SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૫ અતીન્દ્રિય અને અમૂર્ત કહેવામાં વિરોધ આવતો લાગે છે. જો એમ કહેવામાં આવે તો એક અપેક્ષાએ બરાબર છે; કેમ કે વાસ્તવમાં પુદ્ગલ દ્રવ્ય મૂર્તિક જ હોય છે-ભલે તે પોતાની કો સૂમ કે સૂક્ષ્મતર અવસ્થામાં તે ઇન્દ્રિય ગ્રાહ્ય ન હોય, પરંતુ ઇન્દ્રિય ગ્રાહ્ય ન હોવાથી જ જો પુલ પરમાણુને અતીન્દ્રિય માનવામાં આવે તો હજારો પરમાણુના સ્કંધરૂપ જે કાર્માણ વર્ગણાઓ છે તે પણ ઇન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી અતીન્દ્રિય તથા અમૂર્તિક ઠરશે અને તેથી પુદ્ગલનો એક અવિભાગી પરમાણું જ નહી બલ્ક વર્ગણાઓના રૂપમાં સૂમ પુદ્ગલસ્કંધ પણ અમૂર્તિક ઠરશે. અમૂર્તિક સિધ્ધ થતાં તેમનામાં સ્પર્શ-રસગંધ-વર્ણનો અભાવ માનવો પડશે. અને આ પુગલગુણોના અભાવ થતાં પુદ્ગલ દ્રવ્યના જ અભાવનો પ્રસંગે ઉપસ્થિત થશે. તેથી પરમાણુને અતીન્દ્રિય અને અતીન્દ્રિયને અમૂર્તિક કહેવું તે વ્યવહારનયની દષ્ટિએ કથન છે. નિશ્ચયનયની દ્રષ્ટિએ નહિ. કેટલાય સમ પદાર્થો એવા છે જે સ્વભાવથી તો ઇન્દ્રિયગોચર નથી પરંતુ યંત્રોની સહાયથી ઇન્દ્રિયગોચર થઇ જાય છે. આજકાલ એવા શક્તિશાળી યંત્રો તૈયાર થઇ ગયા છે જે એક સૂક્ષ્મ વસ્તુને હજારો ગણી મોટી કરીને બતાવી શકે છે. આવી સ્થિતિમાં પરમાણુ પણ યંત્રની સહાયથી મોટો દેખાઇ શકે છે. પરંતુ ગમે તેવી શક્તિશાળી આંખ હોય તેનાથી સ્વતંત્રતાપૂર્વક દેખાઇ શકતો નથી. તેથી જ તે અતીન્દ્રિય હોવા છતાં પણ પુદ્ગલ દ્રવ્યની દષ્ટિએ મૂર્તિક છે. મૂર્ત ગુણોનું છાણ :મૂર્ત ગુણોનું લક્ષણ ઇન્દ્રિયગ્રાહ્યપણું છે. ખર્ત -અમર્તનું વહાણ આ લોકમાં જીવો વડે સ્પર્શનેન્દ્રિય, પસનેંદ્રિય, ઘાનેંદ્રિય અને ચક્ષુરિંદ્રિય દ્વારા તેમના (તે ઈન્સિયોના) વિષયભૂત, સ્પર્શ-રસ-ગંધવર્ણ સ્વભાવવાળા પદાર્થો(સ્પર્શ, રસ,ગંધ અને વર્ણ જેમનો સ્વભાવ છે. એવા પદાર્થો) ગ્રહાય છે(જણાય છે) અને શ્રોત્રેદ્રિય દ્વારા તે જ પદાર્થો તેના (શ્રોસેંદ્રિયના) વિષયભૂત શબ્દકારે પરિણમ્યા થકા ગ્રહાય છે. જેઓ (તે સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-સ્વાભાવવાળા પદાર્થોને અર્થાત્ પુદ્ગલોને) શ્રોસેંદ્રિયના વિષય થવામાં હેતુભૂત શબ્દાકારપરિણામ છે, તેથી તે પદાર્થો (પુદ્ગલો) શબ્દાકારે પરિણમ્યા થકા શ્રોસેંદ્રિય દ્વારા ગ્રહાય છે.) (તે પદાર્થો). કદાચિત સ્થૂલ અંધ૫ણફાને પામતા થકા, કદાચિત્ સૂક્ષ્મત્વને (સૂક્ષ્મ સ્કંધપણાને) પામતા થકા અને કદાચિત્ પરમાણુપણકાને પામતા થકા ઈન્દ્રિયો ગ્રહતા હોય કે ન ગ્રહતા હોય, ઈન્દ્રિયો વડે ગ્રહવાની યોગ્યતાનો (સદા) સદભાવ હોવાથી મર્ત કહેવાય છે. સ્પર્શ, રસ, ગંધ,વર્ણનો અભાવ જેનો સ્વભાવ છે એવો બાકીનો અન્ય સમસ્ત પદાર્થ સમહ ઈન્સિયો વડે ગ્રહવાની યોગ્યતાના અભાવને લીધે અમૂર્ત કહેવાય છે. જે બન્ને (પૂર્વોકત બન્ને પ્રકારના પદાર્થો) ચિત્ત વડે ગ્રહવાની યોગ્યતાના સદ્ભાવવાળા છે, ચિત્ત કે જે અનિયત વિષયવાળું, અપ્રાપ્યકારી અને મતિશ્રુત જ્ઞાનના સાધનભૂત (મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનમાં નિમિત્તભૂત) છે તે અર્ત તેમજ અમૂર્ત ને ગ્રહણ કરે છે. (જાણે છે.) પૂર્તકર્મ આ લોકમાં સંસારી જીવને વિષે અનાદિ સંતતિથી(પ્રવાહથી) પ્રવર્તતું થયું મૂર્તકર્મ વિદ્યમાન છે, તે સ્પર્શદિવાળું હોવાને લીધે, આગામી મૂર્ત કર્મને સ્પર્શે છે, તેથી મૂર્તિ એવું તે તેની સાથે, સ્નિગ્ધત્વગુણના વિશે(-પોતાના સ્નિગ્ધરૂક્ષત્વ પર્યાયને લીધે), બંધને પામે છે. આ મૂર્તકર્મનો મૂર્તકર્મની સાથે બંધ પ્રકાર છે. વળી (અમૂર્ત જીવનો મૂર્ત કર્મોની સાથે બંધ પ્રકાર આ પ્રમાણે છે કે) નિશ્ચયનયથી જે અમૂર્ત છે એવો જીવ, અનાદિ મૂર્ત કર્મ જેનું નિમિત્ત છે એવા રાગાદિ પરિણામ વડે સ્નિગ્ધ વર્તતો થકો, મૂર્ત કર્મોને વિશિષ્ટપણે અવગાહે છે(અર્થાત્ એકબીજાના પરિણામમાં નિમિત્ત માત્ર થાય એવા સંબંધ વિશેષ સહિત મૂર્તકર્મોના ક્ષેત્રમાં વ્યાપે છે) અને તે રાગાદિ પરિણામના નિમિત્તે જેઓ પોતાના (જ્ઞાનવરણાદિ) પરિણામને પામે છે. એવાં મૂર્ત કર્મો પણ જીવને વિશિષ્ટપણે અવગાહે છે (અર્થાત્ જીવના પ્રદેશો સાથે વિશિષ્ટતાપૂર્વક એકક્ષેત્રાવગાહને પામે છે.) આ જીવ અને મૂર્ત કર્મનો અન્યોન્ય. અવગાહ સ્વરૂપ બંધ પ્રકાર છે. આ રીતે અમૂર્ત એવા જીવનો પણ મૂર્ત પુણય પાપ કર્મની સાથે કથંચિત્ (કોઈ પ્રકારે) બંધ વિરોધ પામતો નથી. (૨) કર્મનું ફળ જે સુખદુઃખના હેતુભૂત મૂર્તિ વિષયને તે વિષયથી મથી મૂર્ત
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy