SearchBrowseAboutContactDonate
Page Preview
Page 951
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર= આત્માની શુદ્ધિ અર્થાત યથાર્થ રુચિ, જ્ઞાન અને રમણતા તે સંવર | તત્ત્વ છે. (૬) નિર્જરા=શુદ્ધિની વૃધ્ધિ થવી તે નિર્જરાતત્ત્વ છે. (૭) મોક્ષ=સંપૂર્ણ શુધ્ધિ થવી તે મોક્ષ છે. સાત તત્ત્વમાં જીવ અને સજીવ દ્રવ્ય છે; આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ પર્યાય છે. આમ સાત તત્ત્વના યથાર્થ અને પૃથક પૃથક ભાવનું શ્રધ્ધાન અને ભાન થવું તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. આત્મદર્શન કહો કે તત્ત્વાર્થશ્રધ્ધાન કહો તે એક જ વાત છે. માટે જે સાત તત્ત્વોને ભિન્નભિન્ન યથાર્થપણે શ્રધ્ધ તેને સમ્યગ્દર્શન કહે છે. સંધાણ સિંધુકણ, ચકમક, અગ્નિ સળગાવનાર પદાર્થ, અગ્નિ ચેતાવનારી વસ્તુ (૨) સંધુકણ; ચકમક પથ્થર; અગ્નિ સળગાવનાર પદાર્થ, અગ્નિ ચેતાવનારી વસ્તુ; ચકમકને ઘસતાં અગ્નિના તખણ જરે. સંદિગ્ધ : જેના વિષે સંદેહ હોય તે-આશંકા હોય તે. (૨) જેના વિષે સંદેહ હોય તે; અસ્પટ. (૩) જેમાં શંકા, સંદેહ હોય, સંદેહવાળુ અસ્પષ્ટ (૪) અસ્પષ્ટ; સંદેહયુક્ત; અનિશ્ચિત. (૫) જેના વિશે સંદેહ હોય તે. (૬) અસ્પષ્ટ; સંદેહયુક્ત; શંકાસહિત; શંકાશીલ. (૭) અસ્પષ્ટ; શંકાશીલ; સંદેહ; વહેમ. સંઘપણ શરીરની દૃઢતા; શરીરના હાડ વગેરેનું બંધારણ-બાંધો સંધાત :ભેગા મળવું તે; એકઠા થવું તે; મિલન સંધ્યાત નામર્ભ જે કર્મના ઉદયથી, ઔદારિકાદિ શરીરોના પરમાણું, છિદ્રરહિત - એકતાને પ્રાપ્ત કરે. સંધાન : ધ્યાન; લક્ષ; મિલન, મેળાપ; જોડાણ, સાંધણ સલ સાંધ,તડ (૨) તડ; તિરાડ. સક્ટિ નજીક (૨) સમીપ; પાસે. (૩) અત્યંત નિકટ સનિ:સંબંધ; સમીપતા સન્નિપાત :મેળાપ; સંબંધ થવો તે સમ મધ્યસ્થ અર્થાત્ રાગદ્વેષથી વિકૃત નહિ બનેલો (૨) સમાન (૩) ઈટાનિષ્ટપણાથી રહિત. ૯૫૧ સમ અવસ્થાન સ્થિરપણે-દઢપણે રહેવું તે, દઢ પણે ટકવું તે. સમ પરિણામ :વિકલ્પ રહિત પરિણામ સમ સુખ દુઃખ સુખ અને દુઃખ (અર્થાત્ ઈષ્ટ તેમજ અનિષ્ટ સંયોગ) બન્ને જેમને સમાન છે એવા. (૨) સુખ દુઃખ જેને સમાન છે એવા; ઇષ્ટાનિષ્ટ સંયોગોમાં જેને હર્ષ શોકાદિ વિષમ પરિણામ થતા નથી એવા (જેને રાગ-દ્વેષ મોહ નથી, તે મુનિ નિર્વિકાર ચૈતન્યમય છે અર્થાત તેનું ચૈતન્ય પર્યાય પણ વિકાર રહિત છે તેથી તે સમ સુખદુઃખ છે. (૩) જેને સુખ અને દુઃખ સમાન છે. એવો. (૪) સુખ અને દુઃખ (ઈષ્ટ તેમજ અનિષ્ટ સંયોગ) બન્ને સમતપનો પરિગ્રહ :શત્રુમિત્રાદિનો સમસ્ત પક્ષપાત સમઅવસ્થિત સ્થિરપણે-દૃઢપણે રહેવું, દૃઢપણે ટકવું તે. સમકની કસરખી હદના (૨) સમાન. સમતિ :અંદર ધ્રુવ ત્રિકાળી શ્રદ્ધાથી ભરેલો ચૌતન્ય સામાન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં એકાગ્ર થઈને તેનો અનુભવ કરતાં અંદરમાં તેની નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે તે સમક્તિ અર્થાતુ સમ્યગ્દર્શન છે. અને તે ધર્મની પ્રથમ પહેલી શ્રેણી છે. (૨) અંદર ધૃવ ત્રિકાળી શ્રદ્ધાથી ભરેલો ચૈતન્ય સામાન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં એકાગ્ર થઈને તેનો અનુભવ કરતાં અંદરમાં તેની નિર્વિકલ્પ પ્રવીતિ થાય છે તે સમતિ અર્થાત્ સમ્યગ્દર્શન છે. અને તે ધર્મની પહેલી શ્રેણી છે. (૩) સમક્તિ ભલે ક્ષાયિક હોય તો પણ આ જ્ઞાન ભાવક્ષતજ્ઞાન હોવાથી માયોપશમભાવ સ્વરૂપ છે. સમક્તિ ભલે ક્ષાયિક હોય પણ જ્ઞાન નો ક્ષાયોપથમિકભાવે જ છે. સમતિના પચ્ચીસ દોષ :૮ મદ, ૩ મૂઢતા, ૬ અનાયતન અને શંકા વગેરે ૮ દોષ; એ મળીને સમ્યગ્દર્શનના ૨૫ દોષ છે સમ્યગ્દર્શનના ૮ અંગ (ગુણ) જાણીને સારી રીતે સમજીને દોષોનો ત્યાગ અને ગુણોનું ગ્રહણ કરવું જોઈએ. સમ્યગ્દષ્ટિની ચાર ભાવના - સંવેગ, અનુકંપા, આસ્તિક્ય અને પ્રથમ સમ્યગ્દષ્ટિને આ ચાર ભાવના હોય છે. સમશ :પ્રત્યક્ષ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy