SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ બોણ જનારની સંખ્યા : છ માસ અને ૮ સમયમાં ૬૦૮ જીવો મોક્ષે જાય છે. પોરે જવાના કારણો :ચાર કારણ મોક્ષે જવાને કહ્યાં છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તા. તે એક બીજા અવિરોધપણે પ્રાપ્ત થયે મોક્ષ થાય. બો માર્ગ અને બંધબાર્ગ શાસ્ત્રમાં બે નયની વાત છે. એક આત્માશ્રિત થતા ભાવ તે નિશ્ચયની વાત અને બીજા કર્મશ્રિત થતા ભાવ તે વ્યવહારની વાત એમ બે પ્રકારે વાત હોય છે. આત્માશ્રિત થતા ભાવ તે મોક્ષમાર્ગ છે ને કર્માશ્રિત થતા ભાવ તે બંધમાર્ગ મોણા શું છે ? મોક્ષ તે કઇ ત્રિકાળી દ્રવ્ય-પદાર્થ કે ગુણ નથી, પણ તે જીવના જ્ઞાનાદિ ગુણોની પૂર્ણ શુધ્ધ અવસ્થારૂપ કાર્ય પરિણમન છે; તેનું પહેલું કારણ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનું લક્ષ્ય પૂર્ણ શુદ્ધ આત્મા છે, તે પૂર્ણતાના ધયેયે પૂર્ણ તરફની ધારા ઊપડે છે; વચ્ચે રાગાદિ હોય વૃતાદિ શુભભાવ હોય પણ સમ્યગ્દષ્ટિ તેને આસ્રવ જાણે છે, તે કાંઇ મોક્ષની સીડી નથી. સમયતા કહો કે શુધ્ધતા કહો, જ્ઞાન-ચારિત્ર વગેરેની શુદ્ધિનું મૂળ સમ્યગ્દર્શન છે. શુભરાગ તે કાંઈ ધર્મનું પગથિયું નથી. રાગનું ફળ સમ્યગ્દર્શન નથી ને સમ્યગ્દર્શનનું ફળ શુભ રાગ નથી, બન્ને ચીજો જ જુદી છે. આત્મા શાંતિ-વીતરાગ સ્વભાવ છે; તે પુણ્ય વડે, રાગ વડે વ્યવહાર વડે પ્રાપ્ત થતો નથી એટલે કે અનુભવમાં આવતો નથી; પણ સીધો પોતે પોતાના ચેતનાભાવ વડે અનુભવમાં આવે છે; આવો અનુભવ થાય ત્યારે સમ્યગ્દર્શન થાય ને ત્યારે મોક્ષમાર્ગ ઊઘડે. અનંત જન્મ-મરણના નાશના ઉપાયમાં ને મોક્ષના પરમ આનંદની પ્રાપ્તિમાં સમ્યગ્દર્શન જ પહેલું પગથિયું છે. તેના વગર જ્ઞાનનું જાણપણું કે શુભરાગની ક્રિયાઓ તે બધું નિરર્થક છે, ધર્મનું ફળ તેના વડે જરાય આવતું નથી, માટે તે નિરર્થક છે. નવતત્ત્વોની એકલી વ્યવહાર શ્રદ્ધા, વ્યવહારુ જાણપણું કે પંચ મહાવ્રતાદિ શુભ આચાર, તે કોઇ રાગ આત્માના સમ્યકદર્શન માટે જરાય કારણરૂપ નથી; વિકલ્પની મદદ વડે નિર્વિકલ્પતા કદી પામતી નથી. સમ્યકત્વાદિની ભૂમિકામાં તેને યોગ્ય વ્યવહાર હોય છે એટલી તેની મર્યાદા છે, પણ તે ૭૭૧ વ્યવહાર છે માટે તેને લઇને નિશ્ચય છે-એમ નથી. વ્યવહારના જેટલા | વિકલ્પો છે તે બધાય આકુળતા અને દુઃખ છે. આત્માના નિશ્ચય રત્નત્રય જ સુખરૂપ એનાકુળ છે. જ્ઞાનીનેય વિકલ્પ તે દુઃખ છે. વિકલ્પ વડે કાંઇ આત્માનું કાર્ય જ્ઞાનીને થતું નથી; તે વખતે જ તેનાથી ભિન્ન એવા નિશ્ચય શ્રધ્ધા-જ્ઞાનાદિ પોતાના આત્માના અવલંબને તેને વર્તે છે. અને તે જ મોક્ષમાર્ગ છે. આવા નિરપેક્ષ નિશ્ચય સહિત જે વ્યવહાર હોય તે વ્યવહાર વ્યવહાર તરીકે સાચો છે. (૨) કોઈ ઘટતી ઘટના નથી, કોઇ મળી જતો પદાર્થ નથી, કોઇ પદવી નથી, કોઇ રિધ્ધિ, સિદ્ધિ કે સંપત્તિ નથી પણ આત્માની એક દશા છે. સર્વથા સ્વભાવ-પરિણતિમાં પરિણમી જવું તે મોક્ષ છે. પરિણતિના પરિણમનનો પ્રારંભ નિજપદની પ્રાપ્તિથી થાય છે. ખો, મોનું ફળ અને મોક્ષ પ્રાનુિં કારણ :મોક્ષ એટલે શુધ્ધ સહજ આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ મોક્ષ છે. મોક્ષનું ફળ એટલે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ અને અનંત વીર્યરૂપ અનંત ચતુષ્ટયનું પ્રગટવું તે રૂપ મોક્ષ ફળ છે. અને મોક્ષમાર્ગ એટલે નિશ્ચય સમ્યગ્દર્શન, નિશ્ચય સમ્યજ્ઞાન અને નિશ્ચય સમ્ફચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિ તે મોક્ષ પ્રાપ્તિનું કારણ છે. મોતન્ય અશુદ્ધ અવસ્થાનો સર્વથા-સંપૂર્ણ નાશ થઈ આત્માના પૂર્ણ શુદ્ધ પર્યાયનું પ્રગટ થવું તે ભાવમોક્ષ છે. અને તે સમયે પોતાની યોગ્યતાથી દ્રવ્યકર્મોનો આત્મપ્રદેશથી અશ્વયંત અભાવ થવો તે દ્રવ્યમોક્ષ છે. મોહતત્ત્વનું સાધન તત્ત્વ શુદ્ધોપયોગીઓ જ મોક્ષમાર્ગ રૂપ છે મોહતત્વની ભૂલ પૂર્ણ નિરાકુળ આત્મિક સુખની પ્રાપ્તિ અર્થાત જીવની સંપૂર્ણ શુધ્ધતા તે મોક્ષનું સ્વરૂપ છે અને તે જ ખરું સુખ છે પણ અજ્ઞાની તેમ માનતો નથી. મોક્ષ થતાં તેજમાં તેજ મળી જાય અથવા ત્યાં શરીર ઇન્દ્રિયો અને તેનાં વિષયો વિના સુખ કેમ હોઇ શકે? ત્યાંથી ફરી અવતાર લેવો પડે વગેરે. એમ મોક્ષ દશામાં નિરાકુળપણું માનતો નથી તે મોક્ષતત્વની વિપરીત શ્રધ્ધા છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy