SearchBrowseAboutContactDonate
Page Preview
Page 924
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધશ્રદ્ધાનો વિષય ત્રિકાળ નિરપેક્ષ દ્રવ્ય છે. સામાન્ય ધૃવ સ્વભાવ અભેદપણે, | નિર્મળપણે લક્ષમાં લેવો તે છે, અને નિશ્ચયનો વિષય પણ અભેદ નિર્મળ છે. પણ નિશ્ચયનો વિષય શ્રદ્ધા-સમ્યગ્દર્શન નથી, કારણ કે સમ્યગ્દર્શન તે પર્યાય છે, સમ્યજ્ઞાન તથા ચારિત્ર પણ પર્યાય ચે. અને પર્યાયના ભેદ તે વ્યવહારનો વિષય છે. જ્ઞાનીને દર્શન, જ્ઞાન,ચારિત્ર વિદ્યમાન નથી કારણ કે તે પર્યાય છે. ખંડ છે. વ્યવહારનયનો વિષય છે અને અભેદદષ્ટિમાં નિશ્ચયમાં બંધ-મોક્ષ, સાધ્ય-સાધક વગેરે બધી પર્યાય ગૌણ થઈ ઝાય છે. સામાન્ય વિશેષપણું એક જ સમયે છે, તેમાં નિશ્ચયના વિષય ઉપર દષ્ટિ કરનાર સમ્યક દષ્ટિ છે. એક સમયે એક પર્યાય પ્રગટ હોય-પર્યાયના ભેદ વ્યવહારનો વિષય હોવાથી અભૂતાર્થ છે, અર્થાત્ ત્રિકાળ વિદ્યમાન નથી, તેથી શુદ્ધનય વડે ભેદને ગૌણ કરાય છે. (૨) માન્યતા, વિશ્વાસ, પ્રતીતિ (૩) જ્ઞાન દ્વારા શ્રદ્ધાનું લક્ષ થાય છે. છતાં શ્રદ્ધા શ્રદ્ધાથી -(સ્વભાવ ઉપર લક્ષ કરવાથી) પ્રગટે છે. અને શ્રદ્ધાના સમ્યક્ષણાને લીધે જ્ઞાનમાં પણ સમ્યપણું આવે છે. શુદ્ધન(સમ્યક્ શ્રુતજ્ઞાનના અંશ) વડે આત્માને પરથી નિરાળો, અંખડ જ્ઞાચકપણે લક્ષમાં લેવો અને એ જ સ્વરૂપે ત્રિકાળી રહે છે તેમ માનવું તે સભ્યશ્રદ્ધા છે. (૪) સ્વભાવ ઉપર લક્ષ કરવાથી શ્રદ્ધા પ્રગટે છે. (૫) વિશ્વાસ, જે વિશ્વાસ કરે છે તે ભગવાન આત્મા છે. પરમાં વિશ્વાસ કરે છે કે કાલે કદાય પાપનો ઉદય આવશે તો શું થશે? માટે પૈસા વગેરે સંઘરી રાખો. એમ પરનો વિશ્વાસ કરનાર ભલે આત્માનો વિશ્વરસ નથી કરતો, પણ અપ્રગટપણએ પૂર્વ કર્મનું અસ્તિપણું સ્વીકારે છે. તેથી આત્માનું અસ્તિપણું પણ પૂર્વે હતું એમ તેમાં અપ્રગટપણે સ્વીકારાઈ જાય છે. પૂર્વે કોઈ પાપના ભાવ કર્યા હોય તો પ્રતિકુળતા આવે એમ જો કે હજી કોઈ પ્રતિકૂળતા ભાળી નથી કે આવી નથી તો પણ તેનો વિશ્વાસ કરે છે, જડ કર્મને કંઈ ખબર નથી કે અમે (૬) શ્રદ્ધાનું કાર્ય પ્રતીત કરવાનું છે. (૭) માન્યતા, વિશ્વાસ, પ્રતીતિ, અભિપ્રાય, સમજણ. (૮) જ્ઞાન દ્વારા શ્રદ્ધાનું લક્ષ થાય છે. છતાં શ્રદ્ધા શ્રદ્ધાથી (સ્વભાવ ઉપર લક્ષ કરવાથી) ર્પગટે છે અને શ્રદ્ધાના સમ્યકપણાને લીધે જ્ઞાનમાં પણ સમ્યકપણું આવે છે. ૯૨૪ શ્રદ્ધાન :દઢ વિશ્વાસ, પ્રતીતભાવ, પ્રતીતિ. શ્રદ્ધાનાં જેવો લક્ષમાં લેવો શ્રદ્ધાશકિત શ્રદ્ધાશકિત ત્રિકાળ છે. આ જ્ઞાનાનંદમય ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે હું છું એવી પ્રતીતિ-શ્રદ્ધાન થાય તેનું કાર્ય છે. સમ્યગ્દર્શન રૂપ થવું તે શ્રદ્ધાશકિતનું કાર્ય ચે. શ્રદ્ધા રુચિ, ભાવ, પ્રેમ, તલ્લીનતા (૨) નિશ્ચય, અનુભવ (૩) વિશ્વાસ, યકીન, આસ્થા, ભરોસો, દઢ સંકલ્પ શ્રદ્ધાણ જે ગુણની નિર્મળ દશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધ આત્માનો પ્રતિભાવ (યથાર્થ પ્રતીતિ) થાય તેને શ્રદ્ધા (સમ્યત્વ) કહે છે. પ્રમાણ :આત્માને તપથી પરિશ્રમ કરાવનારા તે શ્રમણ (૨) મુનિવર (૩) મહાશ્રમણો, સર્વજ્ઞવીતરાગદેવો (૪) શ્રમણના બે ભેદ છે, સંયમીઓને દીક્ષા આપનાર, સૂરિ, ગુરુ, આચાર્ય કહેવાય છે. બાકીના શ્રમણ, જે સંયમમાં દોષ લગાડતાં પોતાના ઉપદેશ દ્વારા તે છેદ પ્રાપ્ત મુનિને સંયમમાં સ્થાપિત કરે છે તે નિર્ણાયક કહેવાય છે. (૫) શ્રમણોના બે મુખ્ય ભેદો છે. એક સૂરિ અને બીજો નિપક સૂરિ જેને આચાર્ય તથા પ્રવચનસારના કર્તાના શબ્દોમાં ગુરુ પણ કહે છે, તે જિનલિંગ ગ્રહણના ઈચ્છક સંયમીઓમમઓને પ્રવ્રજયા-દીક્ષા આપે છે. બાકીના તે બધા શ્રમણોને નિર્યાપક બતાવ્યા છે. નિર્યાપક ગુરુઓને શિક્ષાગુરુ અથવા મૃતગુરુ કહે છે. (૬) મુનિવર (૭) શ્રમણના ચાર ભેદ છેઃ (૧) ઋષિ =ઋધ્ધિ સહિત શ્રમણ તે ઋષિ છે. (૨) મુનિ = અવધિજ્ઞાન, મનઃ પર્યયજ્ઞાન વા કે વળજ્ઞાન સહિત શ્રમણ તે મુનિ છે. (૩) યતિ = ઉપશમક કે ક્ષયક શ્રેણિમાં આરૂઢ શ્રમણા તે યતિ છે. અણગાર =ઉપરોકત ત્રણ સિવાયના અર્થાત્ ઋદ્ધિ વિનાના, અવધિ, મનઃ૫ર્યાય કે કેવળજ્ઞાન વિનાના અને શ્રેણિ વિનાના શ્રેણણ તે સામાન્ય સાધુ અણગાર છે. તે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy