SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રય થતો નથી. પરમ પારિણામિકભાવનો આશ્રય કરવાથી જ સમ્યકત્વથી માંડીને મોક્ષદશા સુધીની દશાઓ પ્રાપ્ત થાય છે) વિભાવ અર્થ પર્યાય ૫ર નિમિત્તના સંબંધવાળો, જે અર્થપર્યાય થાય, તેને વિભાવ અર્થ પર્યાય કહે છે; જેમ કે, જીવને રાગ-દ્વેષ વગેરે. (૨) બીજાના નિમિત્તથી જે અર્થપર્યાય હોય તેને વિભાવઅર્થ પર્યાય કહે છે જેમ કે, જીવના રાગ-દ્વેષાદિ. (૩) બીજાના નિમિત્તથી જે અર્થ પર્યાય હોય, તેને વિભાવ અર્થ પર્યાય કહે છે. જેમ કે રાગ, દ્વેષ આદિ. વિભાવ અર્થ પર્યાય કોને કહે છે? બીજાના નિમિત્તથી, જે અર્થ પર્યાય હોય, તેને વિભાવ અર્થ પર્યાય કહે છે. જેમ કે જીવના રાગ, દ્વેષ આદિ. વિભાવ ઉપયોગ :અપૂર્ણ દશામાં ચૈતન્યના વેપાર (પરિણામ)ને, વિભાવ ઉપયોગ કહેવાય છે. વિભાવ શાન અપૂર્ણ જ્ઞાન વિભાવભાવ રાગ, દ્વેષ, મોહ, કામ, ક્રોધ, માન ,માયા, લોભ હાસ્ય, શોક, જુગુપ્સા,પ્રમાદાદિ સમસ્ત વિભાવભાવ જાણવા. વિભાવ વ્યંજન પર્યાય દેવ, મનુષ્ય પશુ, નારક આદિ પણે આત્માની પ્રગટપણે આકારરૂપે જણાતા અવસ્થા તે વિભાવ વ્યંજન પર્યાય છે. (૨) બીજાના નિમિત્તથી જે વ્યંજન પર્યાય હોય તે જેમ કે જીવની મનુષ્ય નારકાદિ પર્યાય વિભાવગણપર્યાય રૂપાદિકને કે જ્ઞાનાદિકને ઉપાદાન-નિમિત્તના કારણે પ્રવર્તતી પહેલાંની અને પછીની અવસ્થામાં થતું જે તારતમ્ય તેને લીધે જોવામાં આવતા સ્વભાવવિશેષરૂપ અનેકપણાનું આવી પડયું તે વિભાવ ગુણ પર્યાય. વિભાવશાન :અપૂર્મ જ્ઞાન વિભાવશાનોપયોગ વિભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છે. (૧) સમ્યક વિભાવજ્ઞાનોપયોગ (૨) મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળ વિભાવ જ્ઞાનોપયોગ). સમ્યક વિભાવજ્ઞાનોદ્યોગના ચાર ભેદો છે. (૧) સુમતિજ્ઞાનોપયોગ (૨) સુશ્રુતજ્ઞાનોપયોગ, સુઅવધિજ્ઞાનોપયોગ અને મન:પર્યયજ્ઞાનોપયોગ. ૮૭૪ આ સમ્યકજ્ઞાનના ચાર ભેદો-સુમતિ, સુશ્રુત, સુઅવધિ, અને મન:પર્યયજ્ઞાન-પણ વિભાવજ્ઞાન છે કેમ ? કેમ કે તે અપૂર્ણ અધુરાં જ્ઞાન છે, ને તેમાં કર્મની નિમિત્તની અપેક્ષા આવે છે. અહીં વિશેષ આ કહેવું છે કે જે જ્ઞાનગુણરૂપ ત્રિકાળ અસ્તિત્વ છે તેને અનુસરીને મતિ જ્ઞાનનો પર્યાયરૂપ અંશ પ્રગટ થાય છે. મતિજ્ઞાનના અવગ્રહાદિ બધા ભેદો અંદર જ્ઞાનગુણ ત્રિકાળ છે તેને અનુસરીને પ્રગટ થાય છે, પરંતુ આ સામે શેય છે માટે આ જ્ઞાન થાય છે. એમ નથી પરણેય, મન,વચન,ઈન્દ્રિય છે કર્મ-એમ કાંઈ પરને અનુસરીને આ જ્ઞાનનું હોવાપણું નથી. ત્રિકાળ જ્ઞાનના હોવાપણામાંથી જ વર્તમાન જ્ઞાનના મતિજ્ઞાનના પર્યાયોનો પ્રવાહ આવે છે. આ પ્રમાણે એ ચાર ભેદવાળું મતિજ્ઞાન કહ્યું. વિભાવપણે પરિણમે કર્મ પુલના પ્રદેશોમાં (સ્થિત થઈ) પરિણમે વિભાવપર્યાય રૂપાદિક કે જ્ઞાનાદિકને સ્વ-પરના કારણે પ્રવર્તતી પૂર્વોત્તર અવસ્થામાં થતું જે તારતમ્ય આપત્તિ તે વિભાવ પર્યાય. (સ્વ૫ર =સ્વ તે ઉપાદાન અને પર તે (નિમિત્ત) (પૂર્વોત્તર = પહેલાની અને પછીની આપત્તિક આવી પડવું તે.) વિભાવભાવ :વિકારી અવસ્થા. (૨) રાગ-દ્વેષ વિભાવરૂપ કર્મભાવપણે ઢળતી વિકારી અવસ્થા. વિભાવરૂપ શાન :વિપરીત જ્ઞાન, કુજ્ઞાન વિભાવવ્યંજનપર્યાય : સંસારદશામાં ઝીવને પ્રદેશોનો જ આકાર હોય તેને વિભાવ વ્યંજનપર્યાય કહે છે. વિભાવથી અવકાશિ:વિભાવથી મુકત, સર્વથા મુકત વિમુકત રહિત (૨) વિમુકત, નિવૃત, સિદ્ધ, પરંબ્રહ્મ, અભવ તથા શિવ વગેરેમાં શબ્દનો ભેદ છે પણ તેમાં અર્થભેદ નથી. (૩) બંધથી રહિત (૪) બંધથી રહિત. (૫) વિમુકિતને-વિભાવ પરિણમનમાં કારણભૂત બંધનોથી વિશેષપણે નિવૃત્તિને- જે પ્રાપ્ત તેને વિમુકત કહે છે. વિમુખ :અવળી રીતે, વિમુખતા= ઉધાઈ, તિરસ્કાર (૨) મોં ફેરવી લીધું હોય તેવું, પરાડમુખ, નિવૃત્ત, વરુદ્ધ, પ્રતિકૂળ. (૩) ભ્રષ્ટ (૪) મોં ફેરવી બેઠેલું,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy