SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ યજન માજન :યજ્ઞ પોતે કરવો અને બીજાને કરાવવો એ. યથાર્થ ઉપદેશ :જયાં સુધી યથાર્થ શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ન હોય ત્યાં સુધી તો જેનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનો સાંભળવા આવો ભાવ સમ્યગ્દર્શન થવા પહેલાં હોય છે એની વાત છે. અહીં યથાથ ઉપદેશ એના પર વજન છે. આમ જયાં ત્યાંથી કહે છે કે દાન કરો, વ્રત કરો તો સમકિત થશે. અને ધર્મ થશે તો આ જિનવચન નથી, યથાર્થ ઉપદેશનથી. આ ઉપદેશ સાંભળવા લાયક નથી. જેમાં સમ્યગ્દર્શનાદિ વીતરાગનું પ્રયોજન પ્રગટ હોય તે યથાર્થ ઉપદેશ છે. પંચાસ્તિકાયમાં શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. એમ કહ્યું છે. તથા આત્માવલોકન શાસ્ત્રમાં આવે છે કે મુનિઓ વારંવાર વીતરાગભાવનો ઉપદેશ આપે છે. એટલે નિમિત્ત, રાગ અને પર્યાયથી લક્ષ ફેરવી ત્રિકાળી શાકભાવનું લક્ષ કરો જેથી સમાગદર્શનાદિ વીતરાગરૂપ ધર્મ થાય. આવો ઉપદેશ તે યથાર્થ ઉપદેશ છે, કેમ કે વીતરાગભાવ એકમાત્ર સ્વદ્રવ્યના જ આશ્રયે થાય છે. યતાજાતરૂપધર :(આત્માનું) જેવું મૂળભૂત છે એવું (સહજ, સ્વાભાવિક) રૂપધારણ કરનાર, સહજ રૂપધારી. થતાનિષ્પન્ન :જેવું બનેલું છે તેવું, જેવું મૂળભૂત ચે તેવું, સહજ, સ્વાભાવિક. યના બીજા જીવોને હરકત ન થાય તેમ સાચવીને કામ કરવું, કાળજી રાખવી, એ પ્રકારનો જે પ્રયત્ન-પુરુષાર્થ તે યત્ના છે. સાવધાની રાખી હિતકારી હોય તેમ પ્રવર્તવું તે યાત્રા છે. વિવેક એ ધર્મનું મૂળ છે તેમ યત્ના એ ધર્મનું ઉપતત્ત્વ છે. થનાથાર :પ્રમાદથી રહિત આચરણવાળો. પતિ ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણિ માંડનાર. (૨) સંસારનો પાર પામે તે યતિ.(જાતિ) (૩) પાર પહોંચેલા પરમાત્મપદને પામે તે પતિ કહીએ. (૪) ઈદ્રિયજય કરીને શુદ્ધાત્મ સ્વરૂપમાં પ્રયત્ન પરાયણ તે યતિ. (૫) ઈન્દ્રિયજય કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં પ્રયત્ન પરામણ તે યતિ. યાપિ જો કે, અગર જો, યદપિ યથેષ :પર્યાપ્ત ૭૯૮ યથેટ: ઈચ્છા પ્રમાણે, મરજી પ્રમાણે, સ્વચ્છેદે, બેદરકાર થઈને. યથેટ:૫ર્યાપ્ત યથાસ્થિત જેવી સ્થિતિમાં હતું તે પ્રમાણે, પૂર્વવત્, અસલ મુજબ. યથાખ્યાત : જેમ કહેલું છે તેવું, જેવું પ્રસિદ્ધ પામેલ છે તેવું, યથાકથિત . (૨) જેવું પ્રસિદ્ધ છે તેવું યથાયોગ્ય =જેમ છે જેમ. યથાવાત ચારિત્ર:આત્મામાં અંદર જે ત્રિકાળી શુદ્ધ ચારિત્ર છે તેનો આશ્રય લેતાં ભગવાન કેવળીને કાર્ય શુદ્ધ ચારિત્ર પ્રગટયું છે. એમ કહે છે. તો આત્મામાં જે પૂર્મ રમણના પ્રગટી છે તેને ચારિત્ર કહે છે. બાકી આ ક્રિયાકાંડનેશરીરની ક્રિયાને કે પંચમહાવ્રતના વિકલ્પને ચારિત્ર કહેતા નથી. અંતર નિજાનંદ સ્વધામાં રમણતા કરવી તેમાં લીનતા કરવી તેમાં ચરવું તેમાં કરવું ને તેનું વેદન કરવું એનું નામ ભગવાને ચારિત્ર કહ્યું છે. તે ચારિત્રની પૂર્ણતા તે યથાખ્યાત કાર્યશુદ્ધ ચારિત્ર છે. યથાજાતરૂપ જ લિંગ: જન્મયા પ્રમાણે રૂપ એવું જ લિંગ યથાજતરૂપજાતમ :જન્મ સમયના રૂપ જેવા રૂપવાળું (દિગંબરરૂપ) યથાજાતરૂપધર સહજરૂપ ધરી(આત્માનું) જેવું મૂળભૂત છે તેવું (સહજ સ્વાભાવિક) રૂપ ધારણ કરનાર, જન્મસમયના રૂપ જેવું રૂપ ધરનાર. (૨) (આત્માનું) જેવું મૂળભૂત છે તેવું(સહજ સ્વાભાવિક) રૂપ ધારણ કરનાર, (૩) (આત્માનું સહજરૂપ ધરનાર (૪) (આત્માનું) જેવું મૂળભૂત છે તેવું, સહજ સ્વાભાવિક રૂપ ધારણ કરનાર, જન્મ વખતે જેવું સ્વરૂપ હોય છે તેવું નગ્ન સ્વરૂપ ધારણ કરનાર. (૫) (આત્માનું) જેવું મૂળભૂત છે તેવું (સહજ સ્વાભાવિક) રૂપ ધારણ કરનાર, સહજ રૂપધારી, આત્માનું સહજરૂપ ધરનાર. યથાતથ :ઓછું અધિક કે વિપરીતતાથી રહિત માને ને તે રીતે નિઃસંદેહપણે જાણે તેને યથાતથી કહે છે. યથાતથ૫ણે ૫દાર્થનું જે સમ્યક્ષણે સ્વરૂપ છે તે પ્રમાણે. યથાનું ભૂત જેવો (અમે) અનુભવ્યો છે તેવો. યથાનિષ્પન્ન :જેવું બનેલું છે તેવું, જેવું મૂળભૂત છે તેવું, સહજ, સ્વાભાવિક
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy