SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવલ જ્ઞાન છે. તથા રૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે તે જ્ઞાયિક સમ્યક્ત્વ કહીએ છીએ. કવિચત મંદ, કચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયોપશા સમ્યક્ત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સષાગત આવરણ ઉદય આવ્યાં નથી. ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યક્ત્વ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુદગલનું વેદવું જયાં રહ્યું છે. તેને વેદક સમ્યક્ત્વ કહીએ છીએ તથા રૂપ, પ્રતીતિ થયે અન્યભાવ સબંધી અહંમમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય, મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઇ ચારિત્ર આશયે તે સિધ્ધ પામે છે. અને જે સ્વરૂપ સ્થિરતા ભજે તે સ્વભાવ સ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ-સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન....કેવળજ્ઞાન છે. મુમુક્ષાઓ :મુક્તિ પ્રાપ્તિના ઇચ્છુકો; મોક્ષના અભિલાષી મુક્યાના લાણો મુમુક્ષુની યોગ્યતા માટે પાંચ લક્ષણો પરમ આવશ્યક છે. (૧) શમઃ ક્રોધાદિક કષાયોનું શમાઇ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, અથવા અનાદિ કાળની વૃત્તિઓ શમાઇ જવી તે શમ. (૨) સંવેગ=મુકત થવા સિવાય બીજી કોઇ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે સંવેગ. (૩) નિવેદ=જયારથી એમ સમજાયું કે ભ્રાન્તિમાં જ પરિભ્રમણ કર્યું; ત્યારથી હવે ઘણી થઇ, અરે જીવ! હવે થોભ, એ નિર્વેદ. (૪) આસ્થાઃમાહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રધ્ધા-આસ્થા. ૭૯૪ (૫) અનુકંપા=એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુધ્ધિ તે અનુકંપા. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઇચ્છવા યોગ્ય છે, અનુસરવા યોગ્ય છે. મુમુક્ષુ જ્ઞાની, મુનિ મુમુક્ષુતા :મુમુક્ષતા તે છે કે સર્વે પ્રકારની મોહાસક્તિથી મુઝાઇ એક મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણેક્ષણે પ્રવર્તવું મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. મૂઈના સંગીતના સાત સ્વરોનો સાદ (સંગીત) મૂર્છા :અવિચારપણું (૨) મમત્વ (૩) ઉપાધિના સદ્ભાવમાં મમત્વ પરિણામ જેનું લક્ષણ છે એવી મૂર્છા. (૪) મમત્વ (૫) બેશુદ્ધિ, બેભાન, આપવડાઈ, આપવખાણ (૬) બેશુધ્ધિ; મૂર્ચ્છતા (૭) મમતા. મૂર્છા=પરિણામ; પરિગ્રહનું લક્ષણ જ મર્ચ્યા છે. (૮) મમત્વ ભાવ (૯) ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી ઉદયને પ્રાપ્ત થયેલ જે મમત્વ પરિણામ (અર્થાત્ આ મારું છે એવા પરિણામ) તેને જ મૂર્છા કહે છે. મૂર્છાઇ :આપવખાણ; વડાઇ; મોટાઇ; બડાઇ (૨) મૂંઝાઇ જવું મૂર્છાઈ જવું :મૂંઝાઇ જવું મૂર્છાગત :બેભાન મૂર્ત :સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો સદ્ભાવ જેનો સ્વભાવ છે તે મૂર્ત છે. પુદ્ગલ જ એક મૂર્ત છે. (૨) ઈન્દ્રિયાદિ (૩) સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો સદ્ભાવ જેનો સ્વભાવ છે તે મૂર્ત છે. મૂર્ત અને અમૂર્ત દ્રવ્ય ચક્ષુ, નાક, જીભ અને ચામડી (સ્પર્શન)ની ઇનિદ્રયોના વિષયો છે ઇન્દ્રિય-ગ્રાહ્યગુણોને જ અહીં મૂર્ત અને જ્ઞાન-દર્શનાદિ અતીન્દ્રિય ગુણોને અમૂર્ત કહેવામાં આવ્યા છે. અહીં અતીન્દ્રિયને અમૂર્ત બતાવ્યા છે અને પરમાણુને પણ અતીન્દ્રિય કહ્યો છે તો પછી પુદ્ગલ-પરમાણુ પણ અમૂર્ત ઠરે છે. પરંતુ પુદ્ગલ દ્રવ્ય મૂર્તિક હોય છે. તેથી પરમાણુ પણ મૂર્તિક હોવો જોઇએ. તેથી પરમાણુને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy