SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ માનવામાં આવે તો બે દ્રવ્યોની એકતા માનવારૂપ મિથ્યાત્વ થાય, માટે અમ | સમજવું કે જીવના પોતાના દોષથી જ અશુદ્ધતા થાય છે અને તે જીવ પોતે કરતો હોવાથી તે ટાળી શકાય છે. જીવ વિકારો(અશુદ્ધ અવસ્થા) પોતાના દોષથી કરે છે, તેથી અશુદ્ધ નિશ્ચયનયથી તે સ્વકત છે, પણ તે સ્વભાવ દષ્ટિના પુરુષાર્થ વડે પોતામાંથી ટાળી શકાય છે માટે શુદ્ધ નિશ્ચયનયથી તે પર કૃત છે. આ વિકારોને શુદ્ધ નિશ્ચયનયથી નીચેનાં નામોથી ઓળખાણ થાય છે:પરકૃત, પરભાવ, પરાકાર, પુદ્ગલભાવ, કર્મ જ ભાવ, પ્રકૃતિશીલ સ્વભાવ, ૫રદ્રવ્ય, કર્મકૃત, તદુગુણાકાર, સંક્રાન્તિ. પરગુણાકાર, કર્મપસ્થિત, જીવમાં થતા અજીવભાવ, તળુણાકૃતિ, પરયોગકૃત, નિમિત્ત કૃત વગેરે. પણ તેથી તેઓ પરકૃતાદિ થઈ જતા નથી. માત્ર પોતામાંથી જ તે ટાળી શકાય છે એટલું જ તે દર્શાવે છે. જે પર્યાયમાં પોતાનો જ દોષ છે, બીજા કોઈનો તેમાં જરાપણ હાથ કે દોષ નથી. જીવ પોતે જ અપરાધવાન છે. માટે પરદ્રવ્ય કે કર્મનો ઉદય જીવમાં વિકાર કરે કરાવે કે કર્મના ઉદયના કારણે જીવને વિકાર કરવો પડે એમ માનવું તે મિથ્યા છે. (૨) વિભાવરૂપે પરિણમવું. છ દ્રવ્યોમાંથી જીવ અને અજીવ આ બે દ્રવ્યોમાં જ વૈભાવિક શકિત છે. સિધ્ધદશામાં પણ વૈભાવિક શકિત છે પણ તે વિભાવરૂપે પરિણમતી નથી. વિભાવ એટલે વિશેષ ભાવ. વૈભાવિક શકિત વિકાર કરે તેવો એનો અર્થ નથી, પણ વિશેષ ભાવ છે. એ આત્માનો સ્વભાવ છે. વૈબાવિકી શકિત :વિભાવરૂપ પરિણમનની શકિત વૈમાનિક :કલ્પોતપન્ન અને કલ્પાતીત એ બે ભેદ છે. વિવતિ કહેવા ધારેલો વિશદ :નિર્મળ વ્યકત :ગમ્ય, પ્રગટ (૨) પ્રગટ (વ્યકત એટલે પ્રગટ જ્ઞાનની પર્યાય) (૩) પ્રગટ, ફૂટ (૪) પ્રગટ પર્યાય. વ્યકત--આવ્યકત વ્યકત એટલે પ્રગટ પર્યાય અને અવ્યકત એટલે ધ્રુવ દ્રવ્ય વ્યવહાર અને નિશ્ચય-(૧) આત્મા પરદ્રવ્યને જાણે છે એ વ્યવહાર કથન છે. (૨) આત્મા પોતાનો જાણે છે- એમ કહેવામાં પણ સ્વ-સ્વામિત્વ અંશરૂપ વ્યવહાર છે.(૩) જ્ઞાયક જ્ઞાયક જ છે - એ નિશ્ચય છે. વ્યકતપણું :પ્રગટતા વ્યકતષ:પ્રગટરૂપ, વ્યકિતરૂપ. વ્યકતવ્યિકતા વ્યકતા અથવા અવ્યકતતા, પ્રગટતા અથવા અપ્રગટતા. (પૃથ્વીમાં સ્પર્શ, રસ, ગંધને વર્ણ એ ચાર ગુણો વ્યકત (અર્થાત્ વ્યકતપણે પરિણત) હોય છે. પાણીમાં સ્પર્શ, રસને વર્ણ વ્યકત હોય છે. અને ગંધ અવ્યકત હોય છે. અગ્નિમાં સ્પર્શ ને વર્ણ વ્યકત હોય છે અને બાકીના બે અવ્યકત હોય છે. વાયુમાં સ્પર્શ વ્યકત હોય છે અને બાકીના ત્રણ અવ્યકત હોય છે.) વ્યકતાથકતા :વ્યકતતા અથવા અવ્યકતતા, પ્રગટતા અથવો અપ્રગટતો. વ્યકિત :શકિતમાંથી પ્રગટ થવારૂપ વ્યકતતા વ્યક્તિ :પ્રગટપણે વ્યકિત :પ્રગટતા, વિશેષ, ભેદ. વ્યકિત :પ્રગટ વ્યકિત :પ્રગટતા વ્યક્તિ અને શકિત પરમાણુ, કાર્મણવર્ગણા વગેરેમાં ઈન્દ્રિયગ્રાહ્યપણું વ્યકત નથી તો પણ શકિતરૂપે અવશ્ય હોય છે. થી જ ઘણા પરમાણુઓ સ્કંધરૂપે થઈ શૂલપણું ધારણ કરતાં ઈન્દ્રિયો વડે જણાય છે. વ્યકિતઓ :વિશેષો, પ્રગટતાઓ (૨) પર્યાયો (૩) પર્યાયોઃ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય આદિ વ્યકિતઓ વડે:૫ર્યાયો વડે વ્યકિતના પ્રગટતાના વ્યકિતમાં પર્યાયમાં વ્યકિતવિહીન :ઈદ્રિયોથી અગોચર, અવ્યકત.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy