SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યંજનપર્યાયોથી મુકત તેમજ અમુકત :સિદ્ધ તેમજ સંસારી વ્યંજનાવગ્રહ :ચક્ષુ અને મન સિવાયની ચાર ઈન્દ્રિયો કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા જીવને અવ્યકત અપ્રગટ જ્ઞાન થાય છે તે જ્ઞાનને વ્યંજનાવગ્રહ જ્ઞાન કહે છે. (૨) જ્ઞાનનું પરિણમન (૩) અવ્યકતજ્ઞાન, શરૂથયેલું જ્ઞાન વ્યંજિત પ્રગટ થશે,જણાશે. (૨) ખુલ્લુ ધરેલું, સ્પષ્ટ કરેલું, વ્યંગાર્થવાળું વ્યંજિત કરવું :ખુલ્લુ કરવું, સ્પષ્ટ કરવું. વ્યુત્પત્તિ શબ્દની મૂળ ઉત્પત્તિ, વિદ્રતા, પ્રાવીણય (૨) શબ્દના અર્થનો બોધ કરનાર શકિત, શબ્દોનો ક્રમિક વિકાસ, સારી રીતે જાણવું એ , સમઝવા જેટલું જ્ઞાન. (૩) શબ્દને છૂટા પાડીને અર્થ કરવો, શબદાર્થ, ભાવાર્થ, અન્વયાર્થ, વાચ્યાર્થ, પરમાર્થ વગેરે બધા એકાર્થને લગતા અર્થો છે. (૪) શબ્દને છૂટા પાડીને અર્થ કરવો, શબ્દાર્થ, ભાવાર્થ, અન્યથાર્થ, વાચ્યાર્થ, પરમાર્થ વગેરે બધા એકાર્યને લગતા અર્થો છે. યુત્પત્તિપ:વ્યુત્પનિક શબ્દની મૂળ ઉત્પત્તિ, પરક=કારણે, તેને લઈને . વ્યુત્સુકાય જાણે કાયા છોડી દીધી હોય ને, કાયામાં ન વર્તતા હોય એ વ્યુત્કૃષ્ટ કાય- કયોત્સર્ગદશાસંપન્ન થયા છે. એવા. વયંતર :હલકા પ્રકારના દેવો. વ્યંતરવાસી દેવોમાં કોણ જન્મે ? જે કુમાર્ગમાં સ્થિત છે, દુષિત આચરણ કરવાવાલા છે, સંપત્તિમાં અતિ આસકત છે, ઈચ્છા વિના વિષયોથી વિરકત છે, અકામ નિર્જરા કરવાવાળા છે, સંયમ લઈને તેને મલિન કરે છે, અથવા વિનાશ કરે છે. પંચાગ્નિ તપ વગેરે કરીને મંદ કષાયી થયા છે, પરંતુ મોટે બાગે સમ્યકત્વથી શૂન્ય છે એવા કર્મભૂમિયા મનુષ્ય અથવા તિર્યંચ આવા વ્યંતરવાસી દેવોની પર્યાયમાં જન્મે છે. કોઈ ભોગભૂમિયા જીવ પણ આ દેવોમાં જન્મે છે. વ્યુત્સર્ગ :પ્રાયશ્ચિતનો એક પ્રકાર છે. , ત્યાગ (૨) પ્રાયશ્ચિતનો એક પ્રકાર, કાયોત્સર્ગ કરવો. (૩) તપનો એક પ્રકાર. (૩) ત્યાગ, તપનો એક પ્રકાર, સમ્યક્ત્રુત્સર્ગક બાહ્ય અને આત્યંતર પરિગ્રહના ત્યાગની ભાવનાથી વીતરાગ સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય છે તે. ૮૩૮ વ્યત્સર્ગતપ:બાહ્યાભંતર પરિગ્રહના ત્યાગને વ્યુત્સર્ગ કહે છે. (૨) વ્યુત્સર્ગ તપના બે ભેદ છે. (૧) બાહ્ય પરિગ્રહનો ત્યાગ અને (૯) અત્યંતર પરિગ્રહનો ત્યાગ. ખેતર, મકાન, ધન, ધાન્ય, સોનું, ચાંદી, દાસી, દાસ, વસ્ત્ર અને વાસણ, આ દસ પ્રકારના બાહ્ય પરિગ્રહનો ત્યાગ છે. અને મિથ્યાત્વ ત્રણ વેદ, હાસ્ય આદિ નવનો કષાય અને ચાર કષાય આ ચૌદ અખ્તર પરિગ્રહનો ત્યાગ કરવો તેને વ્યત્સર્ગ તપ કહે છે. વ્યતિરે તે વ્યતિકર દોષ છે. ચેતન જડમાં અને જડ ચેતનમાં આવે તે વ્યતિકર દોષ છે. (૨) મિશ્રણ, સંબંધ, (૩) મિશ્રણ, સંબંધ, ફેલાવો, વિરોધ, અફત, સન્નુદાય, બનાવ. વ્યતિકર દોષ :ચેતન જડમાં અને જડ ચેતનમાં આવે, તે વ્યતિકર દોષ છે. બે થઈને (જડ અને ચેતન બંને એક થઈને) એક થઈ જાય તો વ્યતિદર દોષ છે. (૨) પરસ્પર વિષયગમનને વ્યતિકર દોષ કહે છે. એક વસ્તુ બીજીમાં ભળી જાય તો વસ્તુનો અભાવ થઈ જાય. દરેક પદાર્થ જુદા જુદા છે એમ કહેતાં આત્મા પરથી જુદો છે, એમ પણ સમજવું . વ્યતિકમ ઊલટસુલટ હોવા કે થવાપણું, વ્યુત્કમ, વિપેયસિ, બાધા, વિપ્ન (૨) શીલવ્રતનું અર્થાત્ વ્રતમય પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો ભાવ થવો તે વ્યતિક્રમ છે. (૩) ઉલટા સૂલટા હોવા કે થવાપણું, વ્યુત્કમ, વિપયસિ, બાધા, વિશ્વ. વ્યતિરેક આ તે નથી. પર્યાયો વ્યતિરેકી ચે. એક સમયવર્તી પર્યાયનો બીજા સમયવર્તી પર્યાયમાં અભાવ લાવવો, એનું જ નામ વ્યતિરેક છે. ભિન્ન ભિન્ન સમયમાં થનાર ભિન્ન ભિન્ન આકારોમાં પરસ્પર અભાવ ઘટાવવો એનું જ નામ વ્યતિરેક છે. (૨) ભેદ, એકનું બીજારૂપ નહિ હોવું તે, આ તે નથી એવા જ્ઞાનના નિમિત્તભૂત ભિન્નરૂપપણું (3) ભેદ, (એકનો બીજામાં) અભાવ. (એક પરિણામ તે બીજા પરિણામરૂપ નથી તેથી દ્રવ્યના પ્રવાહમાં ક્રમ છે.) (૪) ભેદ, એકનું બીજારૂપ નહિ હોવું તે, આ તે નથી એવા જ્ઞાનના નિમિત્તભૂત ભિન્નરૂ૫૫ણું (૫) ભેદ, (એકનો બીજામાં) અભાવ. (એક પરિણામ તે બીજા પરિણામરૂપ નથી તેથી દ્રવ્યના પ્રવાહમાં ક્રમ છે) (૬) સાધ્યના અભાવમાં સાધનનો અભાવ, જેમ અગ્નિના અભાવમાં
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy