SearchBrowseAboutContactDonate
Page Preview
Page 920
Loading...
Download File
Download File
Page Text
________________ અશુભલાગણી પાપબંધનનો ભાવ છે. બન્ને વિકાર છે ને તેથી આત્માના ગુણમાં મદદગાર નથી. હિંસા, અસત્ય, ચોરી,અબ્રહ્મ, પરિગ્રહની મૂર્છા વગેરે અશુભ ભાવ છે, ને તેનાથી પાપબંધ થાય છે. અહિંસા, સત્ય,અચૌર્ય, બ્રહ્મચર્ય,સેવા,પૂજા,વ્રત,ભકિત આદિ શુભભાવ છે. તેનાથી પુણ્યબંધ થાય છે. અવિકારી આત્મધર્મ તે બંન્નેથી જુદો છે. આત્મામાં પરનું ગ્રહણ કરવું કે છોડવું એવો કોઈ સ્વભાવ નથી. તેમજ શુભ-અશુભ વૃત્તિ પણ પરમાર્થે તેનું સ્વરૂપ નથી. વળી પ્રમત્ત અને અપ્રમત્ત જોવા ભેદ પણ તેનામાં નથી. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય કરવી, એવું જ્ઞાની પુરુષનું કથન હોય જ નહીં. પુરુષનું વચન અધર્મમાં ધર્મનું સ્થાપન કરવાનું હોય જ નહિ. જે ક્રિયા કરવી તે નિર્દભપણે, નિહંકારપણે કરવી, ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભકિયાનો કાંઈ નિષેધ છે જ નહીં, પણ જયાં જયા શુભ ક્રિયાથી મોક્ષ માન્યો છે. ત્યાં ત્યાં નિષેધ છે. ઉપદેશ છાયા-૧૧ શુભ-અશુભ બંધ :પ્રથમ તો દ્રવ્યબંધ વિશિષ્ટ પરિણામથી હોય છે. પરિણામનું વિશિષ્ટપણું રાગ-દ્વેષ-મોહમયપણાને લીધે છે. જે શુભ અને અશુભપણાને લીધે Àતને અનુસરે છે. ત્યાં મોહ-દ્વેષ-મયપણા વડે અશુભપણું હોય છે, અને રાગમયપણા વડે શુભપણું તેમજ અશુભપણું હોય છે કારણ કે રાગ વિશુદ્ધ તેમ જ સંકલેશવાળો હોવાથી દ્વિવિધ હોય છે. મોહમય પરિણામ તેમજ ટ્રેષમય પરિણામ અશુભ છે. ધર્માનુરાગ વિશુદ્ધિવાળો હોવાથી ધર્માનુરાગમય પરિણામ શુભ છે. વિષયાનુરાગ સંકલેશવાળો હોવાથી વિષયાનુરાગ પરિણામ અશુભ છે. પ્રથમ તો પરિણામ દ્વિવિધ છે- પરદ્રવ્યપ્રવૃત્ત (પદ્રવ્ય પ્રત્યે પ્રવર્તતો) અને સ્વદ્રવ્ય પ્રવૃત્ત તેમાં પરદ્રવ્યપ્રવૃત્ત પરિણામ પર વડે ઉપરકત (પરના નિમિત્તે વિકારી) હોવાથી વિશિષ્ટ પરિણામ છે અને સ્વદ્રવ્યપ્રવૃત્ત પરિણામ પર વડે ઉપરકત નહિ હોવાથી અવિશિષ્ટ પરિણામ છે. ત્યાં વિશિષ્ટ પરિણામના પૂર્વોકત બે ભેદ છેઃ શુભ પરિણામ અને અશુભ પરિણામ , તેમાં પુણ્યરૂપ પુદ્ગલના બંધનું કારણ હોવાથી શુભ પરિણામ પુણ્ય છે. અને પાપરૂપ પુદ્ગલના બંધનું કારણ હોવાથી શુભ પરિણામ પુણય છે. અને પાપરૂપ પુદગલના બંધનું કારણ હોવાથી અશુભ પરિણામ પાપ છે. અવિશિષ્ટ પરિણામ તો શુદ્ધ હોવાથી એક છે, તેથી તેના ભેદ નથી. સ્વાત્મદ્રવ્યમાં પ્રવર્તતો એવો શુદ્ધ પરિણામ, કાળે સંસારદુઃખના હેતૃભૂત કર્મપુલના ક્ષયનું કારણ હોવાથી સંસાર દુઃખના હેતુભૂત કર્મપુદ્ગલના ક્ષયસ્વરૂપ મોક્ષ શુભ-અશુભભાવ :શુભ-અશુભભાવ તે ભાવકર્મ છે. શભઉપયોગ : જે જિનેન્દ્રોને જાણે છે, સિદ્ધોને તથા અણગારોને (આચાર્યો, ઉપાધ્યાય, અને સાધુઓને શ્રદ્ધે છે, જીવો પ્રત્યે અનકંપાયુકત છે તેને તે શુભ ઉપયોગ છે. વિશિષ્ટ (ખાસ પ્રકારની) ક્ષયોપશમ દશામાં રહેલાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ પુલો અનુસાર પરિણતિમાં લાગેલો હોવાને લીધે શુભ ઉપરાગ ગ્રહ્યો હોવાથી , જે (ઉપયોગ) પરમ ભદારક, મહા દેવાધિદેવ, પરમેશ્વર એવા અહંતની સિદ્ધની અને સાધુઓની શ્રદ્ધા કરવામાં તથા સમસ્ત જીવસમૂહોની અનુકંપા આચરવામાં પ્રવર્તે છે તે શુભ ઉપયોગ છે. (૨) શુભઉપયોગ તો બંધનું અથવા સંસારનું કારણ છે કમ શુદ્ધ ઉપયોગ તે નિર્જરા-મોક્ષનું કારણ છે. (૩) દેવપૂજા, સ્વાધ્યાય,દયા,દાન વગેરે શુબભાવરૂપ આચરણ. શુભનામ કર્મ જે કર્મના ઉદયથી, શરીરના અવયવ સુંદર હોય, તેને શુભનામ કર્મ કહે છે. શુભભાર :શુભપ્રકારે શુભભાવ કયાયના વિપાકનું મંદપણું જેમનું લક્ષણ છે એવાં જે વિશુદ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી. રાગની મંદતાના જે અસંખ્ય પ્રકાર (શુભભાવ) છે તે શુભ-અશુભ ભાવ કેવાં છે? :પુણ્ય-પાપને ઉત્પન્ન કરનારા છે પણ આત્માની શુદ્ધાતને તે ઉત્પન્ન કરનાર નથી. શુભ લાગણી પુણ્યબંધનનો ભાવ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy