SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ :- જે આત્મા સમસ્ત દ્રવ્ય પર્યાયરૂપ સમસ્ત શેયને જાણતો નથી, તેનું જ્ઞાન (સમસ્ત જ્ઞેય જેનું નિમિત્ત છે એવા) સમસ્ત શેયાકાર પર્યાયે નહિ પરિણમતું હોવાથી અધૂરારૂપે પરિણમે છે – પરિપૂર્ણરૂપે પરિણમતું નથી, તેથી પરિપૂર્ણ એક જ્ઞાન જેનું સ્વરૂપ છે એવો તે આત્મા પોતાપણે જ પૂર્ણ રીતે પરિણમતો નથી અર્થાત્ પોતાને જ પૂર્ણ રીતે અનુભવતો-જાણતો નથી. આ રીતે સિદ્ધ થયું કે જે સર્વને જાણતો નથી તે એકને-પોતાને પૂર્ણ રીતે જાણતો નથી. સર્વ પ્રકાર શાનાવરણના કાયને લીધે સર્વ પ્રકારના પદાર્થાને જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મના ક્ષયને લીધે. સર્વપુરુષાર્થમાં સારભૂત ઃધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષ અર્થોમાં (પુરુષપ્રયોજનમાં) મોક્ષ જ સારભૂત (શ્રેષ્ઠ તાત્ત્વિક) પુરૂષ-અર્થ છે. સર્વભૂત ઃસામર્થ્યસ્વરૂપ; પરિપૂર્ણ સ્વરૂપ. સર્વભૂતો સર્વ પ્રાણીઓ; સર્વ જીવો. (૨) પ્રાણીઓ ઈન્દ્રિય ચક્ષુ છે. મૂર્ત દ્રવ્યોને દેખવાવાળા ઈન્દ્રિયચક્ષુ છે. સર્વભાવાન્તરસ્જીિદે પોતાના ભાવથી અનેરા સર્વ જીવ-અજીવ (ચરાચર) ગતિ કરનાર અને ગતિસ્થ (સ્થિત રહેનાર) સર્વ પદાર્થોને સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વ વિશેષો સહિત એક જ સમયમાં જાણનારો છે. આ પયાસ્યના પૂર્ણ સમાર્થ્યની વાત છે. પોતાના ભાવને તો સ્વાનુભૂતિથી જાણે, પણ ભાવાન્તાર કહેતાં બીજાના ભાવોને પણ સંપુર્ણ જાણનાર છે. પોતાથી અનેરા બધા ભાવો એટલે કે સર્વક્ષેત્ર સંબંધી અને સર્વકાળ સંબંધી બધા જીવ-રજીવ પદાર્થોને સર્વ વિશેષો સહિત-એટલે કે એકેક દ્રવ્યના બધા ગુણો અને પર્યાયો સહિત એક જ સમયે જાણનાર છે. આમ, આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે એમ સિધ્ધ કર્યું. સર્વમાન્ય ધર્મ :સર્વ જીવોને માન્ય આત્માનો ધર્મ. સહુને સરખો લાગુ પડે. સર્વલોક ત્રણે લોક સર્વલોકના અધિપતિઓ ત્રણે લોકના સ્વામીઓ-સુરેન્દ્રો, અસુરેન્દ્રો અને ચક્રવર્તીઓ. ૯૫૦ સર્વવ્યાપી :ભગવાન સર્વને જાણે છે માટે તે સવસ્થાપી કહેવાય છે. (૨) સર્વને દેખનાર-જાણનાર સર્વવિરતિ ઃસ્વરૂપમાં વિરાગ પામવું સર્વવિદ્ધ પારિણામિક આત્માનો સહજ અકૃત્રિમ, એક શુદ્ધ સ્વભાવ, જે સમ્યગ્દર્શનનો વિષય છે. સર્વદ્યુત :આત્માને પરમાર્થ સ્વરૂપે જેવો છે તેવો કહેનાર, સર્વશ્રુતરૂપ વ્યવહાર દૃઢપણે આવે છે, જે કાર્ય અધુરૂં શ્રુત જ્ઞાન કરે છે, માટે તે સર્વશ્રુત છે. આત્માને પકડવા માટે નવ તત્ત્વના યથાર્થ સ્વરૂપ થોડો કે ઘણો ગમે તે વિચાર હોય, તો પણ તેને વ્યવહારે સર્વશ્રુત કહેવામાં આવે છે. સર્વાંગ :અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ સર્વસ્વભૂત ઃસામર્થ્ય સ્વરૂપ; પરિપૂર્ણ સ્વરૂપ. સર્વાંગ :બધી રીતે. (૨) સંપૂર્ણ; સુસ્પષ્ટ. સર્વગુણ સમૃદ્ધ ઃ સર્વ આત્મા પ્રદેશો-સર્વ ઈન્દ્રિયગુણો વડે સમૃદ્ધ સર્વોપ્રગટ સકળ ઈંદ્રિયસમૂહ વડે ગ્રાહ્ય (જણાવા યોગ્ય) સર્વાતિશયિ સર્વોત્કૃષ્ટ. સર્વાભાસ :અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસ સર્વાભાસ રહિત ઃઅન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો. સર્વોત્કૃષ્ટ :સર્વથી ઉત્તમ. સર્વોત્તમ સર્વથી ઉત્તમ. સાતતત્વોનું યથાર્થ શ્રધ્ધાન ઃ (૧) જીવનો સ્વભાવ ક્ષાયક શુધ્ધ ચિદાનંદ છે. રાગ અને શરીરથી ભિન્ન છે. (૨) સજીવ=શરીર, કર્મ,આદિ સજીવ છે, અને સજીવનો સ્વભાવ જડ છે. (૩) આસવ=પુણ્ય-પાપના પરિણામ આસવ છે, અને તેનો સ્વભાવ સાકુળતા છે. મારો સ્વભાવ અનાકુળ આનંદ છે. (૪) બંધ=વિકારમાં અટકવું તે બંધ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy