SearchBrowseAboutContactDonate
Page Preview
Page 889
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરતા વધતાં ત્રીજા કષાયનો અભાવ થાય છે તેથી ત્યાં મહાવ્રતના પરિણામ આવે છે. ચોથી ભૂમિકાએ ત્રણ કષાય છે તેથી ત્યાં વ્રતનો આરોપ આવતો નથી. તો પછી પહેલી ભૂમિકાએ તો ચારેય કષાય ઊભા છે તેથી ત્યાં વ્રતનો આરોપ જરા પણ શેનો હોય ? ન જ હોય. ચોથી ભૂમિકાએ પૂજા-પ્રભાવના હોય, વ્રત-સમિતિ ન હોય. ઊંધી દષ્ટિવાળો રહે કે ત્યાં વ્રત સમિતિ કેમ ન હોય ? એક કહીને ખોટો આગ્રહ પકડે છે. જે જયાં ન હોય તેને ત્યાં માને, ને જે હોય તેને નમાને તેનું જ્ઞાન પણ ખોટું છે ને તેની દૃષ્ટિ પણ ખોટી છે. અને જે જે ભૂમિકાએ જે હોય તેને તે પ્રમાણે માને તેનું જ્ઞાન પણ સાચું છે ને તેની દષ્ટિ પણ સાચી છે. રાગનું અને રાગના નિમિત્તોનું યથાર્થ જ્ઞાન કરે તે જ જ્ઞાન સાચું છે. વચેશો વૃત્તિઅંશો પર્યાયોના ભેદો, અવસ્થાના ભેદો વેગપૂર્વક વહિતા બહારના અનેક પ્રકારના સંયોગ-વિયોગ-સ્ત્રી, કુટુંબ, આબરૂ વગેરે તેનું એકી સાથે આવવું ને જવું ઈચ્છા થાય ને શરીરનું એકદમ ચાલવું ને નચાલવું, પૈસાનું મળવું ને ટળવું તે બધું એકદમ વેગપૂર્વક વહે છે. શીધ્રપણે ભાવો બદલાય છે. એકસાથે એક ક્ષમમાં એનક પ્રકારના બંધનની ઉપાધિથી અતિ વેગપૂર્વક થતું પરિણમન તે બધો અસ્વભાવભાર છે. વતી સમ્યગ્દર્શનપૂર્વક અણુવ્રત કે મહાવ્રત ધારણ કરેલ હોય તેવા જીવો ગૃહ કુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અનાસકત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. ગૃહકુટુમ્બાદિ ભાવને વિષે અનાસકત બુદ્ધિ થવી તે વૈરાગ્ય. (૨) ભોગ પ્રત્યે અનાસકિત (૩) ગૃહ કુટુંબાદિ ભાવને વિષે અનાસકત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અને તેની પ્રાપ્તિ અપ્રાતિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય કલેષ તેનું મંદ થવું તે ઉપરાગ છે. (૪) ઉદાસીનતા, વીતરાગતા, સમતાભાવ (૫) ભોગ પ્રત્યે અનાસકિત (૬) વૈરાગ્ય શૃંગાર સાથે ન હોય અને શૃંગાર સાથે વૈરાગ્ય ન હોય. વર્ધમાન, હીયમાન અને સ્થિતિ એવી જે ત્રણ પરિણામની ધારા છેતેમાં હીયમાન પરિણામની ધારા સભ્યત્વઆશ્રયી (દર્શન આશ્રયી) શ્રી | તીર્થંકરદેવને ન હોય, અને ચારિત્ર આશ્રયી ભજના. (૭) વિષય કષાયની નિવૃત્તિરૂપ અને શુદ્ધાત્માની અનુભૂતિ સ્વભાવવાળો વૈરાગ્ય છે. (૮) સ્ત્રી છોડે, કુટુંબ છોડે, નાત છોડે,ધંધો છોડે, અશુભ ભાવછોડે પણ આત્માના બાન વિના, અસ્તિ-મોજુદગી-સ્વરૂપ જ પૂર્ણ ચીજ છે તે પૂર્ણ સ્વભાવના જ્ઞાન વિના વૈરાગ્ય-રાગનો અભાવ-એને સાચો હોતો નથી. ખરેખર એ વૈરાગ્ય નથી પણ રુધાયેલો-રોકેલો-દાબેલો-કષાય છે. કેમ કે તે મિથ્યાત્વ સહિત છે ને ? અજ્ઞાની ને કયાયની મંદતા દેખાય, જાણે રાગ ધરયો છે એમ લાગે પણ ચૈતન્યના પૂર્ણ સ્વરૂપના સમ્યકજ્ઞાન વિના તેને રાગ કાય ઘટયો નથી, ગુંદાયેલો છે, તે અકાય પરિણામ થયો નથી. (૯) રાગનો અભાવ. (૧૦) આસકિત ઊઠી જવી એ, રાગ ઊઠી જવો તે, વિરકિત. વિરતિ, વાસનાનો ક્ષય. (૧૧) ભોગપ્રત્યે આનાસકિત (૧૨) સંસાર, શરીર અને ભોગ-એ ત્રણેથી ઉદાસીનતા. (૧૩) સંસાર પરના મોહનો અભાવ થવા માંડે ત્યારે શરૂઆતમાં સંસાર પ્રત્યે અરુચિ જન્મે છે, પછી અનાસકિત આવે છે. અને પછી ઉપેક્ષા થાય છે. આ દશાને વૈરાગ્ય કહે છે. વૈરાગ્યમાં અશુભ વૃત્તિઓનો નાશ અને શુભ વૃત્તિઓનો વધારો થાય છે. કારણ કે તે વખતે કષાયનો ઉપશમ થાય છે. જીવમાં પહેલે ગુણસ્થાને વૈરાગ્યની શરૂઆત થાય છે તે તીવ્ર બનતાં ચોથે ગુણસ્થાને ઉદાસીનતામાં પરિણમે છે. (૧૪) અહંતા મમતા તથા કષાય જયાં વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગુહ કુટુંબાદિ ભાવને વિષે અનાસકત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. (૧૫) સંસાર , શરીર અને ભોગ- એ ત્રણેથી ઉદાસીનતા. વૈરાગ્ય ત્યાગ વૈરાગ્ય ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે અર્થાભવનું મૂળ છેદે છે, અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનીની પ્રાપ્તિના કારણો છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યથી સદ્ગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજજવળ અંતઃકરણ વિના સદગુરુનો ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy