SearchBrowseAboutContactDonate
Page Preview
Page 894
Loading...
Download File
Download File
Page Text
________________ (૨ અભાષાત્મક. જેમાં ભાષાત્મક શબ્દ દ્વિવિધ છે. અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. સંસ્કૃત પ્રાકૃતાદિભાષારૂપ તે અક્ષરાત્મક છે અને દ્વીદ્રિયાદિક જીવોના શબ્દરૂ૫ તથા કેવળી ભગવાનના) દિવ્ય ધ્વનિરૂપ તે અનક્ષરાત્મક છે. અભાષાત્મક શબ્દ પણ દ્વિવિધ છે- પ્રાયોગિક અને વૈઋસિક વીણા, ઢોલ, ઝાંઝ વાસળી વગેરેથી ઉત્પન્ન થતો તે પ્રાયોગિક છે અને મેઘાદિથી ઉત્પન્ન થતો તે વૈઋસિક છે. કોઈ પણ પ્રકારનો શબ્દ હો પરંતુ સર્વ શબ્દનું ઉપાદાન કારણ લોકમાં સર્વત્ર ભરેલી શબ્દયોગ્ય વર્ગણાઓ જ છે, તે વર્ગણાઓ જ સ્વયમેવ શબ્દપેણ પરિણમે છે. જીભ ઢોલ-મેઘ વગેરે માત્ર નિમિત્તભૂત છે. (૫) પૌદગલિક પર્યાય છે. શબ્દ ઈન્દ્રિયગ્રાહ્ય હોવાથી ગુણ હતો એમ શંકા ન કરવી, કારણ કે તે (શબ્દ) વિચિત્રતા વડે વિશ્વરૂપપણું (અનેકાનેક પ્રકારપણું) દર્શાવતો હોવા છતાં તેને અનેક દ્રવ્યાત્મક પુદ્ગલ પર્યાય તરીકે સ્વીકારવામાં આવે છે. શબ્દને (પર્યાય નહિ માનતાં) ગુણ માનવામાં આવે તો તે કઈ રીતે યોગ્ય નથી તેનું સમાધાનઃપ્રથમ તો , શબ્દ અમૂર્ત દ્રવ્યનો ગુણ નથી કેમ કે ગુણ-ગુણીને અભિન્ન પ્રદેશપણું હોવોને તેઓ (ગુણ-ગુણી)૧ એક વેદનથી વેદ્ય હોવાથી અમૂર્ત દ્રવ્યને પણ શ્રવણેદ્રિયના વિષયભૂતપણું આવી ૮૯૪ (શબ્દને) ઉત્પન્ન કરનારા પુલોનું અને તેમના સ્પર્શાદિક ગુણોનું જ છે, શબ્દપર્યાયનું નહિ-અમ અતિ દઢપણે ગ્રહણ કરવું (૬) શબ્દ પણ ઈન્દ્રિયગ્રાહ્ય હોવાથી ગુણ હશે એમ શંકા ન કરવી. કારણ કે (શબ્દ) વિચિત્રતા વડે વિશ્વરૂ૫૫ણું (અનેકાનેક પ્રકારપણું) દર્શાવતો હોવા છતાં તેને અનેક દ્રવ્યાત્મક પુલપર્યાય તરીકે સ્વીકારવામાં આવે છે. શબ્દને (પર્યાય નહિ માનતાં) ગુણ માનવામાં આવે તો તે કંઈ વાતે યોગ્ય નથી તેનું સમાધાન - પ્રથમ તો, શબ્દ અમૂર્ત દ્રવ્યનો ગુણ નથી કેમ કે શબ્દ ભાષાવર્ગણાથી બને છે. તેથી પૌદ્ગલિક હોય જ છે. તેને પૌલિક વિશેષણ આપવું સ્થૂળદષ્ટિથી નિરર્થક જણાય છે. પરંતુ તે નિરર્થક નથી. શબ્દના બે ભેદ છે. (૧) દ્રવ્ય શબ્દ ભાવ શબ્દ. દ્રવ્ય શબ્દ પૌલિક છે. ભાવશબ્દ જ્ઞાનાત્મક છે. આ ભેદ બતાવવા માટે જ શબ્દને અહીં પૌલિક વિશેષણ આપ્યું છે. જે બોલાય છે તે બદા પૌદ્ગલિક જ છે. (૮) આ શબ્દ ગુણ નથી પણ પુલના શુદ્ધની પર્યાય છે. શબ્દ પર્યાય જીવમાં વિદ્યમાન નથી. આ શબ્દ જે બોલાય છે તે આત્મામાં નથી, આત્માથી નથી. આત્મા-જીવ બોલવાનો ભાવ-રાગ કરે એ બીજી વાત છે. પણ આત્મા બોલે નહિ. શબ્દ છે એ તો ભાષા વર્ગણાનું પર્યાયરૂપ પરિણમન છે. એમાં જીવ નિમિત્ત છે. ભગવાનની દિવ્યધ્વનિ અમ વ્યવહારથી કહેવાય છે. ખરેખર ભગવાનનો આત્મા દિવ્યધ્વનિનો કરનારો(કર્તા) નથી. દિવ્યધ્વનિ છે તે તેના કારણે ભાષાવર્ગણામાં ભાષારૂપ (શબ્દરૂ૫) પર્યાય થવાની જન્મક્ષણ છે તેને લઈને થાય છે. શબ્દ મારાથી (જીવથી) થાય એમ માનવું એ મિથ્યાત્વ છે. અધર્મ છે. શબ્દ જે થાય તેને સ્વના જ્ઞાનપૂર્વક હું જાણું એવી યર્થાથ માન્યતા (નિર્વિકલ્પ પ્રતીતિ) એનું નામ ધર્મ થે. પડે. (બીજું શબ્દમાં) પર્યાયના લક્ષણ વડે ગુણનું લક્ષણ ઉત્થાપિત થતું હોવાથી શબ્દ મૂર્તિ દ્રવ્યનો ગુણ પણ નથી. પર્યાયનું લક્ષણ કાદાચિતરપણું(અનિત્યપણું) છે અને ગુણનું લક્ષણ નિત્યપણું છે, માટે (શબ્દમાં) કાદાચિત્પણા વડે નિત્યપણું ઉત્થાપિત થતું હોવાથી (અર્થાત્ શબ્દ કોઈક વાર જ થતો હોવાથી અને નિત્ય નહિ હોવાથી) શબ્દ ને ગુણ નથી. જે ત્યાં નિત્યપણું છે તે તેને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy