SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તેનામાં નથી. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. શુદ્ધઉપયોગ :નિરુપરાગ, નિર્વિકાર છે. શુદ્ધઉપયોગનો પ્રસાદ કેવળજ્ઞાન શુદ્ધચારિત્ર :ભગવાન આત્મામાં અકૃત્રિમ પરમસ્વરૂપસ્થિત અવિચળ શુદ્ધ ચારિત્રનો ભાવ ભર્યો પડયો છે. ભગવાન! તું ત્રિકાળ શુદ્ધ પરમવીતરાગી સ્વભાવી આત્મા-પરમાત્મા છો. ભગવાન આત્મા સદાય જિનબિંબ સ્વરૂપ-વીતરાગ-સ્વરૂપ જ છે. થતા :પ્રમાણિકતા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતીયતા શુદ્ધવ્યાર્થિક નય ૫રના આશ્રય વગરનું પવિત્ર દ્રવ્ય તે શુદ્ધ છે. (૨) પરના આશ્રય વગરનું પવિત્ર દ્રવ્ય, તે શુદ્ધ છે, આર્થિક એટલે નિર્મળ વસ્તુને જોવાનું પ્રયોજન અને નય એટલે તેનું જ્ઞાન, શુદ્ધ વસ્તુને જોવાનું જેનું પ્રયોજન છે, તે જ્ઞાનના અંશો શુદ્ધ દ્રવ્યાર્થિકન કહેવાય છે. (૩) શુદ્ધ અવસ્થા. શ્રદ્ધદષ્ટિવંત પુરુષ પોતાનું પરમ ત્રિકાળી એક ચૈતન્યતત્વ પરમ શુદ્ધ છે. અને એ શુદ્ધની દૃષ્ટિમાં તથા એ શુદ્ધના અભ્યાસમાં જે પુરુષ પ્રવીણ છે તેને શુદ્ધદષ્ટિવંત પુરુષ કહે છે. શુદ્ધ શુદ્ધોપયોગીને. શુદ્ધનય આત્માના સ્વભાવને જોનારી દષ્ટિ (૨) નિશ્ચયથી અહદ્ધ, અસ્પષ્ટ, અનન્ય,નિયત, અવિશેષ અને અસંયુકત એવા આત્માની જે અનુભૂતિ ને શુદ્ધનય છે, અને એ અનુભૂતિ આત્મા જ છે. એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. અહીં આત્માને અહદ્ધસ્પષ્ટપણે જુદા અનુભવવા માટે વ્યવહારદૃષ્ટિ ગૌણ કરીને, વર્તમાનમાં ત્રિકાળી ટકનાર પૂર્ણ શકિતથી અખંડ જ્ઞાયક સ્વભાવની શુદ્ધ છું એમ સાચી દષ્ટિ કહી છે. (૩) આત્મા અનંતગુણે કરીને શુદ્ધ છે. વિકાર એનો સ્વભાવ નથી, સ્વભાવમાં મન નહિ, વાણી નહિ, શરીર નહિ, એકલો શુદ્ધ અનંત ગુણના પિંડસ્વરૂપ આત્મા, એનો વિષય કરનાર જ્ઞાન તે શુદ્ધનય છે. (૪) સ્વભાવની દૃષ્ટિ (૫) સમ્યક ૯૧૪ શ્રુતજ્ઞાનનો અંસ (૬) પર સંયોગ આત્મામાં ત્રણ કાળમાં નથી. પરમાર્થે વિકાર પણ આત્મામાં નથી. ક્ષણિક અવસ્થા પૂરતો રોગ થાય છે તે પર લક્ષે જીવ પોતે કરે છે. પણ તે ક્ષણિક ઉત્પન્નધવસી છે. વિકારનો નાશક સ્વભાવ તે જ ટાણે-સમયે પૂર્ણ અવિકારી અસ્તિપણે છે. પર નિમિત્તના ભેદ રહિત, પર્યાયના ભેદ રહિત દરેક અવસ્થામાં ત્રિકાળી પૂર્ણ શકિત અખંડ શુદ્ધ સ્વભાવપણે છે. તેવાં નિરપેક્ષ પારિણામિક સ્વભાવને શ્રદ્ધાના લક્ષમાં લેવો તે જ્ઞાનને શુદ્ધનય કહે છે. ત્રિકાળી ધ્રુવ એકરૂપ નિર્મળ સ્વરૂપને અભેદપણે લક્ષમાં લેવું તે શુદ્ધનય છે. (૭) વર્તમાન અવસ્થાના ભેદને લક્ષમાં ન લેતાં (ગૌણ રાખીને) ત્રિકાળી એકરૂપ વીતરાગ સ્વભાવને અભેદપણે લક્ષમાં લેવો તે શુદ્ધ નય છે. (૮) આત્માના સ્વભાવને જોનારી દષ્ટિ (૯) (સમ્યક્ શ્રુત જ્ઞાનના અંશ) વડે આત્માને પરથી નિરાળો, અખંડ જ્ઞાયકપણે લક્ષમાં લેવો અને એ જ સ્વરૂપે ત્રિકાળી રહે છે તેમ માનવું તે સભ્યશ્રદ્ધા છે- સમ્યગ્દર્શન છે. (૧૦) નિરુપાધિ જીવવસ્તુસ્વરૂપનો ઉપદેશ, જીવવસ્તુનો આદિ પણ નથી, અંતપણનથી, આવું સ્વરૂપ જે સૂચવે તેનું નામ શુદ્ધનય છે. (૧૧) શુદ્ધ આત્મા, ધ્રુવ ચૈતન્ય. (૧૨) અખંડ શુદ્ધ પડખે જોવું તે શુદ્ધ નય નિશ્ચયનય. (૧૩) હું કેવળજ્ઞાનરૂપ શુદ્ધ છું. એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. આનો અર્થ એમ છે કે ત્રિકાળી વસ્તુ જે છે તે જે જ્ઞાનમાં ખ્યાલમાં આવી તેને શુદ્ધનય કહે છે. સપ્તાતુ શુદ્ધનય તો કેવળ જ્ઞાન થયે થાય છે. કેવળજ્ઞાન થતાં ચૈતન્યનો આશ્રય સંપૂર્ણ પૂરો થઈ ગયો એ અપેક્ષાએ કેવળજ્ઞાન તે સાચાં ? શુદ્ધનય કહેલો છે. વળી શુદ્ધનય સ્વરૂપ દ્રવ્ય સ્વભાવમાં કેવળ જ્ઞાનની પર્યાયનો અભાવ છે તથા પર્યાય હોવાથી કેવળ જ્ઞાનને સદ્ભુત વ્યવહારનયનો વિષય કહ્યો છે. (૧૪) વર્તમાન અવસ્થાના ભેદને લક્ષમાં ન લેતાં (ગૌણ રાખીને ત્રિકાળી એકરૂપ વીતરાગ સ્વભાવને અભેદપણે લક્ષમાં લેવો તે શુદ્ધનય છે. (૧૫) નિશ્ચયનયની દશા, અમોહરૂપ શુદ્ધ જ્ઞાન દશા, અંતર મોહ તો છૂટયો નથી. (૧૬) ત્રિકાળી જ્ઞાયકને દાણનાર સમ્યજ્ઞાનનો અંશ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy