SearchBrowseAboutContactDonate
Page Preview
Page 941
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૧ સત્યકાર :સાક્ષાત્કાર. સત્યધર્મ હિતરૂપ ધર્મ. સત્યપરાયણ :સત્યનિષ્ઠ; સત્યમાં જેને પાકી લગની અને શ્રધ્ધા હોય તેવું સત્યવાહણ સત્ય સ્વીકાર. સત્યવ્રતની પાંચ ભાવનાઓ: (૧) ક્રોધનો ત્યાગ (૨) લોભનો ત્યાગ (૩) ભયનો ત્યાગ હાસ્યનો ત્યાગ કેમ કે આ ચારને વશ થઇને અસત્ય બોલી જવાય ૫. કોઈની આકૃતિ જોઈને તેનો અભિપ્રાય પ્રગટ કરી દેવો – એ પાંચ | સત્ય અણુવ્રતના અતિચાર છે. (૩) મિથ્યા ઉપદેશ, રહોભ્યાખ્યાન, કૂટલેખક્રિયા, ન્યાસ અપહાર અને સાકાર મંત્રભેદ એ પાંચ સત્ય અણુવ્રતના અતિચારો છે. (૧) મિથ્યા ઉપદેશ=કોઇ જીવને અભ્યદય અગર મોક્ષ સાથે સબંધ રાખવાવાળી ક્રિયામાં સંદેહ ઉત્પન્ન થયો અને તેણે આવીને પૂછયું કે આ વિષયમાં મારે શું કરવું ? તેનો ઉત્તર આપતાં સમ્યદ્રષ્ટિ વ્રતધારીએ પોતાની ભૂલથી વિપરીત માર્ગનો ઉપદેશ આપ્યો, તો તે મિથ્યા ઉપદેશ કહેવાય છે; અને તે સત્ય અણુવ્રતનો અતિચાર છે. જાણવાં છતાં જો મિથ્યા ઉપદેશ કરે તો તે અનાચાર છે. વિવાદ ઉપસ્થિત થતાં સંબંધને ઉલ્લંઘીને અસંબંધરૂપ ઉપદેશ આપવો તે પણ અતિચારરૂપ મિથ્યાઉપદેશ છે. રહોલ્યાખ્યાન=કોઇ ખાનગી વાત પ્રગટ કરવી તે. કૂટ લેખક્રિયા=પર પ્રયોગના વિશે (અજાણતાં) કોઇ ખોટો લેખ લખવો તે. ન્યાસ અપહાર=કોઇ માણસ કાંઇ વસ્તુ મૂકી ગયો અને તે પાછી માંગતી વખતે તેણે ઓછી માગી ત્યારે એ પ્રમાણે ઓછું પાછું કહીને તમારું જેટલું હોય તેટલું લઇ જાવ એ કહેવું તથા આપવું તે વાસ વ્યવહાર છે. સાકાર મંત્રભેદ=હાથ વગેરેની ચેષ્ટા ઉપરથી બીજાના અભિપ્રાયને જાણીને તે પ્રગટ કરી દેવો તે સાકાર મંત્રભેદ છે. વ્રતધારીને આ દોષો પ્રત્યે ખેદ હોય છે તેથી તે અતિચાર છે, પણ જીવને જો તે પ્રત્યે ખેદ ન હોય તો તે અનાચાર છે એટલે કે ત્યાં વ્રતનો અભાવ જ છે એમ સમજવું સત્ય આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપને ઓળખનાર તથા શુદ્ધ સ્વરૂપમાં સુનિશ્ચિતપણે રહેનાર, ટકનાર, પરમાત્મદશાને પામેલા તે. સત્ય પુરૂષાર્થ:સ્વભાવ સન્મુખતાનો પુરૂષાર્થ (૨) મોક્ષમાર્ગ. - ( ૩) (૫) અનુવીચી ભાષણ-શાસ્ત્રોક્ત વચન કહેવું. સત્યાત્મા સર્વજ્ઞ પરમેશ્વર એ સાચા સત્યાત્મા છે કેમ કે પર્યાયમાં સત્યાર્થપણું પ્રગટ થઇ ગયું છે. એમ દ્રવ્ય પોતે સત્યાત્મા સત્યાર્થ ભૂતાર્થ ત્રિકાળ છે. સત્યાર્થ છે. (૨) નિર્મળ સ્વતંત્રપણે પોતાનો અસ્તિસ્વભાવ. (૩) નિર્મળ સ્વતંત્રપણે પોતાનો અસ્તિ સ્વભાવ, તે સત્યાર્થ છે. સત્તસ્વરૂપ :શાશ્વત વસ્તુરૂપ. સત્યરસપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી; છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુમ આચરણા છે. બાકી તો કંઇ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઇ કાળે છૂટકો થનાર નથીઆ અનુભવવચન પ્રમાણિક ગણ. એક પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઇ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે મોક્ષે જઇશ. રા.વચનામૃત ૭૬ (૨) બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરૂષને શોધીને તેના ચરણકમળમાં સર્વમાત્ર અર્પણ કરી દઈ વર્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. પુરૂષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાં નથી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy