SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવાહ ધ્રુવ એવો ને એવો છે. તેમાં ભેદ કેવા ? માટે ભેદનું લક્ષ છોડી દે. નિમિત્તનું લક્ષ છોડી દે અને જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય છે ત્યાં દૃષ્ટિ દે અને સ્થિર થા. વ્યવહારથી ધર્મ થાય એમ માનનારને આ એકાંત જેવું લાગે. એને એમ થાય કે પંચ મહાવ્રત પાળે, અનેક ક્રિયાઓ કરે, રસનો ત્યાગ કરે એ કાંઈ નહી ? હા, ભાઈ! એ કાંઈ નથી. એ તો સંસાર છે. જીવ ચાહે નવમે ત્રૈવેયક જાય કે સાતમી નરકે જાય, છે તો ઔદિયિકભાવ જ ને ? વસ્તુના સ્વરૂપમાં જયાં ભેદ પણ નથી તો વળી ઉદયભાવ કયાંથી રહ્યો ? અરે, જ્ઞાયિકભાવનાં સ્થાનો પણ જીવમાં નથી. નિયમસારની ૪૩મી ગાથામાં આવે છે કે ક્ષાયિકભાવ, ઉદયભાવ,ઉપશમભાવ અને ક્ષયોપશમભાવનાં સ્થાનો જીવમાં નથી. આવો આનંદનો નાથ પ્રભુ પૂર્ણ સ્વરૂપે અંદર બિરાજમાન છે ત્યાં દદિષ્ટ દે તો તને પરમાત્માનો ભેટો થશે. (૧૩) સંજ્ઞી સંજ્ઞી-અસંજ્ઞીપણું પણ વસ્તુમાં નથી. વસ્તુ સંજ્ઞી કે અસંશી કેવી ? ઇંસ્તુ તો શુદ્ધ ચિપ એકાકાર છે. (૧૪) આહાર આહાર-અનાહારપણું વસ્તુમાં -આત્મામાં નથી. આહાર લેવાનો વિકલ્પ કે અનાહારીપણાનો વિકલ્પ તે બન્ને પર્યાય છે. એ વસ્તુમાં નથી. આમ માર્ગણાસ્થાનો સઘળાંય જે ભેદસ્વરૂપ છે તે જીવને નથી. કારણ કે તેઓ પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે જુઓ, ભેદના ભાવને પણ પુદ્ગલનાં પરિણામ કહ્યા છે, કારણ કે એભેદ સ્વરૂપ ચૈતન્યમૂર્તિમાં ભેદ કેવા ? પ્રથમ એમ કહ્યું કે બધાંય માર્ગણાસ્થાનો જીવને નથી. કારણ શું ? જો કહે છે કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે અને તેથી અનુભૂતિથી ભિન્ન છે. અંતરમાં અભેદની અનુભૂતિ થતાં, અનુભૂતિમાં તે ભેદો આવતા નથી, પણ ભિન્ન રહી જાય છે. આવી અદ્ભુત વાત છે! માર્ગાય છે. શોધાય છે. માર્જન શુદ્ધત્વ માર્જિત શુદ્ધ માર્ગની જિજ્ઞાસા :વર્ષ૧૯૫માં પ્રકાશયું છે કેઃ- માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધાં વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો આવશ્યનો છે. “અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય ? આ વાકયમાં અનંત અર્થ સમાયેલો છે, અને એ વાકયમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દૃઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી, પૂર્વે થયું નથી, અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાશ્રયું છે. (જો તમને અમારા ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય તો) માટે (ઉબયાન્વયી અવસ્થા અર્થાત્ પ્રથમના અને બીજા વાકયને જોડનાર પુલ) તમારે સઘળાએ એ જ શોધવાનું છે. (વર્ષે અંતરશોધ –બીજું કાંઈ શોધમાં) ત્યાર પછી બીજું જાવું શું ? (આત્મભાવ) ને જણાય છે.’’ માર્દવ :નિરભિમાનતા (૨) કોમળ (૩) મૃદુતા; નમ્રતા; કોમલતા; વિનય માર્દવ ભાવના :નિર્માન્ત માર્મિક મર્મ ભર્યુ, મર્મને સ્પર્શ કરે તેવું, હ્રદયને અસરકરે તેવું, રહસ્યભરેલું બાલ :સામર્થ્ય ૭૫૬ માળો પોતે જાતે; મૂઢ (કાઠિયાવાડી શબ્દ-ના ન લેતા માળો કહે છે.) મૂઢ; અજ્ઞાની (૨) મૂરખ માહ :મુમક્ષુ (મુમક્ષુ, શ્રમણ, ક્ષુલ્લક, ભિખ્ખુ, નિગ્રંથ એમ પદવીઓ છે. આ નિગ્રંથ પહેલાની ભૂમિકા કહી. નિગ્રંથ શબ્દ પૂર્ણ અર્થમાં છે. માહાત્મ્ય મહિમા માહોલ વાતાવરણ (૨) ભ્રમણા મિચ્છામિ દુક્કડમ દુષ્કૃત્ય મિથ્યા થાઓ મિથ્યાત્વ મોહનીય ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને, અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે મિથ્યાત્વ મોહનીય. મિથ્યાદર્શન :ખોટી માન્યતા, નિજ સ્વરૂપમાં ભ્રાન્તિ મિંજા :મજજા=હાડકામાંનો માવો; સ્નાયુ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy