SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ :પવિત્ર શુભ અને અશુભ ધર્માનું રાગ વિશુદ્ધિવાળો હોવાથી, ધર્માનુરાગમય પરિણામ શુભ છે. વિષયાનુરાગ સંકલેશવાળો હોવાથી વિષયાનુરાગમથી પરિણામ અશુભ છે. શુભ અવ્યવસાય :એ મુખ્ય પણેતો દેવલોક છે. શુભ અશુભ કર્મો :જેમ તોલ કરવાના કાંટામાં એક તરફના ત્રાજવામાં એક છેરનું તોલું મૂકવામાં આવે અને સામેના ત્રાજવામાં એક શેર વસ્તુ આવે ત્યારે કાંટો બરાબર વચ્ચે આવી સ્થિર થાય છે, તેમાં તેને જ્ઞાનની જરૂર નથી, તેમ શુભાશુભ કર્મોમાં પણ એવી જ વિચિત્ર યોગ્યતા છે. જડ કર્મમાં જ્ઞાન નથી છતાં જેવા રાગાદિભાવ જીવ કરે તેવા નિમિત્તરૂપ સામે જડ રજકણો પોતાના કારણે કર્મરૂપે અવસ્થા ધારણ કરે તેવી તેનામાં યોગ્યતા છે. જડ વસ્તુમાં અનંત તાકાત તેની છે, અનંત શકિત પોતા પ્રત્યે છે, એક સમયમાં શીધ્ર ગતિ કરી નીચેના છેલ્લા સાતમાં પાતાળથી ઊંચેના લોકનો અગ્રભાગે એની મેળે રજકણ ચાલ્યો જાય છે. એની તાકાત જીવને આધીન નથી, છતાં નિમિત્ત-નૈમિત્તિક એવો મેળ સ્વતંત્રપણે છે કે જયાં જીવના રાગદ્વેષનું નિમિત્ત હોય ત્યાં કર્મરૂપ બંધાવા યોગ્ય એવાં રજકણો હાજર હોય છે. દૂધનાં મીઠાં રજકણો દહીંરૂપ ખાંડાં થયાં તે તેના સ્વભાવે થયાં છે. કોઈએ કર્યા નથી. લાકડું તરે ને લોઢું બૂડે તે તે વખતની અવસ્થાનો પુદ્ગલનો જ સ્વભાવ છે. આત્માનો ભાવ આતને આધીન અને જડની અવસ્થા જડને આધીન છે. છતાં એકલા સ્વભાવમાં વિકાર થઈ શકે નહિ. આવી રીતે બે સ્વતંત્ર પદાર્થને વ્યવહાર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે અને પરસ્પર એક ક્ષેત્રાવગાહ સંયોગ થાય છે. છતાં એકબીજાની અવસ્થા કરી શકવાપણે સંબંધ નથી, આ માનવું તે અભૂતાર્થ (વ્યવહાર) નયને કબૂલ્યો કહેવાય. નિમિત્ત અને વિકારી યોગ્યતારૂપ અવસ્થાને કબૂલ્યા પછી પૂર્ણ અવિકારી ધ્રુવ સ્વભાવને જોવાનું મુખ્ય રહે છે. સ્વભાવના જોરે અંદરથી નિર્મળ અવસ્થા ઊઘડે છે, વારંવાર અખંડ નિર્મળ એકાકાર જ્ઞાયક સ્વભાવની દઢતાનું જોર ઘૂંટાય છે. આ સમ્યગ્દર્શન અને સંવર થવાની પહેલી વાત છે. શુભ ઉપયોગ : જે ઉપયોગ પરમ ભટ્ટારક, મહા દેવાધિદેવ, પરમેશ્વર એવા અહંતની સિદ્ધની અને આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓની શ્રદ્ધા કરવામાં તથા સમસ્ત જીવસમૂહની અનુકંપા આચરવામાં પ્રવર્તે છે, તે શુભ ઉપયોગ છે. (૨) દેવપૂજા, સ્વાધ્યાય, દયા, દાન વગેરે શુભ ભાવ રૂપ આચરણ. (૩) ઈન્દ્રિયસુખનાં સાધન, દેવ,ગુરુ, યતિની પૂજામાં, દાનમાં, સુશીલોમાં તથા ઉપવાસાદિકમાં રુચિ ધરાવનાર આત્મા શુભોપયોગાત્મક છે. જયારે આ આત્મા દુઃખના સાધનભૂત એવી દ્વેષરૂપ તથા ઈન્દ્રિય વિષયના અનુરાગરૂપ અશુભ ઉપયોગની ભૂમિકાને ઓળંગી જઈને, દેવ,ગુરુ, યતિની પૂજા, દાન, શીલ, અને ઉપવાસ આદિની પ્રીતિ સ્વરૂપ ધર્માનુરાગને અંગીકૃત કરે છે ત્યારે તે ઈન્દ્રિય સુખના સાધનભૂત શુભોપયોગ ભૂમિકામાં આરૂઢ કહેવાય છે. શભ ઉપયોગનું સ્વરૂપ જે જિનેનદ્રિોને જાણે છે. સિધ્ધોને તથા અણગાદ્યને (આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓને) શ્રદ્ધે છે, જીવો પ્રત્યે અનુકંપાયુકત છે, તેને શુભ ઉપયોગ છે. વિશિષ્ટ(ખાસ પ્રકારની) ક્ષયોપશમ દશામાં રહેલા દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયરૂપ પુદ્ગલો અનુસાર પરિણતિમાં લાગેલો હોવાને લીધે શુભ ઉપરાગ ગ્રહ્યો હોવાથી જે ઉપયોગ પરમ શુભ-અશુભ અને મિશ્ર(મધ્યમ) પ્રકારના ભાવ :એ ત્રણે કષાયભાવ છે, તેનાથી આત્માને કાંઈ ગુણ નથી. શુભ-અશુભ ઉપયોગ :જ્ઞાન-દર્શનનું સારું નરસું પરિણમન. શુભ અશુભ સ્પિા ઝેર ને અમૃત સરખાં છે એમ જ્ઞાનીઓએ કહ્યું હોય તો તે અપેક્ષિત છે. ઝેર અને અમૃત સરખાં હોવાથી ઝેર ગ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. ક્રિયા, શુભ અને અશુભનો નિષેધ કહ્યો હોય તો મોક્ષની અપેક્ષાએ છે. સ્થી કરી શુભ અને અશુભ ક્રિયા સરખી છે એમ ગણી લઈ અશુભ ક્રિયા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy