SearchBrowseAboutContactDonate
Page Preview
Page 827
Loading...
Download File
Download File
Page Text
________________ કપણતા. (૪) ઈચ્છા (૫) સ્વભાવની ભાવના ચૂકીને વિકારની ઈચ્છા કરવી | તે અનંતાનુબંધી લોભ છે. (૬) પરવસ્તુની વાંછ (૭) પરદ્રવ્ય સાથે સંબંધ કરવાની ઈચ્છારૂપ પરિણામને લોભ કહે છે. (૮) સ્વભાવની ભાવના ચૂકીને વિકારની ઈચ્છા કરવી તે અનંતાનુબંધી લોભ છે. (૯) પરપદાર્થમાં આસકિત, લક્ષામી વગેરેને ભેગી કરવાની લાલસા. (૧૦) પરવસ્તુમાં હું લોભાઈ ગયો, પુયાદિ સાધન હોય તો મને ગુણ થાય, શુભાશુભભાવ મારા છે. તેનો હું કર્તા છું વગેરે પ્રકારે મુર્ણાઈ જવું તે અનંતાનું બંધી લોભ છે. લોભી કંજૂસ લોલુપતૃષ્ણાતુર, લલુતાવાળું, લોલુપતા, સ્વચ્છંદતા. લોલુપતા લાલચુ હોવાપણું, લોભી વૃત્તિ, લાલુપતા લોલુપી તૃષ્ણાવાળા, તૃષ્ણાતુર લોલહ :લોલ, કંઈપણ શકિત વિનાનું લોટ:માટીનું ઢેકું, કંઈ ઉપયોગનું નથી, અકિંચિત્કર હોહવાટ :રાગદ્વેષની આકુળતા કરવી. (૨) આકુળ-વ્યાકુળ લોહવાટ :ધીખવું, ભડભડાટ બળવું, ખૂબ ગરમી હોવી, ઘાલમેલ લોહવાટ :આકુળતા, રઘવાટ લોહવાટ :ઉત્પાત્ત, વલોપાત, ઝંખના, જંપીને ન બેસે તેવું. લોહવાટ :વલોપાત, અધીરાઈનું અકળામણ, કલ્પાંત, આંઠંદ (૨) આકુળતા લીકિક ઐહિક કર્મોથી અતિવૃત્ત, દુન્યવી કામોમાં રચયો પચ્યો કહેનાર લીકિક અભિનિવેશ :દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માન્યતા. (૨) દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ, આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય, તે વાતને ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? તેનો વિચાર સુગમ છે. લૌકિકસંગ :લૌકિક જનનો સંગ (૨) લૌકિક જનનો સંગથી વકતવ્ય :વ્યાખ્યાન ૮૨૭ વક્તા :ઉપદેશદાતા આચાર્યમાં અનેક ગુણો જોઈ. પણ વ્યવહાર અને નિશ્ચયનયનું જાણપણું મુખ્ય જોઈ. શા માટે ? જીવોને અનાદિનો અજ્ઞાન ભાવ છે તે મુખ્ય (નિશ્ચય) કથન અને ઉપચાર (વ્યવહાર) કથનના જાણપણાથી દૂર થાય છે. ત્યાં મુખ્યકથન તો નશ્ચયનયને આધીન છે. તે જ બતાવીએ છીએ. સ્વશ્રિત તે નિશ્ચય. જે પોતાના જ આશ્રયે હોય તેને નિશ્ચય કહીએ . જે દ્રવ્યના અસ્તિત્વમાં જે ભાવ પ્રાપ્ત હોય તે દ્રવ્યમાં તેનું જ સ્થાપન કરવું, પરમાણુંમાત્ર પણ અન્ય કલ્પના ન કરવી તેને સ્વાશ્રિત કહીએ. તેનું જે કથન તેને મુખ્યકથન કહીએ. એને જાણવાથી અનાદિ શરીરાદિ પર દ્રવ્યમાં અકત્વશ્રદ્ધાનરૂ૫ અજ્ઞાનભાવનો અભાવ થાય છે. ભેદવિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સર્વ પર દ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ થાય ચે. ત્યાં પરમાનંદ દશામાં મગ્ન થઈ કેવળદશાને પામે છે. જે અજ્ઞાની અને જામ્યા વિના ધર્મમાં લાગે છે તે શરીરાશ્રિત ક્રિયાકાંડને ઉપાદેય જાણી સંસારનું કારણ જે શુભયોગ તેને જ મુકિતનું કારણમાની, સ્વપથી ભ્રષ્ટ થયો થકો સંસારમાં ભમે છે. તેથી મુખ્ય (નિશ્ચય) કથનનું જાણપણું અવશ્ય જોઈએ. કારણ કે તે નિશ્ચયનયને આધીન છે. તેથી ઉપદેશદાતા નિશ્ચયનયના જાણનાર જોઈએ. કારણ કે તેને પોતે જ ન જાણે તે શિષ્યોને કેવી રીતે સમજાવી શકે ? વળી પરાશ્રિતો વ્યવહાર : જે પરદ્રવ્યને આશ્રિત હોય તેને વ્યવહાર કહીએ. કિંચિત્માન કારણ પામીને અન્ય દ્રવ્યનો ભાવ અન્ય દ્રવ્યમાં સ્થાપન કરે તેને પરાશ્રિત કહે ચે. તેનું જે કથન તેને ઉપચાર કથન કહે ચે, એને જાણીને શરીરાદિ સાથે સંબંધ રૂપ સંસારદશા છે તેને જાણીને સંસારનાં કારણ કે આસ્રવ-બંધ તેને ઓળખીને મુકિત થવાના ઉપાય જે સંવર-નિર્જરા તેમાં પ્રવર્તે . અજ્ઞાની અને જાણ્યા વિના શુદ્ધોપયોગી થવા ઈચ્છે તે રહેલાં જ વ્યવહારસાધનને છોડીને પાપાચરણમાં જોડાઈ નરકાદિક દુઃકખ સંકટમાં જઈને પડે છે. તેથી ઉપચાર કથનનું પણ જાણપણું જોઈ. તે વ્યવહારનયને આધીન છે તેથી ઉપદેશદાતાને વ્યવહારનું પણ જાણપણું જોઈએ. આ રીતે બન્ને નયોના જાણનાર આચાર્ય ધર્મતીર્થન પ્રવર્તક છે. બીજા નહિ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy