SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષણાઓ લોકમાં અનંત પરમાણુની બનેલી વર્મણાઓ અનંત છે, અસંખ્યાત પરમાણુઓની બનેલી વર્ગણાઓ પણ અનંત છે અને દ્વિઅણુક સ્કંધ, ત્રિઅણુક સ્કંધ ઈત્યાદિ સંખ્યાત પરમાણુની બનેલી વર્ગણાઓ પણ અનંત છે. (અવિભાગી પરમાણુઓ પણ અનંત છે.) વરવીર્ય :ઉત્તમ વીર્ય વર્ષા :વષાઋતુ, શ્રાવણ અને ભાદરવામાસની બે માસની ઋતુ. ચોમાસાની ઋતુ વરાક બિચારું, બાપડું, કંગાળ, રાંક વરિષ્ઠ :સર્વોત્તમ વલખાં :અકળામણ, મૂંઝવણ, નકામો પ્રયત્ન વલખાં મારવા ફાંકા મારવા, અકળાવુ, મુંઝાવું, નકામો પ્રયત્ન કરવો. વલણ લક્ષ લપાદિ વિકારો કંકણ આદિ પર્યાયો. વનસ્પતિ સાધારણ અને પ્રત્યેક વશે પામો આશ્રય કરીને પામો વૃશિત્વ :બીજાઓને વશ કરવાની શકિત રૂપ ધર્મ વસે છે :અંગીકાર કરે છે. વસ્તુ :સત્ (૨) વસ્તુ તો દ્રવ્ય-ગુણ-પર્યાયમય છે. ત્યાં વૈકાલિક ઊર્ધ્વ પ્રવાહ સામાન્ય તે દ્રવ્ય છે, સાથે સાથે રહેનારા ભેદો તે ગુણો છે. અને ક્રમે ક્રમે થતા ભેદો તે પર્યાયો છે. આવાં દ્રવ્ય, ગુણ ને પર્યાયની એકતા વિનાની કોઈ વસ્તુ હોતી નથી. આ રીતે વસ્તુ દ્રવ્યગુણ પર્યાયમય હોવાથી તે ઉપજે છે, વિણસે છે અને ટકે છે, અને તેથી તેમાં ક્રિયા (પરિણમન) થયા જ કરે છે. માટે પરિણામ વસ્તુનો સ્વભાવ જ છે. (૩) દ્રવ્ય, ગુણ ને પર્યાયની એકતા વિનાની કોઈ વસ્તુ હોતી નથી, બીજી રીતે કહીએ તો, વસ્તુ ઉત્પાદ-વ્યય (૪) જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વ કાળ છે. જે ભાવ છે તે છે. જે નથી તે નથી. બે પ્રકારનો પદાર્થ સ્વભાવ વિભાગપૂર્વક સ્પષ્ટ દેખાય છે. જડ સ્વભાવ અને ચેતન સ્વભાવ (૫) જો વસ્તુને પરિણામ વિનાની માનવામાં આવે તો ૮૫૫ ગોરસ વગેરે વસ્તુઓના દૂધ, દહીં આદિ પરિણામો પ્રત્યક્ષ દેખાય છે તેની સાથે વિરોધ આવે. (૬) આત્મવસ્તુ, આત્મ અનુભવ. વસ્તુ અને અવસ્થા વસ્તુ વગરની અવસ્થા ન હોય ને અવસ્થા વગરની વસ્તુ ન હોય. વસ્તુ સ્વતઃસિદ્ધ છે વસ્તુ કહો, દ્રવ્ય કહો, પદાર્થ કહો કે ચીજ કહો- બધાનો અર્થ એક જ છે. ગુણ અને પર્યાય જેમાં વસે તેન વસ્તુ કહે છે. પોતપોતાના ગુણો અને પર્યાયોનું નિવાસધામ હોવાથી છયે દ્રવ્યોના નામ જીવ, અજીવ, ધર્માસિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ આ છ દ્રવ્યો સનાતન સ્વતઃ સિદ્ધ છે. ભગવાન આત્મા પણ સ્વતંત્ર દ્રવ્ય હોવાથી સ્વતઃ સિદ્ધ વસ્તુ છે. સ્વતઃ સિદ્ધ વસ્તુ અકારણ -પરિણામિક દ્રવ્ય હોવાથી તેનો કોઈ કર્તા નથી.જગતની અન્ય વસ્તુઓ પણ સ્વતઃ સિદ્ધ હોવાથી આત્મા પણ તેમનો કર્તા નથી. વસ્તુ સત હોવાથી સ્વયં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુકત પરિણામસ્વભાવવાળી પોતાનું અસ્તિત્વ પોતાથી જ ધરનારી અને અન્યના કારણ કાર્યપણાથી રહિત છે. વસ્તુ સ્વરૂપ હેય. ઉપાદેય તત્ત્વ વસંત ઋતુ ફાગણ અને ચૈત્ર બે માસની ઋતુ, શિશિર -પાનખર પછીની વૃક્ષોને નવપલ્લવિત કરનારી ઋતુ. ચૈત્ર વૈશાખની અત્યારની ઋતુ. વસ્તુગતે વસ્તુની પ્રાપ્તિરૂપ વસ્તુતઃ :નિશ્ચયથી વસ્તુત્વ :પ્રયોજનભૂત સ્વાધીન સ્વભાવપણું, કાર્ય કરવામાં પોતાનું સમર્થપણું. (૨) પ્રયોજનભૂત સ્વાવીન સ્વ કાર્ય કરવામાં પોતાનું સમર્થપણું. વસ્તુત્વ ગુણ :દરેક દ્રવ્ય નિરંતર પોતાની જ પ્રયોજનભૂત ક્રિયા કરે છે, તેથી કોઈ દ્રવ્ય એક સમય પણ પોતાના કામ(કાર્ય) વિના નકામું હોતું નથી- એમ વસ્તુત્વ ગુણ બતાવે છે. (૨) દરેક પદાર્થમાં વસ્તુપણું નામે ગુણ છે. દરેક પદાર્થ પોતાનીમેળે પ્રયોજનભૂત ક્રિયા પોતે જ કરી શકે છે. દરેક વસ્તુ પોતાની પ્રવૃત્તિ પોતા વડે કરે છે. એ ન્યાયે આત્માની દરેક પ્રવૃત્તિ આત્મા
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy