધાય તે સર્વને સમયપ્રબધ્ધ કહે છે. સમયપ્રબધ્ધ માત્ર: સમયપ્રાત:સમય એટલે પદાર્થ, અથવા સમય એટલે આત્મા. પ્રાભૂત અટલે તેનું કહેનારું આ શાસ્ત્ર છે. વળી, અત્મા તો સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા વિશ્વપ્રકાશક આત્માને કહેતું હોવાથી આ સમયપ્રાભૃત શબ્દબ્રહ્મ સમાન છે. સમયાભાસ યથાર્થમાં જે પદાર્થ તત્ત્વાર્થ નથી પણ ભ્રમ બુદ્ધિથી તેવાં દેખાવા લાગે, જેમકે, મિથ્યાષ્ટિઓનાં બનાવેલાં શાસ્ત્ર યથાર્થમાં તો શાસ્ત્ર નથી જ પરંતુ ભ્રમથી શાસ્ત્ર જેવાં ભાસે છે તે શાસ્ત્રાભાસ-સમયાભાસ. સમયમાં :દ્રવ્યલિંગીપણે જિનમતમાં (૨) દ્રવ્યલિંગીપણે જિનમાર્ગમાં. (૩) (આત્મદ્રવ્યમાં, નિજદ્રવ્ય સ્વભાવમાં) પરિણમવું તે સામાયિક છે. સમયમાં પરિણમવું આત્મ દ્રવ્યમાં, નિજ દ્રવ્ય સ્વભાવમાં પરિણમવું તે સામાયિક સમયવૃત્તિ સમય સમયની પરિણતિ સમયવ્યાખ્યા સમયની વ્યાખ્યા; પંચાસ્તિકાયની વ્યાખ્યા; દ્રવ્યની વ્યાખ્યા; પદાર્થની વ્યાખ્યા; (વ્યાખ્યા=વ્યાખ્યાન; સ્પષ્ટકથન; વિવરણ; સ્પષ્ટીકરણ) સમ્યગદર્શન : ધ્રુવ સામાન્યને સિધ્ધ કરવી તે સમ્યગદર્શનનો વિષય છે. સમયવિષ્ટિ વૃત્તિ સમયથી વિશિષ્ટ એવી પરિણતિ સમયવિશિષ્ય સમયથી વિશિષ્ટ; સમય નિમિત્તભૂત હોવાથી વ્યવહારે જેમાં સમયની અપેક્ષા આવે છે એવી. સમસુખદુ:ખ :જેને સુખ અને દુઃખ સમાન છે એવો. સમયસ્થ હો સમયમાં ભલે હો, ભલે તેઓ દ્રવ્યલિંગીપણે જિનમતમાં હો તો પણ. સમયસાર સર્વજ્ઞ ભગવાન કાર્ય સમયસાર છે, તો આત્મા પોતે કારણ સમયસાર છે. ઇત્યાદિ હજારો નામો કહી શકાય છે. (૨) આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. અહાહા ! શું અદભુત એની રચના છે ! અલૌકિક ટીકા છે. દેવાધિદેવ અરિહંતદેવની સાક્ષાત દિવ્ય ધ્વનિનો સાર લઇને શ્રી કુંદકુંદાચાર્ય દેવે આ સમયસારની રચના કરી છે. અહો! સમયસાર! ભાવો બ્રહ્માંડના ભર્યા! (તારામાં) (૩) શુધ્ધ આત્મા; ગ્રંથ (૪) નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત. (૫) શરીરથી, કર્મથી, રાગથી રહિત એકલું ચૈતન્યનું ધ્રુવ દળ એનું નામ સમયસાર ચૈતન્ય આત્મા છે. (૬) શુદ્ધ જીવ; શુદ્ધ આત્મા. (૭) સમય એટલે આત્મા, અને સાર એટલે વિકારને એક સમયની પર્યાયથી રહિત આવો તે ત્રિકાળી ભગવાન આત્મા તે સમયસાર છે. (૮) સમય = આત્મા, તેનું પૂર્ણ પવિત્ર સ્વરૂપ તે સમયસાર. (૯) શુદ્ધ આત્મા સર્વ પદાથોમાં સારરૂપ છે. (૧) શુદ્ધ આત્માનો મહિમા કહેનાર શાસ્ત્ર આત્માનું શુદ્ધ સ્વરૂપ. (૧૧) શુદ્ધાત્મા (૧૨) અસંયોગી અવિકારી શુદ્ધ આત્માનો સ્વભાવ. (૧૩) અસંયોગી અવિકારી શુદ્ધ આત્માનો સ્વભાવ. (૧૪) સર્વ પદાર્થોમાં સારરૂપ એવો શુદ્ધાત્મા. (૧૫) અસંયોગી અવિકારી શુદ્ધ આત્માનો, સ્વભાવ (૧૬) એ અહંત-પ્રવચનો, અવયવ એટલે અંશ છે, અનાદિ નિધન પરમાગમ શબ્દ બ્રહ્મથી પ્રકાશિત છે. સર્વ પદાર્થોના સમૂહને સમયમાં હોય :દ્રવ્યલિંગી પણે જિનમતમાં હોય (દ્રવ્યલિંગીપણે જિનમાર્ગમાં) સમયમાં હોય તો પણ :ભલે તેઓ દ્રવ્યલિંગી પણે જિનમતમાં હોય તો પણ. સમયવૃત્તિનું હેતપણે સમય સમયની પરિણતિનું નિમિત્તપણું.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy