SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ મક્તમાં નકામી પતિ :મન અગર ઈન્દ્રિયોથી, વર્તમાનકાળવર્તી પદાર્થને અવગ્રતાદિરૂપ સાક્ષાત્ જાણવો તે મતિ છે. (૨) મન (૩) બુદ્ધિ; જ્ઞાન (૪) મન અગર ઇન્દ્રિયોથી વર્તમાન કાલવર્તી પદાર્થને અવગ્રહાદિરૂપ સાક્ષાત્ જાણવો તે મતિ છે. પતિશાન :પાંચ ઈન્દ્રિયો અને મન દ્વારા પોતાની શકિત અનુસાર) જે જ્ઞાન થાય તે મતિ જ્ઞાન છે. (૨) જ્ઞાનાવરણના ક્ષયોપશમથી અને ઈન્સિય-મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને અપૂણપણે જાણે તે મતિજ્ઞાન છે. (૩) નિશ્ચયનયે અખંડ-એક-વિશઉદ્ધ જ્ઞાનમય એવો આ આત્મા વ્યવહારનો સંસારાવસ્થામાં કર્માવૃત વર્તતો થકી, મતિ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં પાંચ ઈન્સિયો અને મનથી મૂર્ત-અમૂર્ત વસ્તુને વિકલ્પરૂપે જે જાણે છે તે મતિજ્ઞાન છે, જે ત્રણ પ્રકારનું છે. ઉપલબ્ધ રૂ૫, ભાવના રૂપ અને ઉપયોગ રૂપ. ઉતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જનિત અર્થગ્રહણશકિત (પદાર્થને જાણનારી શકિત) તે ઉપલબ્ધિ છે, જાણેલા પદાર્થનું પુનઃ પુનઃ ચિંતન તે ભાવના છે અને આ કાળું છે. આ પીળું છે, ઈશ્વયાદિરૂપે અર્થ ગ્રહણ વ્યાપાર (પદાર્થને જાણવાનો વ્યાપાર) તે ઉપયોગ છે, એવી જ રીતે તે (મતિજ્ઞાન) અવગ્રહ, ઈહા, અવાય અને ધાણારૂપ ભેદો વડે અથવા કોષ્ટબુદ્ધિ, બીજબુદ્ધિ, પદાનુસારી બુદ્ધિ અને સંભિન્નશ્રોતૃતાબુદ્ધિ એવા ભેદો પડે ચાર પ્રકારનું છે. (અહીં એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે નિર્વિકાર શુદ્ધ અનુભૂતિ પ્રત્યે અભિમુખ તે જ ઉપાદેયભૂત અનંત સુખનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપોદય છે. તચેના સાધનભૂત બહિરંગ મતિજ્ઞાન તો વ્યવહારથી ઉપાદેશ છે. (૪) પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શનોપયોગપૂર્વક સ્વસમ્મુખતાથી પ્રગટ થવાવાળા નિજ આત્માના જ્ઞાનને મતિજ્ઞાન કહે છે. (૫) ઈન્દ્રિય અને મન જેમાં નિમિત્ત માત્ર છે એવા જ્ઞાનને મતિજ્ઞાન કહે છે. (૬) નિશ્ચયનયે અખંડ એક વિશુદ્ધ જ્ઞાનમય એવો આ આત્મા વ્યવહારનયે સંસારાવસ્થામાં કર્માવૃત વર્તતો થકો, મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં પાંચ ઈન્દ્રિયો અને મનથી મૂર્ત-અમૂર્ત વસ્તુને વિકલ્પરૂપે જે જાણે છે તે મતિજ્ઞાન છે. (૭) ઈન્દ્રિય અને ૭૩૮ મનની સહાયતાથી જે જ્ઞાન થાય તેને મતિજ્ઞાન કહે છે. (૮) મતિજ્ઞાન બાર ભેદવાળું છે. બહ, એક, બહુવિધ, એક વિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિઃસૃત; નિઃસૃત, અનુકત; ઉકત; ધ્રુવ અને અધુવ. (૧) બહ= એકી સાથે ઘણા પદાર્થોનું અથવા ઘણા જથ્થાનું અવગ્રહાદિ થવું (જેમ લોકોના ટોળાનું અથવા ખડની ગંજીનું), ઘણા પદાર્થો જ્ઞાનગોચર થવા. એક=અલ્પ અથવા એક પદાર્થનું જ્ઞાન થવું (જેમ એક માણસનું અથવા પાણીના પ્યાલાનું) થોડા પદાર્થ જ્ઞાન ગોચર થવા. (૩) બહુવિધeઘણા પ્રકારના પદાર્થોનું અવગ્રહાદિ જ્ઞાન થવું (જેમ કૂતરા સાથેનો માણસ અથવા ઘઉ-ચોખા-ચણા વગેરે ઘણી જાતના પદાર્થો) યુગપત ઘણા પ્રકારના પદાર્થો જ્ઞાનગોચર થવા. એકવિધ=એક પ્રકારના પદાર્થોનું જ્ઞાન થવું (જેમ એક જાતના ઘંઉનું જ્ઞાન) એક પ્રકારના પદાર્થો જ્ઞાનગોચર થવા. (૫) ક્ષિપ્ર=શીધ્રતાથી પદાર્થનું જ્ઞાન થવું અક્ષિપ્ર=કોઇ પદાર્થને ધીરે ધીરે ઘણા વખતે જાણવોચિરગ્રહણ અનિઃસૃતઃએક ભાગના જ્ઞાનથી સર્વભાગનું જ્ઞાન થવું (જેમ બહાર નીકળેલી સૂંઢને દેખી પાણીમાં ડૂબેલા પૂરા હાથીનું જ્ઞાન થવું) એક ભાગ અવ્યકત રહ્યા છતાં જ્ઞાનગોચર થવું (૮). નિઃસૃતઃબહાર નીકળેલા પ્રગટ પદાર્થોનું જ્ઞાન થવું, પૂર્ણ વ્યકત હોય તેવા પદાર્થનું જ્ઞાન ગોચર થવું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy