SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાર્ગ; તેમાં પણ મૂળ સમ્યગ્દર્શન છે. (૩૨) મોક્ષમાં વિકારથી અને પરથી મુક્ત થવાથી અપેક્ષા છે. એક એકરૂપ ધ્રુવ સ્વભાવના જોરે પૂર્ણ અવસ્થાનો નાશ થવો તે ભાવમોક્ષ અને તેનું નિમિત્ત પામી કર્મરાજ તેની યોગ્યતાથી છૂટી તે દ્રવ્યમોક્ષ. સહ સહના કારણે સ્વતંત્ર અવસ્થા થાય છે. નિમિત્તથી થયું એમ કહેવું તે વ્યવહાર છે, પણ નિમિત્તથી કોઇ અવસ્થા થાય એ માનવું તે મિથ્યાત્વ છે. કર્મનો સંયોગ સર્વથા છૂટયો તે જીવમાં અભાવરૂપી નિમિત્ત કારણ (મોક્ષ કરનાર) અજીવ, કર્મ, છૂટયાં તે નિમિત્ત થયાં એમ નાસ્તિરૂપ (અભાવરૂ૫) આરોપથી મોક્ષ થયા યોગ્ય જીવ વ્યવહારથી છે. જીવ અજીવમાં સ્વતંત્ર ઉપાદાનની યોગ્યતા, નિમિત્તનૈમિત્તિકપણું તથા નવ તત્ત્વના વિકલ્પ છે એમ જણાવી, મન દ્વારા સ્વતંત્રપણું નક્કી કરાવ્યું. કોઇના કારણકાર્યરૂપ પરાધીનપણું જણાવ્યું નથી. એકલા સ્વભાવમાં નવતત્ત્વના ભેદ પડે નહિ. નિમિત્તની અપેક્ષાએ વ્યવહાર (અવસ્થામાં નવ અથવા સાત ભેદ પડે છે. (૩૩) પૂર્ણ શુધ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ (૩૪) નિજ શુધ્ધ પરમાત્મ સ્વભાવમાં પરમ સમરસીભાવે પરિણવાથી આત્મા જ મોક્ષમાર્ગ છે, અને ઉપાદેય રૂપ અતીન્દ્રિય સુખનો સાધક હોવાથી આત્મા જ ઉપાદેય છે. (૩૫) મોક્ષનું સ્વરૂપ ઓળખી તેને પોતાનું પરમ હિત માનવું, આઠ કર્મોનો સર્વથા નાશ થવા પૂર્વક આત્માની જે સંપૂર્ણ શુધ્ધ અવસ્થા (પર્યાય) પ્રગટ થાય છે તેને મોક્ષ કહે છે. આ અવસ્થા અવિનાશી અને અનંત સુખમય છે. આ પ્રકારે સામાન્ય અને વિશેષરૂપથી સાત તત્ત્વોની અચળ શ્રધ્ધા કરવી તેને વ્યવહાર-સમ્યકત્વ (સમ્યગ્દર્શન) કહે છે. જિનેન્દ્ર દેવ, વીતરાગી (દિગમ્બર જૈન) ગુરુ અને જિનેદ્રપ્રણીત અહિંસામય ધર્મ પણ આ વ્યવહાર સમ્યગ્દર્શનના કારણ છે એટલે કે ત્રણનું યથાર્થ શ્રધ્ધાન પણ વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે. તેને નીચે જણાવેલા આઠ અંગો સહિત ધારણ કરવું જોઇએ. વ્યવહાર સમક્તિનું સ્વરૂપ આગળ સમજાવ્યું છે. નિશ્ચય સમ્યકત્વના એકલા વ્યવહારને વયવહાર સમક્તિ કહેવાતું નથી. (૩૬) જેવી રીતે વહાણમાંથી એકઠું થયેલું બધું પાણી કાઢી નાખવાથી વહાણ એકદમ પાણી વિનાનું થઇ જાય છે તેમ આત્મામાંથી બધાં કર્મો જુદા પડી જવાથી આત્માની પૂરુપૂરી શુધ્ધ હાલત (મોક્ષદશા) પ્રગટ થાય છે એટલે કે તે આત્મા મુક્ત થઇ જાય છે. બોશ અને બોટમાર્ગ આત્માના ગુણોની સંપૂર્ણ નિર્મળતા તે મોક્ષ છે. સ્વભાવ તરફ ઢળતી અધૂરી નિર્મળ અવસ્થા તે મોક્ષમાર્ગ છે. તેમાં ગુણ નવા પ્રગટતા નથી પણ ગુણની ઊંધી અવસ્થા બદલાઇને ક્ષણ ક્ષણે નિર્મળ અવસ્થા પ્રગટ થતી જાય છે. ગુણ તો ત્રિકાળ એકરૂપ ધ્રુવ છે, તેની પર્યાય બદલાયા કરે છે. ઊંધી માનયતા બદલાઇને સવળી માન્યતા ધ્રુવ સ્વભાવના આધારે થાય છે; નિમિત્તના લશે કે અવસ્થાના લક્ષે નિર્મળ દશા પ્રગટ થતી નથી પણ ઊલટો રાગ થાય છે. (૨) પોતાના આત્મ સ્વરૂપની સંપૂર્ણ શુધ્ધતા તે જ મોક્ષ છે. અને મોક્ષનો ઉપાય તે મોક્ષ માર્ગ છે. મુનિલિંગ-દિગંબર દશા વિના કેવળજ્ઞાન થાય નહિ. ભાવલિંગ હોય તે મોક્ષ થાય. ભાવલિંગ ન હોય તો મોક્ષ ન થાય. ભાવલિંગ હોય તો એકરૂપ છે. એવી દૃષ્ટિ કરે તેને મોક્ષમાર્ગ થયા વિના રહે નહિ. આત્માના શુધ્ધ જ્ઞાનબળને આશ્રયે રાગરહિત રુચિ થઇ અંતર સ્થિરતા થાય તે સાચો મોક્ષ માર્ગ છે. ત્યારે કર્મરૂપી આસક્તિનો અભાવ છે ને બીજી સહકારી સામગ્રીનો અભાવ હોય છે. આત્માના શ્રધ્ધા, જ્ઞાનને ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે. તેના હોવાથી મોક્ષ ભેદજ્ઞાનપમ કાર્ય સિદ્ધ થાય જ. આ વિના સવસ્થા કાર્ય ન થાય અને એ વખતે તેને પ્રતિબંધક (કર્મ)નો અભાવ ન હોય એમ બને નહિ. અહીં ત્રણ કારણ કહ્યાં (૧) મોક્ષ વખતે નિમિત્ત કારણરૂપે નગ્ન દશા હોય જ એમ કહ્યું (૨) મોક્ષ થતી વખતે તપનું નિમિત્તકારણ કહ્યું પણ તે હોય જ એવો નિયમ નથી. ને (૩) ત્રીજું ઉપાદાન કારણ આત્માનાં સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક ચારિત્રનું કારણ હોય જ છે. આત્માની પૂર્ણાનંદમય વીતરાગ દશા તે મોક્ષ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy