SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ આત્માની શ્રદ્ધારૂપ સમ્યકત્વથી વિરુદ્ધભાવ :મિથ્યાત્વ શુદ્ધ ઉપયોગ : જેમણે નિજ આત્માદિ પદાર્થોને અને સૂત્રોને સારી રીતે જાણ્યાં છે. જે સંયમ અને તપ સહિત છે. જે વીતરાગ આર્થાત્ રાગરહિત છે અને જેમને સુખ-દુઃખ સમાન છે એવા શ્રમણને (મુનિવરને) શુદ્ધોપયોગી કહેવામાં આવ્યા છે. (૨) શુભાશુભ રાગદ્વેષાદિથી રહિત આત્માની ચારિત્રપરિણતિ. શ૯ ઉપયોગ અને શુભ ઉપયોગ : ધર્મ પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જ શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને પામે છે અને જો શુભ ઉપયોગવાળો હોય તો સ્વર્ગના સુખને(બંધને પામે છે. શુદ્ધોપયોગીઓએ સમસ્ત કષાયો નિરસ્ત કર્યા હોવાથી તેઓ નિરાસવ જ છે અને આ ળશુભયોગીઓને તો કષાયકણ અવિનષ્ટ હોવાથી તેઓ સામ્રવ જ છે. આમ હોવાથી જ શુદ્ધોપયોગીઓની સાથે શુભપયોગીઓને ભેગા વર્ણવવામાં (લેવામાં) આવાતા નથી, માત્ર પાછળથી (ગૌણ તરીકે) જ લેવામાં આવે છે. ભાવાર્થ :- પરમાગમમાં એમ કહ્યું છે કે શુદ્ધોપયોગીઓ શ્રમણ છે અને શુભોપયોગીઓ પણ ગૌણ પણે શ્રમણ છે. જેમ નિશ્ચયથી શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી સિદ્ધ જીવો જ જીવ કહેવાય છે. અને વ્યવહારથી ચતુગ્રતિ પરિણત અશુદ્ધ જીવો પણ જીવ કહેવાય છે. તેમ શ્રમણપણે શુદ્ધોપયોગી જીવોનું મુખ્યપણું છે અને શુભોપયોગી જીવોનું ગૌણપણું છે. કારણ કે શુદ્ધોપયોગીઓ નિજ શુદ્ધાત્મભાવનાના બળથી સમસ્ત શુભાશુબ સકંલ્પ વિકલ્પ રહિત હોવાથી નિરાસ્વ જ છે અને શુભોપયોગીઓને મિથ્યાત્વ વિષયકષાયરૂપ અશુભ આશ્વવનો નિરોધ હોવા છતાં તેઓ પશ્ચિાસત્રાવ સહિત છે. શુદ્ધ ઉપાદાનભત જે એક આનંદરૂપ, જ્ઞાયકરૂપ, ધ્રુવ સ્વભાવભાવરૂપ, પર્યાયમાં જે સમ્યગ્દર્શન જ્ઞાન -ચારિત્રરૂપ વીતરાગી દશા પ્રગટે છે તેને પણ (ક્ષણિક) શુદ્ધ ઉપાદાન કહેવાય છે. અહીં ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ ઉપાદાન તરીકે લેવું છે. શુદ્ધ દ્રવ્ય :આત્મા આદિ દ્રવ્ય. શુદ્ધ દ્રવ્યાનિક નય :શુદ્ધ અવસ્થા ૯૧૩ શુદ્ધદ્રવ્યાર્દિક શુદ્ધ નિશ્ચયનય. શુદ્ધ દ્રવ્યાર્થિનય શુદ્ધ દ્રવ્યાર્થિકનય એટલે પરના આશ્રય વગરનું પવિત્ર દ્રવ્ય તે શુદ્ધ છે, આર્થિકનય એટલે નિર્મળ વસ્તુને જોવાનું પ્રયોજન અને નય એટલે તેનું જ્ઞાન, શુદ્ધ દ્રવ્યને જોવાનું જેનું પ્રયોજન છે તે જ્ઞાનના અંશને શુદ્ધ દ્રવાયાર્થિકલય કહેવાય છે. શુદ્ધ દ્રવાયાર્થિકનય :પરના આશ્રય વગરનું પવિત્ર દ્રવ્ય તે શુદ્ધ છે. આર્થિક એટલે તે નિર્મળ વસ્તુને જોવાનું પ્રયોજન અને નય એટલે તેનું જ્ઞાન, શુદ્ધ દ્રવ્યને જોવાનું જેનું પ્રયોજન છે તે જ્ઞાનના અંશને શુદ્ધ દ્રવ્યાર્થિકન કહેવાય છે. શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદદષ્ટિ :અભેદ દષ્ટિ ગુણ પર્યાયના ભેદને સ્વીકારતી નથી. પોતાના શુદ્ધ સ્વભાવને સ્વીકારે છે. તે શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદદષ્ટિ છે. એકવાર પણ તે ભૂવાર્થનયને ગ્રહણ કર! પરમાર્થનય વડે ક્ષાયિક સમ્યગ્દર્શન ઊપજે છે, ત્યારે દર્શનમોહનો નાશ થાય છે. પરમાર્થ દૃષ્ટિ પોતાના પુરુષાર્થ વડે થાય છે. રાળ પડે ત્યારે થાય છે એમ નથી પણ પોતે પુરુષાર્થ કરે ત્યારે થાય છે. ભ્રાંતિનો નાશ થવો તે કરીને ઉત્પન્ન ન થાય. આ થો ક્ષાયિક સમ્યગ્દર્શનની વાત ચે. તેમાં ગુણસ્થાનની વાત નથી. ઊંધી માન્યતા ટળી ગઈ એટલે બંધન પણ ટળી ગયું, મિથ્યાત્વનો નાશ થયો તેને ફરીને સંસાર ઉગવાનો નથી. ઝાડનું મૂળિયું નાશ થયું તેને ફરીને ડાળાં પાદઢાં ઊગવાના નથી. શુદ્ધ દ્રવ્યાર્થિકનયે જીવ કર્તવ્ય ભોક્તત્વથી શૂન્ય છે જે ત્રિકાળને પકડે એવી જે આનંદની દશા તે રૂપે જે પરિણામ છે તે જીવ પણ શુભાશુભ રાગના અને પરપદાર્થના કર્તા-ભોકતાપણાથી શૂન્ય છે. શુદ્ધ પારિણામિક ભાવ:વસ્તુ ભગવાન આત્મા નિત્યાનંદ ચચ્ચિદાનંદ પ્રભુ સદા એક જ્ઞાયકભાવ૫ણે છે તેને શુદ્ધપાહિણામિકભાવ કહે છે. શુદ્ધ પારિણાર્મિક ભાવ વિષયક શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી શુદ્ધ સ્વભાવ :અવિકારી આત્મધર્મ શુભ-અશુભ બન્ને ભાવથી જુદો છે. આત્મામાં પરનું ગ્રહણ કરવું કે છોડવું એવો કોઈ સ્વભાવ નથી. તેમ જ શુભ-અશુભ વૃત્તિ પણ પરમાર્થે તેનું સ્વરૂપ નથી. વળી પ્રમત્ત અને અપ્રમત્ત એવા ભેદ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy