SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ મિત :પરિમિત; પ્રમાણસર; મર્યાદિત મિથ્યા મિથ્યા ભાવો, મોહને લીધે અસમ્યક ભાવો. (૨) ખોટું (૩) ખોટી મિથ્યા થારિત્ર જેને તત્વમાં ભૂલ છે.શ્રધ્ધા અને જ્ઞાન મિથ્યા છે તેને નિજ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ સાચું ચારિત્ર તો હોતું નથી. તે તો મિથ્યાત્વ સહિત બાહ્ય વિષયોમાં જ પ્રવર્તે છે તેને મિથ્યાચારિત્ર જાણો. આ મિથ્યાચારિત્ર નૈસર્ગિક છે એટલે કે કુગુરુ વગેરેના નિમિત્ત વગર જીવ નિજ સ્વરૂપને ભૂલીને આવી ભૂલ કરી રહ્યો છે. તેને અંગૃહીત મિથ્યાત્વ કહે છે. કુગુરુ વગેરેના નિમિત્તે કે વિશેષ મિથ્યાત્વાદિ ભાવો જીવ ગ્રહણ કરે છે તેને ગૃહીત મિથ્યાત્વ કહે છે. શુભાશુભ બન્નેથી પાર ચૈતન્ય સ્વભાવ છે તેમાં શું કરવું સાચું ચારિત્ર છે, તે વીતરાગ ભાવરૂપ છે. મિથ્યાદર્શન :૫રને અને પોતાને એકરૂપ માનવું તે મિથ્યાદર્શન છે. મિથ્યા દ્રષ્ટિના બીજું નામો:પર્યાયબુધ્ધિ, સંયોગી બુધ્ધિ, પર્યાયમૂઢ, વ્યવહારદષ્ટિ, વ્યવહારમૂઢ , સંસારદ્રષ્ટિ, પરાવલંબી બુધ્ધિ, પરાશ્રિત દષ્ટિ, બહિરાત્મા વગેરે નામો આપવામાં આવે છે. મિથ્યા શ્રધ્ધા તે મહા મૂઢ, મહા મૂરખ અને સમક્તિ થયા પછી કિંચિત ચારિત્રનો દોષ રહે તે નાનો મૂરખ (૨) આ રાગ મારો છે, મને તે ભલો છે, શુભરાગથી ધર્મ થાય છે, રાગમાંથી ને પરમાંથી મને સુખ આવે છે તથા પર્યાયના અંશ જેટલો હું છું. પર્યાય સ્વરૂપ જ હું છું એવી એવી મિથ્યા વિપરીત માન્યતા છે તે મિથ્યાશ્રધ્ધા છે. મિથ્યાર્ન મિથ્યામોહનીય, જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન ગુણનુ વિપરીત પરિણામ થાય, મિથ્યાદર્શનરૂપ થાય, જે વડે આત્મા કે અનાત્માનું ભેદવિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહિ તે મિથ્યાત્વકર્મ છે. મિથ્યાવારિત્ર:૫ર સાથે એકરૂપ લીનતા કરવી તે મિથ્યાચારિત્ર છે. (૨) ગૃહીત અને અગૃહીત (નિસર્ગજ) (૩) પર સાથે એકરૂપ લીનતા કરવી તે મિથ્યા ચારિત્ર છે. ૭૫૭ મિથ્યાશન :૫રને અને પોતાને એકરૂપ જાણવું તે મિથ્યાજ્ઞાન છે. (૨) ગૃહીત (બાહ્ય કારણ પ્રાપ્ત); અગૃહીત (નિસર્ગજ) (૩) મતિ-અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના ભેદથી મિથ્યાજ્ઞાન ત્રણ પ્રકારનું છે. (૪) પરને અને પોતાને અકરૂપ જાણવું તે મિથ્યાજ્ઞાન છે. (૫) મિથ્યાજ્ઞાનમાં ત્રણ દોષ કહ્યા છે. (૧) કારણ વિપરીતતા (૨) સ્વરૂપ વિપરીતતા અને (૩) ભેદભેદ વિપરીતતા (૧) કારણ વિપરીતતા=આત્મા છે અને માને પણ તેની પર્યાયનુ કારણ પદ્રવ્ય છે એમ માને, અથવા આત્મા બીજાના કાર્યનું કારણ છે એમ માને, અથવા આત્માની મોક્ષદશાનું કારણ રાગ છે એમ માને તો તેને કારણ વિપરીતતા છે. સાચું જ્ઞાન નથી. સ્વરૂપ વિપરીતતા=આત્મા છે એમ તો કહે પણ ઇશ્વરે તેને બનાવ્યો છે એમ માને, અથવા પૃથ્વી વગેરે પંચભૂતના સંયોગથી આત્મા બન્યો છે એમ માને, અથવા સર્વવ્યાપક બ્રહ્મ માને, જદું સ્વતંત્ર અસ્તિત્વ ન માને, તો તેને સ્વરૂપ વિપરીતતા છે, એટલે સાચું જ્ઞાન નથી. (૩) ભેદભેદ વિપરીતતા=ગુણ અને ગુણીનો સર્વથા ભેદ માને કે સર્વથા અભેદ માને તો તેને ભેદભેદ વિપરીતતા છે અથવા બીજા બ્રહ્મ સાથે આ આત્માને અભેદ માનવો, કે જ્ઞાનને આત્માથી જુદું માનવું તે પણ ભેદભેદ વિપરીતતા છે, તેને વસ્તુનું સાચું જ્ઞાન નથી. મિથ્યાતત્ત્વ વિપરીત મિથ્યાત્વ, એકાન્ત મિથ્યાત્વ, વિનય મિથ્યાત્વ, સંશય - મિથ્યાત્વ અને અજ્ઞાન મિથ્યાત્વ મિથ્યાત્વ આડોડાઈ, વાસ્તવિક તત્ત્વથી વિપરીત શ્રદ્ધા-મિથ્યાત્વનું સેવન કરનારા પ્રાયઃ તિર્યંચમાં જન્મવાના છે. જુઓ, મનુષ્ય છે તે સીધા) ઊભા છે. ત્યારે ગાય, ભેંસનાં શરીર આડાં છે, આડોડાઈ કરી તેથી આડા શરીરનો સંયોગ છે. શાસ્ત્રમાં મિથ્યાત્વીને પશુ કહ્યા છે. (૨) હે રાગ અને શરીરવાળો છું એવી માન્યતા તે મિથ્યાત્વ છે. (૩) અતત્ત્વશ્રધ્ધા (૪) પરવસ્તુમાં સુખ માનવું; પરને પોતાનું માનવું; જે પોતે પોતાને ભૂલી જવું (૫) મિથ્યાત્વના બે ભેદ છે. અનાદિ મિથ્યાત્વ અને સાદિ મિથ્યાત્વ. અનાદિ મિથ્યાત્વમાં
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy