SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ નિર્જરા સંવર અને શુદ્ધોપયોગવાળા જીવને જયારે ઉગ્ર શુદ્ધોપયોગ થાય છે ત્યારે ઘણા કર્મોની નિર્જરા થાય છે. દ્રોપયોગની ઉગ્રતા કરવાની વિધિ શુદ્ધાત્મ દ્રવ્યના આલંબનની ઉગ્રતા કરવી તે જ છે, એમ કરનારને સહજદશાએ હઠ વિના જે અનશનાદિ સંબંધી વર્તે તેમાં (શુભ પણારૂપ અંશની સાથે) ઉગ્ર-શદ્ધિરૂપ અશ હોય છે, જેથી ઘણાકર્મ સર્મોની નિર્જરા થાય છે. કર્મની શકિતનું શાતન કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ તપો વડે વદ્ધિ પામેલો શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા છે. (મિથ્થારૂષ્ટિને તો શુદ્ધાત્માદ્રવ્ય ભાસ્યું જ નથી, તેથી તેને સંવર નથી, શુદ્ધોપયોગ નથી, શુદ્ધોપયોગની વૃદ્ધિની તો વાત જ કયાં રહી ? થી તેને, સહજ દશા વિનાના-હઠપૂર્વક-અનશનાદિ સંબંધી શુભભાવો કદાચિત્ ભલે હોય, તો પણ મોક્ષના હેતુભૂત નિર્જરા બિલકુલ હોતી નથી. ભાવ પુણ્ય અને ભાવ પાપ :ભાવ પુય અને ભાવ પાપ તે જીવની અવસ્થામાં થાય છે તથા દ્રવ્ય પુણ્ય અને દ્રવ્ય પાપ તે પુદગલની અવસ્થા છે. જે રજકણમાં પુણ્ય-પાપરૂપ કર્મબંધ થવાની યોગ્યતા હતી તે તેના દ્રવ્યની તાકાતથી તે રૂપ થયા અને તેમાં જીવની રાગાદિરૂપ વિકારી અવસ્થા નિમિત્ત થઇ. એ રીતે રાગના નિમિત્તનો સંયોગ પામી દ્રવ્ય કર્મરૂપ થનાર તે જડ પરમાણુઓ સ્વતંત્ર છે, પૂર્વે બંધાયેલા કર્મોનો પાક (ઉદય) થતાં આત્મા તે તરફ વલણ કરી સ્વલક્ષ ભૂલ્યો અને અજ્ઞાનભાવે પુણ્ય-પાપના ભાવ કર્યા એટલે વિકારી થવાની યોગ્યતા આત્માની છે; એમ બે પ્રકારની યોગ્યતા પોતામાં અને બે પ્રકારની અવસ્થા સામે સંયોગરૂપ થનાર પુદ્ગલ પરમાણમાં છે. જૂનાં કર્મની હાજરીનું નિમિત્ત પામીને (તેના ઉદયમાં જોડાવાથી) શુભભાવ કર્યા તેમાં અજીવ નિમિત્ત અને જીવની યોગ્યતા તે ઉપાદાન; અને તે ભાવપુર્ણય છે. દયા, દાન, વગેરેના શુભભાવનું નિમિત્ત પામીને જે પરમાણુઓમાં પુણ્યબંધરૂપ થવાની યોગ્યતા હતી તે તેના કારણે પુણયબંધરૂપે થયાં તેમાં શુભભાવ (જીવ) નિમિત્તકારણ અને પુદ્ગલ પરમાણુઓમાં પુણ્યરૂપે થવાની યોગ્યતા તે અજીવની યોગ્યતા ઉપાદાન છે. ૭૧૨ તેને દ્રવ્ય પુણ્ય કહેવાય છે. આ પ્રમાણે પાપ તત્ત્વની વાત પણ સમજી લેવી. ભાવ પ્રતિબંધ વિનાની અનાસક્ત ભાવવાળી ભાવ પરખાણ સ્વસંવેદન પરિણામ તે ઇન્દ્રિય-મનને ગમ ન હોવાથી સહમ છે, તેને ભાવ પરમાણુ કહ્યું છે, આ દ્રવ્ય પરમાણુના ભાવ પરમાણુના ધ્યાનથી, કેવળજ્ઞાન થવાનું કહ્યું છે. (૨) ભાવની સૂક્ષ્મતા; સ્વસંવેદન પરિણામની સૂક્ષમતા ભાવ મરણ આત્માના ગુણનો ભ્રાન્તિ વડે અને કષાય વડે ઘાત કરવો તે ભાવમરણ છે. ભાવ મોણ :મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-એ બન્ને મોક્ષ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય છે. જીવની પર્યાયમાઃ મોક્ષ થવાની લાયકાત છે. ત્રિકાળી ચીજ છે એ તો મોક્ષસ્વરૂપ જ છે. મોક્ષ થવા યોગ્ય જીવની પર્યાય તો ભાવમોક્ષ છે. ભાવ વચન અંતર એકાગ્રતા (૨) નિર્મળ શ્રધ્ધા ભાવ વંદન હું પૂર્ણ જ્ઞાન ઘન સ્વભાવે નિર્મળ છું એવા ભાવ સહિત રાગાદિ વિસ્મરણ કરી સ્વલક્ષે, રાગરહિત, અંદર કરવું તે અંતર-એકાગ્રતા અર્થાત્ ભાવ વંદન છે. ભાવ શ્રુતજ્ઞાન :શુધ્ધ આત્મજ્ઞાન ભાવ સ્તુતિથી નમસ્કાર :જ્ઞાયકની સન્મુખથઈને-એમાં એકાકાર થઈને સ્તુતિ કરવી, અંદરમાં પોતામાં શુદ્ધ ચૈતન્યદાન તરફનું પરિણમન થવું એ ભાવનમસ્કાર છે. ભાવ સ્વભાવે :ઉત્પાદરૂપ, સ્વભાવે ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવ :દ્રવ્ય ખરેખર સર્વદા અવિનષ્ટ અને અનુત્પન્ન આગમમાં કહ્યું છે, તેથી જીવદ્રવ્યને દ્રવ્યરૂપે નિત્યપણું કહેવામાં આવ્યું. (૧) દેવાદિ પર્યાયરૂપે ઊપજવું હોવાથી તેને જ (જીવ દ્રવ્યને જ) ભાવનું (ઉત્પાદન) કર્તાપણું કહેવામાં આવ્યું છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy