SearchBrowseAboutContactDonate
Page Preview
Page 886
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગ ચારિત્ર ઃશુદ્ધ ઉપયોગ સાક્ષાત્ મોક્ષનું કારણ છે. (૨) વીતરાગ ચારિત્રથી નિર્વાણ (મોક્ષ) ની પ્રાપ્તિ થાય છે. વીતરાગ ચારિત્રથી મોપ્રાપ્તિ દર્શન જ્ઞાન પ્રધાન ચારિત્રથી જો તે ચારિત્ર વીતરાગ હોય તો મોક્ષ પ્રાપ્ત થાય છે.અને તેનાથી જ જો તે સરાગ હોય તો, દેવેન્દ્રઆસુરેન્દ્ર-નરેન્દ્રના વૈભવ-કલેશરૂપ બંધ પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુએ ઈષ્ટફલવાળું હોવાથી વીતરાગ ચારિત્ર ગ્રહણ કરવા યોગ્ય છે. (ઉપાદેય છે), અને અનિષ્ટ ફળવાળું હોવાથી સરાગ ચારિત્ર છોડવા યોગ્ય છે. (હેય છે) વીતરાગ ભાવ :સ્વભાવનું અવલંબન અને નિમિત્તની ઉપેક્ષાતે વીતરાગ ભાવ છે. વીતરાગ માર્ગ :વીતરાગનો મારગ તો નિર્વિકલ્પ છે. વીતરાગ રૂપ છે. એ તો પરથી ને રાગથી ઉત્સાહનો ભંગ કરીને સ્વમાં ઉત્સાહ કરવાનો (વીર્ય જોડવાનો) મારગ છે. વીતરાગ રસ :ચૈતન્ય રસ વીતરાગ વન વીતરાગવચનની અસરથી ઈંદ્રિયસુખ નીરસ ન લાગ્યાં તે જ્ઞાનીનાં વચનો કાને પડયાં જ નથી, એમ સમજવું. વીતરાગ વિજ્ઞાન કેવળ જ્ઞાન, રાગ-દ્વેષ સહિત એવું કેવળ જ્ઞાન જ ઉત્તમ અને સારરૂપ છે. વીતરાગ સમ્યગ્દર્શન ઃસમ્યગ્દષ્ટિ જીવ જયારે પોતાના આત્મામાં સ્થિર હોય છે ત્યારે તેને નિર્વિકલ્પ દશા હોય છે. ત્યારે રાગ સાથે બુદ્ધિપૂર્વક જોડાણ હોતું નથી. જીવની આ દશાને વીતરાગ સમ્યગ્દર્શન કહેવામા આવે છે. વીતરાગ સમ્યગ્દષ્ટિ :આત્મલીન સમ્યગ્દષ્ટિ ને વીતરાગ કહેવાય છે. તે સંપૂર્ણ મન, વચન,કાયાની ક્રિયાઓથી વિરકત રહીને એવી રીતે આત્માના આનંદનો સ્વાદ લઈ રહ્યા છે કે જેવી રીતે સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા લે છે. વીતરાગ સ્વસંવેદનશાન :વિષયોના આસ્વાદનથી પણ તે વસ્તુઓની સ્વરૂપનું જાણપણું થાય છે. પણ તે જાણપણું રાગાદિભાવે કરી મિલન હોય છે, માટે ત્યાં નિજરસ શુદ્ધ આત્માનો અનુભવ નથી અને વીતરાગદશામાં સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય છે, તેમ જ ત્યાં રાગાદિ ભાવે કરી આકુળ-વ્યાકુળતા હોતી નથી. તે સ્વસંવેદન જ્ઞાન પ્રથમ અવસ્થામાં ચોથા પાંતમાં ગુણસ્થાનવાળા ૮૮૬ ગૃહસ્થને પણ હોય છે. પણ ત્યાં રાગ જોવામાં આવે છે. માટે સરાગ અવસ્થાના નિષેધને અર્થે વીતરાગ સ્વસંવેદન પદ મૂકયું છે. રાગભાવ છે તે કષાયરૂપ છે. તેથી જયાં સુધી મિથ્યાદષ્ટિને અનંતાનુબંધી કષાય છે ત્યાં સુધી તે બહિાત્મા છે, તેને તો સ્વસંવેદન જ્ઞાન-સમ્યજ્ઞાન સર્વથા જ નથી. વીતરાગચારિત્રરૂપે પ્રગટતા પામેલો ઃવીતરાગચારિત્રરૂપ પર્યાયે પરિણમેલો (૨) વીતરાગ ચારિત્ર રૂપ પર્યાયે પરિણમેલો વીતરાગતા કાય-રાગ-દ્વેષનો સંપૂર્ણ અભાવ તે વીતરાગતા. ૮ માંથી ૧૨મા ગુણસ્થાન સુધીમાં અખંડ ઉપયોગ અને આત્મસ્થિરતાને લીધે પુણ્યાનુબંધી પુણ્યનો પણ અભાવ હોય છે. ત્યાં માત્ર કર્મની નિર્જરા જ હોય છે, તેથી તે વીતરાગદશા કહેવાય છે. આમ ઘાતીકર્મનો સર્વથા અભાવ જેને હોય તે સંપૂર્ણ વીતરાગ છે. વીતરાગદા :ચારિત્રથી વિષય-કષાય વાસનાનું છેદન તે વીતરાગદશા વીતરાગનું લકાણ :૧. જન્મ, ૨. જરા, ૩. તૃષા,૪. ક્ષુધા, ૫. વિસ્મય, ૬. આરત, ૭. ખેદ, ૮. રોગ, ૯. શોક, ૧૦. મદ, ૧૧. મોહ, ૧૨. ભય, ૧૩. નિદ્રા, ૧૪. ચિત્તા, ૧૫. સ્વેદ, ૧૬. રાગ, ૧૭. દ્વેષ, ૧૮.અરુમરણ જુત યે અષ્ટાદોશ દોશ, નહિ હોતે જિસ જીવકો વીતરાગ સો હોય. વીતરાગની મૂર્તિ વીતરાગની મૂર્તિ હથિયાર, વસ્ત્ર, માળા, અલંકાર અને પરિગ્રહ એ પાંચ દોષો રહિત હોય છે. તે નગ્ન, સુંદર, શાંત ગંભીર અને પવિત્ર વીતરાગનો જ ખ્યાલ આપે તેવી ઙોય છે. તદાકાર વીતરાગ ભગવાનનું જે પ્રતિનિધિત્વ જણાવે એવી પ્રતિમાને નિર્દોષ વીચરાગની (જિનમુદ્રાવાળી) પ્રતિમા કહેવાય. વીતરાગની વાણી :જિનવાણી, પરમાગમ, તીર્થંકર પ્રભુના ૐ કાર રૂપ ધ્વનિમાંથી નીકળેલી વાણીને ગણધરોએ સૂત્રો રૂપે રચી તે ચારે કોરથી ઉદાસીનતા પ્રેરે છે. ચારે કોરથી - પરથી સંયોગથી નિમિત્તથી અને રાગથી આત્માને ભિન્ન બતાવી ઉદાસીનતા પ્રેરે છે. (૨) જિનવાણી-ચિત્તમાં અત્યંત પ્રસન્નતા ઉપજાવે એવી અમૃત રલથી ભરેલી છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy