SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રય :નિશ્ચય અને વ્યવહાર અથવા મુખ્ય અને ઉપચાર એ બે પ્રકાર છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના ઉપર મુજબ પ્રકાર છે. રત્નત્રયનો વિષય સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય છે, તેનો વિષય આત્માનો ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ભાવ છે. સમ્યજ્ઞાન તે જ્ઞાનગુણનો શુદ્ધ પર્યાય છે., તેનો વિષય આત્માનો ત્રિકાળી ચૈતન્યભાવ અને વર્તમાન પર્યાય એ બન્ને છે. સમ્યક્ ચારિત્ર તે ચારિત્રગુણનો શુદ્ધ પર્યાય છે. જેનું કાર્ય સમ્યક્દર્શન જ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી અને સિદ્ધદશારૂપ કાર્યને ઉત્પન્ન કરવું તે છે. રત્નદીપક નિષ્કપ પ્રકાશવાળી શોભા પામે છે રત્નદીપકની માફક સ્વભાવથી જ નિષ્કપપણે અત્યંત પ્રકાશ્યા-જાણ્યા કરે છે. રત્નદીપકની નિષ્કંપ :પ્રકાશવાળી શોભાને પામે છે=રત્નદીપકની માફક સ્વાભાવથી જ નિષ્કપપણે અશ્વયંત પ્રકાશ્યા-જાયા કરે છે. રત્નદીપકની નિષ્કપ પ્રકાશવાળી શોભાને પામે છે રત્નદીપકની માફક સ્વભાવથી જ નિકંપપણે અશ્વયંત પ્રકાશ્યા-જાણ્યા કરે છે. રત્નપ્રભાપૃથ્વી :પહેલી નરકના ત્રણ ભાગ છે- ખરભાગ, પંકભાગ, અને અબ્બહલભાગ. તેમાંથી ઉપરના પહેલા બે ભાગમાં અંતર તથા ભવનવાસી દેવ રહે છે અને નીચેના અબ્બહુલભાગમાં નારકીઓ રહે છે. આ પૃથ્વીનો કુલ વિસ્તાર એક લાખ એંસી હજાર યોજન છે. (૨૦૦૦ કોસનો એક યોજન-જોજન ગણવો.) રત્નપ્રભાભૂમિજ :રત્નપ્રભાનામની ભૂમિમાં (પ્રથમ નરકમાં) ઉત્પન્ન થયેલ. રતિ :લીનતા (૨) આનંદ, પ્રીતિ, તૃપ્તિ, સંતોષ (૩) કામક્રીડા, સંભોગ, પ્રીતિ, આનંદ કામદેવની સ્ત્રી . રમે છે ઃપ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે. રમણ કરે છે :આક્રમે છે, ક્રીડા કરે છે આસકિત, અનુરાગ, રમણતા તન્મયતા, એકાગ્રતા, લીનતા, સ્થિરતા, રસ ઃસ્વાદ, પાંચ પ્રકારના છે.ઃ- કડવો, કષાયેલો(ત્રો), તીખો, ખાટો અને મીઠો, (૨) પાંચ પ્રકારના છે. તીખો, આજલ (ખાટો), કડવો, મધુર અને ૫. ૮૧૦ કષાયેસો (તુરો). (૩) શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણતા, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત એ આઠ રસ છે તે લૌકિક રસ છે. નાટકમાં તેમનો જ અધિકાર છે. નવમો શાંતરસ છે તે અલૌકિક છે. નૃત્યમાં તેનો અધિકાર નથી. (૪) પાંચ પ્રકારના છે. ખાટો, તૂરો, મીઠો, કડવો, તીખો(ખારો). (૫) શૃંગારરસ, હાસ્યરસ, રૌદ્રરસ, કરુણારસ, વીરરસ, ભયાનકરસ, બીભત્સરસ, અદ્ભુતરસ અને શાંતરસ આમ નવ રસ છે. (૧) શૃંગારરસ= શરીરને આભૂષણ, વસ્ત્રો આદિથી શણગારી કૃત્રિમ દેખાવ કરવો તે શૃંગારરસ. હાસ્યરસ = કુતૂહલતા કરવી, હસવું ને ખીકાડા કરવા તે. રૌદ્રરસ= ક્રૂરરસ, બીજાને મારવાના પરિણામ, શત્રુને મારવાના પરિણામતે ક્રૂર-રૌદ્રરસ છે. કરુણારસ= કાળજાફાટ રૂદન કરતાં દેખીને જે ભાવ થાય તે કરુણારસ. આવા કરુણા પ્રસંગો દેખીને દયાભાવ થાય તે કરુણારસ છે. (૫) વીરરસ= શત્રુનો સંહાર કરવામાં જે રસ ચડી જાય તે વીરરસ છે. તે પાપરસ છે. દુર્ગતિનું કારણ છે. (૬) ભયાનકરસ અષાઢી અમાવસ્યની મેઘલી રાતે જંગલમાં એકલો હોય, સિંહ-વાઘ ત્રાડ માખતા હોય, વીજળીના ઝબકારા થતા હોય તે વખતે જે ભયમાં એકાગ્ર થાય તે ભયાનક રસ છે. (૭) બીભત્સરસ-શરીર સુંદર હોય તેવા શરીરમાં શીતળા નીકળે ને દાણે-દાણે ઈયળો પડે તેને દેખીને જે દુગંછા તાય તે બીભત્સરસ છે. દુર્ગંછા એટલે દુર્ગંધ, અશુિચ. (૮) અદ્ભુતરસ= વિસ્મયરસ, પુદ્ગલની રચનામાં કંઈ નવીનતા દેખાય ત્યાં ઘડી ઘડીમાં આશ્ચર્ય થાય તે અદ્ભુતરસ છે. (૨) (૩) (૪)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy