SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ મળેલો (૫) દિવસના સમયે (૬) રસની અપેક્ષા વિનાનો અને (૭) મધ- | માંસ રહિત. આમ સાત પ્રકાર સહિતનો યોગીનો યુકતાહાર કહ્યો છે. યકતાહારી :ઉચિત આહારવાળો, યોગીના આહારવાળો છે. યુક્તિ તર્ક, ન્યાય, પ્રમાણથી સિદ્ધ થાય તેવું લોજીક. (૨) વીતરાગદેવ શું કહે છે અને વિરોધી અન્યવાદીઓ શું કહે છે તેવો સમ્યફ યુકિત વડે એકાંતપક્ષનું ખંડન કરી સત્ય શું છે તેનો સાચો નિર્ણય કરવો તે યુકિત છે. (૩) સ્વયમેવ ઉત્પન્ન થયેલા એવા રાગ-દ્વેષ વડે મલિન અદ્રવ સમાન છે તે જીવ નથી કારણ કે, કાલિમા (કાળ૫)થી જુદા સુવર્ણની જેમ, એવા અદ્રવસમાનથી જુદો અન્ય ચિસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પ્રત્યક્ષ ચૈતન્યભાવને જુદો અનુભવે છે. અજ્ઞાની એમ કહે છે કે કાળપથી જુદો કોઈ કોલસો નથી તેમ અદ્રયવસાનથી જુદો આત્મા નથી. તેને યુકિતથી ઉત્તર આપે છે કે કાળપથી ભિન્ન જેમ સુવર્ણ છે તેમ અદ્રયવસાનથી ભિન્ન અન્ય ચિતસ્વભાવમય આત્મા છે. સોનામાં જે કાળપ દેખાય છે એનાથી સોનું ભિન્ન છે. જે કાળપ છે તે સોનું નથી પણ મેલ છે. જેમ પર્યાયમાં જે પુણ્ય-પાપના ભાવ છે તે આત્મા નથી, એ તો મેલ છે. આ પ્રમાણે કાળપથી ભિન્ન સુર્વણની જેમ અળ્યવસાનથી ભિન્ન ચિસ્વભાવમય જીવ છે એમ યુકિત કહી. (૪) જોડવું એ, જોડાણ, અનુમાન, અંદાજ, સંભાવના, દલીલ, વિતર્ક, તજવીજ, ઉપાય, તદભીર, કરામત, હિમ્મત, ચાલાકી, ચતુરાઈ, તર્ક. (૫) તક મૂલક, તાર્કિક, હેતુવાળુ (૬) ચતુરાઈ, જોડવું એ, જોડાણ, અનુમાન,અંદાજ, સંભાવના, દલીલ, વિતર્ક, તજવીજ, ઉપાય તદબીર, કરામત, હિકમત, ચાલાકી. (૭) પ્રમાણ અને નય દ્વારા તત્ત્વની યથાર્થ પરીક્ષા કરવી તે યુકિત છે. (૮) પ્રમાણ અને નય દ્વારા પર્યાય નિર્ણય કરવો તે યુકિત છે (૯) તર્ક, અનુમાન, રેશનાલિઝમ (૧૦) પ્રમાણ-નયના અનુયોગ વડે વિચાર-નિર્ણય. (૧૧) ન્યાય (૧૨) પ્રમાણ-નયનો અનુયોગ. યુકિતમદુઃયુકિતયુકત યુક્તિમાર્ગ નય-પ્રમાણ વડે પહેલાં જાણવું. યુગપદ :એક જ સાથે. (૨) એકી સાથે યુષ્પ :જોડકું, જોડું, બેલડું. યંજન વીતરાગ ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી તેમજ પાંત્રીશ અતિશય યુકત સર્વશ્રેષ્ઠ દિવ્ય વચનયોગ ધરાવતા હોવાથી એ જ સર્વશ્રેષ્ઠ યથાર્થ જ્ઞાતા અને વકતા. (૨) પ્રકૃત્તિનો ક્ષય કરી ગુણ પ્રગટ થયો તે, શુદ્ધ સ્વભાવ પ્રગટ થવો તે. (૩) સયોગી કેવળી સર્વજ્ઞ ભગવાને પોતાના અનંત જ્ઞાનમાં જે જોયું તે. (૪) સ્વરૂપ અનુસંધાન, આત્મના યોગમાં જોડાણ, યાજન , જોડાણ : આત્મસ્વરૂપનું અનુસંધાન. યંજનWણ કર્મોનું જોડાવું તે, કર્મ અને આત્માનો યોગ. (૨) એટલે પ્રકૃતિને યોજવી તે. યથાપ્રવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વકરણ, ઉપરાંત યુજનકરણ અને ગુણકરણ છે. મુંજનકરણને ગુણકરણથી ક્ષય કરી શકાય છે. (૩) કર્મોનું જોડવું તે, કર્મને આત્માનો યોગ. યંજનમાં આત્માના યોગમાં, સ્વરૂપાનુસંધાનમાં પ્રવેશે છે. યુતસિદ્ધ જોડાઈને સિદ્ધ થયેલું, સમવાયથી-સંયોગથી સિદ્ધ થયેલું (જેમ લાકડી અને માણસ જુદાં હોવા છતાં કડીના યોગથી માણસ ‘લાકડીવાળો” થાય છે. જેમ સત્તા અને દ્રવ્ય જુદાં હોવા છતાં સત્તા સાથે જોડાઈને દ્રવ્ય સત્તાવાળું (સત્) થયું છે એમ નથી. લાકડી અને માણસની જેમ સત્તા અને દ્રવ્ય જુદાં જોવામાં જ આવતાં નથી. આ રીતે “લાકડી' અને લાકડીવાળા'ની માફક સત્તા અને સત્ની બાબતમાં યુતસિદ્ધપણું નથી. (૨) જોડાઈને સિદ્ધ થયેલ, સમવાયથી-સંયોગથી સિદ્ધ થયેલ. (જેમ લાકડી અને માણસ જુદાં હોવા છતાં લાકડીના યોગથી માણસ “લાકડીવાળો'થાય છે. જેમ જ્ઞાન અને આત્મા જુદાં હોવા છતાં જ્ઞાન સાથે જોડાઈને આત્મા જ્ઞાનવાળો' (જ્ઞાની) થાય છે એમ પણ નથી. લાકડી અને માણસની જેમ જ્ઞાન અને આત્મા કદી જુદાં હોય જ કયાંથી ? વિશેષરહિતવ્ય હોઈ શકે જ નહિ. થી જ્ઞાન વિનાનો આત્મા કેવો ? અને આશ્રય વિના ગુણ હોઈ શકે જ નહિ. Wી આત્મા વિના જ્ઞાન કેવું ? માટે લાકડી અને લાકડીવાળો' ની માફક “જ્ઞાન” અને “જ્ઞાની'નું યુતસિદ્ધપણું ઘટતું નથી. (૩) બે વસ્તુઓનો
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy