SearchBrowseAboutContactDonate
Page Preview
Page 885
Loading...
Download File
Download File
Page Text
________________ ભેદોને (વિસ્તારવિશેષોને) ગુણો કહેવામાં આવે છે. જેમ કે જ્ઞાન, દર્શન | ચારિત્ર વગેરે જીવ દ્રવ્યના વિસ્તાર-વિશેષ અર્થાત્ ગુણો છે. જે વિસ્તાર વિશેષોમાં રહેલા વિશેષપણાને ગૌણ કરીએ તો એ બધામાં એક આત્માપણારૂપ સામાન્યપણું ભાસે છે. આ વિસ્તાર સામાન્ય (અથવા વિસ્તાર સામાન્ય-સમુદાય) તે દ્રવ્ય છે. વિસ્તાર સામાન્ય સમુદાય એક સાથે રહેનારા, સહભાવી ભેદોને ગુણો કહેવામાં આવે છે. (૨) વિસ્તાર સામાન્યરૂપ સમુદાય, વિસ્તાર એટલે પહોળાઈ, દ્રવ્યના પહોળાઈ અપેક્ષાના (એક સાથે રહેનારા સહભાવી) ભેદોને (વિસ્તારવિશેષોને ગુણો કહેવામાં આવે છે. જેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે જેવદ્રવ્યના વિસ્તાર વિશેષ અર્થાત્ ગુણો છે. તે વિસ્તાર વિશેષોમાં રહેલા વિશેષપણાને વિરતારતા દર્શાવતા વિસ્તીર્ણ વિસ્તાર પામેલું, પહોળું વિસદણ :અણસરખાં, પરસ્પર વિદ્ધ, અનેકરૂપ, એક સરખાં નથી. , વિરુદ્ધ (૨) ભાવ-અભાવરૂપ છે. ઉત્પાદ તે ભાવ અને વ્યય તે અભાવ છે. (૩) અસમાન, ભિન્નઃ જુદા પ્રકારનું, અસમ, અભાવરૂપ. (૪) અનેકપણું, ભાવ-અભાવરૂપ, ઉત્પાદ તે ભાવ છે ને વ્યય તે અભાવ છે. (૫) વિરુદ્ધ વિશપણું તે ઉત્પાદ-વ્યય છે. એ તો પર્યાયમાં છે, ઉપજવું અને વિણશું છે એતો પર્યાયમાં છે. વિસપ :જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન સ્વરૂપવાળાં (ઉપદેશ, મન અને ઈન્દ્રિયો પૌદ્ગલિ હોવાથી તેમનું રૂપ જ્ઞાનના સ્વરૂપથી ભિન્ન છે. તેઓ ઈન્દ્રિયજ્ઞાનમાં વ્યહિરંગ કારણો છે. વિ :વિશેષ સ્પષ્ટ (૨) સ્પષ્ટ વિચારથી જણાય તેવાં. વિસાભાગ:કુવાસના મય વિષ વિસ્મય :આશ્ચર્ય, અચંબો, પૂર્વે નહિ જોયેલું જોવાને લીધે થતો ભાવ તે વિસ્મય. વિસ્મયકારી :આશ્ચર્યકારક, નવાઈ ઉપજાવે તેવું. વિસ્મરણ :ભૂલી જવુંએ, યાદ ન રહેવું એ, વિસ્મૃતિ, યાદ ન આવવું એ. ૮૮૫ વિસંયોજન છોડી દેવું, ત્યજી દેવું, ખસી જવું (૨) જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને અન્ય ચારિત્રમોહનીયના પ્રકૃપિ પરિણમાથી તેની અનંતાનું બંધાના સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે. (૩) જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને અન્ય ચારિત્ર મોહનીયની પ્રકૃત્તિરૂપ પરિણાવી તેના અણનંતાનુબંધાન) સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે. (૪) બંધનના અભાવરૂપ, જોડાણના અભાવરૂપ, રચનાના અભાવરૂપ વિસર્ગ ત્યાગ વિસર્જન ત્યાગ વિસર્જન કરવું :ભૂલી જવું નહીં વિસસા :એકલા પુદ્ગલ પરમાણું હોય તેને વિન્નસા કહેવાય છે. વિસંવાદ:વિરોધ, વિખવાદ, અસત્યપણું,ઝઘડો, બૂરું કરનારી (૨) અસત્ય (૩) વિખવાદ ઊભી કરનારી, અસત્ય, બૂરું કરનાર (૪) વિરોધ (૨) ભૂરું, ભૂંડ વિસંવાદ : વિરોધ કરનારી, વિખવાદિની. વિસસા સર્વ પ્રકારનાં અન્ય પરિણામથી રહિત અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય. (વિસસા)=સહજ, વિસસા પરિણામ= સહજ પરિણામ વિસારણ :વિસ્મરણ, ભૂલી જવું, ભુલાઈ જવું. વિશાળ બુદ્ધિ અનેકાન્ત બુદ્ધિ વીતક:સંકટ, વીતવું તે. (૨) આપત્તિ, આપદા, સંકટ, દુઃખ વીતરાગ રાગદ્વેષ રહિત તે વીતરાગ (૨) રાગદ્વેષને જીત્યા તે નિજ અથવા વીતરાગ કહેવાય. (૩) સર્વજ્ઞ પરમેશ્વર “ વીતરાગ' છે, આ આત્મા પણ વીતરાગ” સ્વરૂપ જ છે. દ્રવ્ય સ્વરૂપથી વીતરાગ સ્વરૂપ છે જેમાંથી વીતરાગ પર્યાય પ્રગટ થાય છે. (૪) રાગ રહિત (૫) મોહ રાગ-દ્વેષ રહિત (૬) વીતરાગ પૂર્ણ હિતને માટે માનવા લાયક છે. એમ આત્મા પણ હિતને માટે માનવા લાયક છે. (૭) રાગ-દ્વેષ રહિત. (૮) સકળ મોહનીય (સમસ્ત મોહનીય) કર્મના ઉદયથી ભિન્નપણાની ઉત્કૃષ્ટ ભાવના વડે નિર્વિકાર આત્મસ્વરૂપને પ્રગટ કર્યું હોવાથી જે વીતરાગ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy