SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ વી/શાર અહો સમસ્ત ઈતર આચારમાં પ્રવર્તાવનારી સ્વ શકિતના અગોપાન સ્વરૂપ વીર્યાચાર! શુદ્ધ આત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું છું, તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જયાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. (૨) સમસ્ત અન્ય આચારમાં પ્રવર્તનારી સ્વશકિત ના અંગોપન સ્વરૂપ વીર્યાચાર. (૩) પોતાની શકિતને છુપાવ્યા સિવાય શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી તે વીર્યાચાર છે. આ પ્રમાણે નિશ્ચય પંચાચાર કહ્યા-દર્શનાચાર, સમ્યજ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યચાર કહ્યા-વ્યવહાર પંચાચારનું લક્ષણ આ પ્રમાણે છે. (૧) નિઃશંકિત આદિ આઠ ગુણોવાળો દર્શનાચાર છે. (૨) કાલ, વિનય આદિ આઠ ભેદવાળો બાહ્યજ્ઞાનાચાર છે. (૩) પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા મિર્ચન્થરૂપ બાહ્ય ચારિત્રાચાર છે. (૪) અનશનાદિ બાર ભેદવાળો બાહ્ય તપાચાર છે તથા (૫) સંયમમાં પોતાની શકિતને ન ગોપાવવારૂપ બાહ્ય વીર્યાચાર છે. જેઓ ઉપરોકત પંચાચારમાં પોતે પ્રવર્તે છે તથા મોક્ષભિલાષી શિષ્યોને પ્રવર્તાવે છે તે આચાર્ય કહેવાય છે. વીયાઁતરાય :અસમર્થતા. વીખવું :વલખાં મારવાં, તલસવું, વલવલવું (વિલખવું) વેળુ :રેતી વેવલાપણું ફાંફાં મારવા, ડાંફા મારવાં, વલખાં પણું, તુચ્છવસ્તુની ઈચ્છા કરવી, વ્યર્થ પ્રયત્ન કરવો. વોસરાવી છોડીદેવું વ્રણ :ઘા (૨) જખમ (૩) ઘા વ્રત :અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહપરિમાણ એ પાંચ વ્રત છે. (૨) સ્વભાવમાં વર્તવું તે વ્રત છે. (૩) પોતે અતીન્દ્રિય આનંદકંદ ભગવાન છે તેમાં વિયંળાઈ રહેવું તેનું નામ વ્રત છે. શુભ કાર્ય કરવાં અશુભ કાર્ય છોડવાં તે અથવા હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચ ८८८ પાપોથી ભાવપૂર્વક વિરકત થવું તેને વ્રત કહે છે. (સમ્યગ્દર્શન થયા પછી વ્રત હોય છે.) વ્રત-પ :અભેદસ્વરૂપ આત્માની અનુભૂતિ થઈ ગયા પછી વ્રતાદિ કરવાથી શું લાભ છે ? = શુદ્ધાત્માનો અનુભવ થયા પછી પાંચએ છટ્ટે ગુણસ્થાને તે તે પ્રકારનો શુભ રાગ આવ્યા વિના રહેતો નથી. તે શુભરાગ બંધનું કારણ ને હોય છે તેમ જ્ઞાની જાણે છે. શુદ્ધતાની વૃદ્ધિ અનુસાર કષાય ઘટતો જતો હોવાથી પ્રતાદિનો શુભરાગ આવ્યા વિના રહે જ નહિ-એવો જ સ્વભાવ છે. વ્રત-પરચખાણ પ્રશ્ન ઃ આપ પૂજા-ભકિતનું કહો છો પણ વ્રત-પરચખાણ નું કેમ કહેતા નથી ? ઉત્તરઃ ભાઈ! પહેલી ભૂમિકાએ પણ ભકિત, પૂજા, શ્રવણ,વાંચન આદિનો શુભારાગ હોય ને ચોથી ભૂમિકાએ પણ ભકિત પૂજા ને શ્રવણ મનનનો શુભરાગ હોય પણ ત્યાં વ્રતાદિ ન હોય-એવો માર્ગનો ક્રમ છે. જેને આત્મસ્વભાવ સમજવાની રુચિ છે-જેને ચોથી ભૂમિકા પ્રગટ કરવી છે તે જો ચોથી ભૂમિકા જે સ્થિતિ હોય તેનું લક્ષ રાખીને તેના ઉપર વજન રાખીને પ્રયત્ન કરે તો ચોથી ભૂમિકાને પામી શકે, તેજ માર્ગનો ક્રમ છે. જેને આત્મસ્વભાવની રુચિ જાણી તેને વિષયોની વૃદ્ધિ સહેજે છૂટી જાય છે ને કષાયો મંદ થઈ જાય છે. તો પણ તેને સાચા વ્રત કહેવાતા નથી. વ્રતનો આરોપ આવતો નથી. ચોથી ભૂમિકાએ અનંતાનું બંધી કષાય ટળી જાય છે. વિશેષ આત્મસ્થિરતા વધીને જે વ્રત આવવા જોઈ તે આવ્યા નથી. ત્યાં પૂજા, ભકિત ને શ્રવણ મનનનો શુભરાગ હોય છે અને તેના નિમિત્તો દેવ, ગુરુ, શાસ્ત્ર હોય છે. પણ તે ભૂમિકાએ વ્રત-પરચખાણના શુભરાગ ન હોય, કારણ કે તેને ઉપલા કષાયનો અભાવ થયો નથી. તે ચોથી ભૂમિકાએ પૂજાપ્રભાવના –ભકિત આદિના ભાવ તથા નિઃશક, નિઃકાંક્ષ, પ્રભાવના, વાત્સલ્ય-ધર્મા પ્રત્યોનો પ્રેમ વગેરે આઠ અંત્રહોય છે. અને પાંચમી ભૂમિકાએ સહજ સ્થિરતા વધતાં બીજા નંબરનો કષાય ટાળે છે ત્યારે વ્રતના પરિણામ આવે છે, અને છઠ્ઠી ભૂમિકાએ દષ્ટિના જોરમાં સહજ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy