SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિકૂળ થઈ બેઠેલું, નાસ્તિક, પરમુખ (૫) મોં ફેરવી બેઠેલા, પ્રતિકૂળ થઈ | બેઠેલા, નાસ્તિક વિમુગ્ધ મોહી, ભ્રાન્ત વિમઢ :મૂઢબની ગયેલું (૨) વિવેકહીન, મહા અજ્ઞાની વિમય ૫સાર થવું, વીત્યું, સિધાવ્યું, મરણ પામ્યું. વિમળ :રાગાદિ પુણય-પાપના મેલ રહિત શુદ્ધ આત્મપદ વિમાનવાસી સ્વર્ગો અને રૈવેયકત વગેરેના દેવો. (૨) કલ્પપપન્ન અને કલ્પાતીત દેવો. વિકાસનું ચિંતાયુકત વિચારમાં પડી જવું, પશ્ચાતાપ કરવો, પસ્તાવો કરવો. વિમોહ :પ્રબળ મોહ, આસકિત, ભારે બેશુદ્ધિ, લગની વિમોહ:મોહ, ભ્રાન્તિ વિમોહિત મૂર્શિત (૨) ભ્રમિત, મૂંઝવતું (૩) સારી રીતે મોહને વશ થયેલું, તન મનની સાન ભૂલી ગયેલું. (૪) વિમૂઢ, વિવેક હીન, વિવેક નહિ કરનારા. (૫) મિથ્યાદષ્ટિ (૬) સારી રીતે મોહને વશ થયેલું, તન મનની સાન ભાન ભૂલી ગયેલું. વિયુકત છૂટું પડેલું, જુદુ પડેલું, અલગ પાડેલું, વિયોગ પામેલું, રહિતતા (૨) વિમુકત વિયોગ જુદાઈ, છુટા થવાની ક્રિયા, અલગ પડવું, વિરહ વિરકત રાગ કે આસકિત વિનાનું, ઉદાસીન, વિષય-વાસના વિનાનું, વેરાગી (૨) રાગ કે આસકિત વિનાનું, વેરાગી, ઉદાસીન, વિષયવાસના વિનાનું, અંદર ઊંધી માન્યતા અને રાગ-દ્વેષથી અમુક અંશે નિવર્સેલા. વિરકત રાગ કે આસકિત વિનાનું, વૈરાગી, ઉદાસીન, વિષય વાસના વિનાનું. (૨) અનુરાગ કે સ્પૃહા વિનાનું (૩) રાગથી છૂટવું. વિરકતતા :વિતરાગતા. રાગ કે આસકિત વિનાનું , વૈરાગી, વિષય-વાસના વિનાનું, ઉદાસીનતા. વિરક્તિ રાગ કે આસકિતનો અભાવ, વૈરાગ્ય, સમતા, ઉદાસીનતા, અરુચિ ૮૭૫ વિદ્ધ અને અવિદ્ધ કાર્ય સમસ્ત વિરુદ્ધ કાર્ય એટલે કે દ્રવ્યની પર્યાયમાં જે ઉત્પાદ, વ્યય છે તે પરસ્પર વિરુદ્ધ છે. ધવલમાં આવે છે કે એક સમયની પર્યાયમાં ઉત્પાદ-વ્યય, ઉપજવું અને વિણસવું એમ બે છાય છે તે વિરુદ્ધ છે. જે સમયે દ્રવ્યની વર્તમાન પર્યાય ઉત્પન્ન થાય તે જ સમયે પૂર્વની પર્યાયનો વ્યય થાય છે. ઉત્પાદ તે ભાગ રૂપ છે અને વ્યય તે ભાવરૂપ છે. થી ઉત્પાદ-વ્યયને વિરુદ્ધ કહેવામાં આવે છે. આમ હોવા છતાં ગુણ ગુણપણે ત્રિકાળ કાયમ રહે છે. જેથી તે અવિરુદ્ધ છે. આવું વિરુદ્ધ અવિરુદ્ધ વસ્તુનું સ્વરૂપ જ છે. વિરચન વિશેષપણે રચવું તે, રચના, રચવું તે વિરેચન :પેટશુદ્ધિ (૨) જુલાબ, જુલાબ લાવનાર ઔષધ, રેચ. વિરત :ઉદાસીન (૨) વિરામ પામવું, વિરકત, રાગ કે આસકિત વિનાનું, વેરાગી, ઉદાસીન, વિષય-વાસના વિનાનું (૩) વિરામ પામેલું, વિરકત, રાગ કે આસકિત વિનાનું, વેરાગી, ઉદાસીન, વિષય-વાસના વિનાનું (૪) સંવત, નિવૃત્ત વર્તન (૫) ઉદાસીન વિર્તક:સંદેહ, આશંકા (૨) કલ્પના, અટકળ, ધારણા, શંકા, સંદેહ, અંદેશો વિરત્ત અલગ થવું તે, વિરકત થવું તે. વિરતિ વિરકિત , રાગ કે આસકિતનો અભાવ, વિષય વાસનાનો અભાવ, ઉદાસીન, વૈરાગ્ય (૨) આસકિતનો અભાવ, રાગનો અભાવ, ઉદાસીનતા (૩) વૈરાગ્ય, વિરકિત, નિવૃત્તિ. (૪) વૈરાગ્ય, વિરકિત, નિવૃત્તિ, વિરામ. (૫) વૈરાગ્ય, વિરકિત, નિવૃત્તિ, અનાસકિત (૬) નિવૃત્તિ, વિરકત ભાવ (૭) મુકાવું, અથવા રતિથી વિરુદ્ધ, એટલે રતિ નહીં તે. અવિરતિમાં ત્રણ શબ્દનો સંબંધ છે. અ+વિ+રતિ એ=નહી+વિ= વિદ્ધ+રતિ પ્રીતિ, એટલે પ્રીતિ વિદ્ધ નહિ તે અવિરતિ છે. તે અવિરતિ બાર પ્રકારનું છે. પાંચ ઈન્દ્રિય, અને છઠું મન તથા પાંચ સ્થાવર જીવ, અને એક ત્રસ જીવ મળી કુલ તેના બાર પ્રકારના છે. વિરતિને અત્યંત ભાવીને વિરકત ભાવને નિરંતર ભાવીને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy